લગ્નની માહિતી સોશ્યલ મીડિયામાં લગ્નના ફોટો શૅર કરીને આપી હતી
કૉરી ઍન્ડરસ અને તેની ગર્લફ્રેન્ડ મૅરી માર્ગરેટના લગ્નની તસવીરો
ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કૉરી ઍન્ડરસને તેની ગર્લફ્રેન્ડ મૅરી માર્ગરેટ સાથે લગ્ન કરી લીધાં છે. તેણે લગ્નની માહિતી સોશ્યલ મીડિયામાં લગ્નના ફોટો શૅર કરીને આપી હતી.
ઇન્જરીઓથી પરેશાન થઈને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેતાં પહેલાં ઍન્ડરસન ન્યુ ઝીલૅન્ડ વતી ૧૩ ટેસ્ટ રમ્યો હતો જેમાં ૬૮૩ રન બનાવ્યા હતા અને ૪૯ વન-ડેમાં ૧૧૦૯ રન અને ૩૧ ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૪૮૫ રન બનાવ્યા હતા.


