ગંભીરે શુક્રવારથી શરૂ થઈ રહેલી વન-ડે સિરીઝનો ભાગ ન હોય એવા ખેલાડીઓને તેમની ફિટનેસ પર કામ કરવાનું ચાલુ રાખવા વિનંતી કરી હતી
ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યા
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા સામે ઓછા સ્કોરવાળી ત્રીજી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં સુપર ઓવરમાં જીતનારી ટીમની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે જ ટર્નિંગ પિચો પર સતત પ્રદર્શન સુધારવાની સલાહ પણ આપી હતી. ગંભીરે ડ્રેસિંગ રૂમમાં કહ્યું હતું કે ‘જો તમે અંત સુધી હાર ન માનો તો તમને આવાં પરિણામ મળશે. આપણે વધુ સારા બનવાનો પ્રયાસ કરતા રહેવું પડશે. સૌપ્રથમ આપણે શક્ય એટલી ઝડપથી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવું પડશે અને એ મુજબ રમવું પડશે.’
ગંભીરે શુક્રવારથી શરૂ થઈ રહેલી વન-ડે સિરીઝનો ભાગ ન હોય એવા ખેલાડીઓને તેમની ફિટનેસ પર કામ કરવાનું ચાલુ રાખવા વિનંતી કરી હતી.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાએ ત્રીજી મૅચમાં ૫૪ રનની પાર્ટનરશિપ માટે શુભમન ગિલ અને રિયાન પરાગની પ્રશંસા કરી કરી હતી. તેણે કહ્યું કે ‘પ્રથમ બૅટિંગ કરતાં ટીમને સખત પડકાર મળ્યો. પરિસ્થિતિ ઘણી મુશ્કેલ હતી, પરંતુ શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ જે રીતે શુભમન ગિલ અને રિયાન પરાગે બૅટિંગ કરીને સારી ભાગીદારી કરી એ શાનદાર હતી.’
હાર્દિક પંડ્યાને ત્રીજી T20 મૅચમાં આરામ આપવામાં આવ્યો હતો.

