નાગપુર બાદ નવી દિલ્હી, ધર્મશાળા અને અમદાવાદમાં મૅચ રમાશે
રવિ શાસ્ત્રી
ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ઑસ્ટ્રેલિયાને ૪-૦થી હરાવવાની માનસિકતા સાથે મેદાનમાં ઊતરવું જોઈએ. વળી મને એવું લાગે છે કે આ સિરીઝના પ્રથમ સેશનથી જ બૉલ સ્પિન થશે.’ નાગપુર બાદ નવી દિલ્હી, ધર્મશાળા અને અમદાવાદમાં મૅચ રમાશે. શાસ્ત્રીએ કહ્યું કે ભારતે પોતાના બોલિંગ આક્રમણને વૈવિધ્ય આપવા માટે રિસ્ટ સ્પિનર કુલદીપને રમાડવો જોઈએ, કારણ કે જે પિચ પર ટર્ન થતો નથી ત્યાં કુલદીપ જેવો સ્પિનર ચમત્કાર કરી શકે છે. રવીન્દ્ર જાડેજાને લો કે પછી અક્ષર પટેલને, બન્ને સરખા જ છે. રવિચન્દ્રન અશ્વિન ભારત માટે ટ્રમ્પ કાર્ડ સમાન છે.


