World Cup 2023: મેન્સ અને વિમેન્સ ક્રિકેટ વચ્ચેના ફરકને ખતમ કરવા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટો નિર્ણય લીધો છે. હવે આઈસીસી ઈવેન્ટમાં મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમને સરખી પ્રાઈઝ મની આપવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
World Cup 2023: મેન્સ અને વિમેન્સ ક્રિકેટ વચ્ચેના ફરકને ખતમ કરવા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટો નિર્ણય લીધો છે. હવે આઈસીસી ઈવેન્ટમાં મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમને સરખી પ્રાઈઝ મની આપવામાં આવશે. આ નિર્ણય દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આયોજિત આઈસીસીના વાર્ષિક સંમેલન દરમિયાન લેવામાં આવ્યો, જો કે 2030 સુધી પ્રાઈઝ મની સમાનતા હાંસલ કરવાના આઈસીસીના પ્રયત્નોના માર્ગમાં માઈલસ્ટોન છે. આ નિર્ણય બાદ મહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ અથવા આઈસીસી ઈવેન્ટની કોઈ મેચ જીતવા પર જે પ્રાઈઝ મની મેન્સ ટીમને મળે છે, તે હવે મહિલા ક્રિકેટ ટીમને પણ મળશે.
આઈસીસી ચૅરમેન ગ્રેગ બાર્કલે કહ્યું, "આ રમતજગતના ઈતિહાસમાં એક મહત્વની ક્ષણ છે અને મને આનંદ છે કે આઈસીસી વૈશ્વિક આયોજનોમાં પ્રતિસ્પર્ધા કરનારા પુરુષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન પ્રાઈઝ મની મળશે. અમે મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમને સમાન પુરસ્કાર રકમ આપવા માટેના અમારા લક્ષ્યને પૂરો કરવા માટે 2017થી જ મહિલા ક્રિકેટના આઈસીસી ઈવેન્ટની પ્રાઈઝ મનીમાં વધારો કરવાનું શરૂ કરી દીધું હતું."
ADVERTISEMENT
હવે મહિલા ટી20 અને વનડે વર્લ્ડ કપ જીતનારી ટીમને પણ પુરુષ ટીમ જેટલી જ પ્રાઈઝ મની મળશે. આ જ અંડર-19 વર્લ્ડ કપ પર પણ લાગુ પડશે. 2020 અને 2023ના મહિલા ટી20 વર્લ્ડ કપ વિજેતા અને ઉપવિજેતા ટીમને ક્રમશઃ 1 મિલિયન ડૉલર અને પાંચ લાખ ડૉલર મળ્યા હતા, જે 2018ની પ્રાઈઝ મનીના 5 ગણાં હતા. આ સિવાય 2022ના મહિલા વનડે વિશ્વ કપની પ્રાઈઝ મની પણ 2017માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ જીતવા માટે આપવામાં આવેલી 2 મિલિયન ડૉલરથી વધારીને 3.5 મિલિયન ડૉલર કરવામાં આવી હતી.
આઈસીસીના આ ઐતિહાસિક નિર્ણય પર બીસીસીઆઈ સચિવ જય શાહે પણ ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે. જય શાહે કહ્યું, "મને આ જાહેર કરતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે હવે મેન્સ અને વિમેન્સ ટીમ વચ્ચેનો ભેદભાવ ખતમ થઈ ગયો છે. આઈસીસી ટૂર્નામેન્ટ (ટી20 અને વનડે વર્લ્ડ કપ)માં પુરુષ અને મહિલા ટીમને સમાન પ્રાઈઝ મની મળશે. બન્ને ટીમ હવે એકસાથે આગળ વધશે. હું આ નિર્ણય માટે બૉર્ડના સભ્યોનો આભાર માનું છું."
????? ?? ? ??? ????. ?? ??? ?? ???????? & ???????????
— Jay Shah (@JayShah) July 13, 2023
I am thrilled to announce that a major step towards gender parity & inclusivity has been undertaken. The prize money at all @ICC events will be same for men & women. Together we grow.…
મેન્સ અને વિમેન્સ વર્લ્ડ કપની પ્રાઈઝ મનીમાં શું ફરક
આઈસીસીના આ ઐતિહાસિક નિર્ણય પહેલા મેન્સ અને વિમેન્સ વનડે અને ટી20 વર્લ્ડ કપની પ્રાઈઝ મનીમાં ખૂબ જ મોટો ફરક હતો. 2019માં મેન્સ વનડે વર્લ્ડ કપ જીતવા પર ઇંગ્લેન્ડને પ્રાઈઝ મની તરીકે 28 કરોડ રૂપિયા મળ્યા હતા. તો, રનરઅપ ન્યૂઝલેન્ડને પણ 1 કરોડ રૂપિયા મળ્યા હતા.
તો વિમેન્સ વર્લ્ડ કપની વાત કરીએ તો 2022માં ચેમ્પિયન બનનારી ઑસ્ટ્રેલિયન ટીમને લગભગ 10 કરોડ રૂપિયા પ્રાઈઝ મની તરીકે મળ્યા હતા જ્યારે રનરઅપ ટીમને 4.5 કરોડ રૂપિયાની રકમ મળી હતી. વનડે વર્લ્ડ કપની પ્રાઈઝ મનીમાં જ મહિલા અને પુરુષ ટીમ વચ્ચે 3 ગણું અંતર હતું. એવામાં આઈસીસીના આ નિર્ણય બાદ આ ભેદભાવ ખતમ થઈ જશે.
ભારતમાં આ વર્ષે થનારા વનડે વર્લ્ડ કપ જીતનારી ટીમને 4 મિલિયન ડૉલર (લગભગ 33 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની મળશે. રનરઅપ ટીમને લગભગ 17 કરોડ રૂપિયા મળશે.


