Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં એક પણ ખેલાડી રમવાનો ન હોવાથી બંગલાદેશે ન્યુ ઝીલૅન્ડ સામે સિરીઝ ગોઠવી દીધી

IPLમાં એક પણ ખેલાડી રમવાનો ન હોવાથી બંગલાદેશે ન્યુ ઝીલૅન્ડ સામે સિરીઝ ગોઠવી દીધી

Published : 19 March, 2026 02:07 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરીઝ ૧૭ એપ્રિલથી શરૂ થઈને બીજી મે સુધી ચાલશે. ઘરઆંગણે તાજેતરમાં પાકિસ્તાન સામેની જીત બાદ બંગલાદેશ વધુ એક સિરીઝમાં જીત મેળવીને રૅન્કિંગમાં વધુ સુધારો કરવા મક્કમ હશે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દર વર્ષે એપ્રિલ-મેમાં મોટા ભાગની ટીમોના મુખ્ય ખેલાડીઓ IPLમાં વ્યસ્ત હોવાથી એ દરમ્યાન ભાગ્યે જ કોઈ ક્રિકેટ બોર્ડ સિરીઝ ગોઠવતું હોય છે. પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે ખરીદ્યો હતો, પણ વિવાદ બાદ તેની હકાલપટ્ટીને લીધે આ વખતે IPLમાં એક પણ બંગલાદેશી ખેલાડીનો સમાવેશ નથી. બંગલાદેશ ક્રિકેટ બોર્ડે બધા ખેલાડીઓ નવરાધૂપ હોવાથી ન્યુ ઝીલૅન્ડ સામે ૩ વન-ડે અને એટલી જ T20 મૅચની સિરીઝ ગોઠવી દીધી. આ સિરીઝમાં બંગલાદેશ ફુલ સ્ટ્રેંગ્થ સાથે મેદાનમાં ઊતરશે, પણ ન્યુ ઝીલૅન્ડના અમુક સ્ટાર ખેલાડીઓ IPLમાં વ્યસ્ત હોવાથી તેમણે સેકન્ડ ગ્રેડની ટીમને મોકલવી પડશે. 
આ સિરીઝ ૧૭ એપ્રિલથી શરૂ થઈને બીજી મે સુધી ચાલશે. ઘરઆંગણે તાજેતરમાં પાકિસ્તાન સામેની જીત બાદ બંગલાદેશ વધુ એક સિરીઝમાં જીત મેળવીને રૅન્કિંગમાં વધુ સુધારો કરવા મક્કમ હશે. 


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 02:07 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK