અબુ ધાબીમાં રમાયેલી સેમી ફાઇનલ મૅચમાં આ બન્ને ટીમે હરીફ ટીમોને હરાવી હતી

પ્રતીકાત્મક તસવીર
સાઉથ આફ્રિકામાં આવતા વર્ષે રમાનારી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં રમવા માટે બંગલા દેશ અને આયરલૅન્ડ ક્વૉલિફાય થયું છે. અબુ ધાબીમાં રમાયેલી સેમી ફાઇનલ મૅચમાં આ બન્ને ટીમે હરીફ ટીમોને હરાવી હતી. શુક્રવારે ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મૅચોમાં બંગલા દેશે થાઇલૅન્ડને ૧૧ રનથી તો આયરલૅન્ડે ઝિમ્બાબ્વેને ૪ રનથી હરાવ્યું હતું. આમ હવે તેઓ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ભારત, ન્યુ ઝીલૅન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે. બંગલા દેશના કૅપ્ટન નિગાર સુલતાના જોટીએ કહ્યું હતું કે ‘અમે અહીં ટી૨૦ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવા માટે જ આવ્યાં હતાં. અમે દુનિયાને બતાવવા માગીએ છીએ કે અમે કેટલાં સારાં છીએ.’