સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલાં અક્ષર પટેલે ઘરની વાસ્તુ-પૂજા સહિતની પરંપરાગત વિધિમાં ભાગ લીધો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલે ગુજરાતના નડિયાદમાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે. ડિસેમ્બર ૨૦૨૪માં તેની પત્ની મેહા પટેલે દીકરા હક્ષને જન્મ આપ્યો હતો. દીકરાના નામ પરથી જ નવા ઘરનું નામ હક્ષ વિલા રાખવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલાં અક્ષર પટેલે ઘરની વાસ્તુ-પૂજા સહિતની પરંપરાગત વિધિમાં ભાગ લીધો હતો. તેના નજીકના મિત્રો સહિત દિલ્હી કૅપિટલ્સના કોચિંગ-સ્ટાફના સભ્યો પણ તેના નવા ઘરે શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા.


