Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પહેલી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાના ૩૯૦ રન સામે સાઉથ આફ્રિકા ૨૮૪ રને ઑલઆઉટ

પહેલી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાના ૩૯૦ રન સામે સાઉથ આફ્રિકા ૨૮૪ રને ઑલઆઉટ

Published : 12 October, 2026 05:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૭ રને ૮ વિકેટ ગુમાવનાર યજમાન ટીમની પૂંછડિયા બૅટર્સે લાજ બચાવી, કાંગારૂ કૅપ્ટન પૅટ કમિન્સે ૧૫ ઓવરમાં ૫૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

કાંગારૂ કૅપ્ટન પૅટ કમિન્સે ૧૫ ઓવરમાં ૫૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

કાંગારૂ કૅપ્ટન પૅટ કમિન્સે ૧૫ ઓવરમાં ૫૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.


ડરબનમાં ચાલી રહેલી પહેલી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે મહેમાન ટીમે ૧૩૯ રનની લીડ જાળવી રાખી હતી. પહેલી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાએ મૅટ રેનશૉના ૩૯૭ બૉલમાં ૧૯૦ રનની મદદથી ૩૯૦ રન કર્યા. જોકે સાઉથ આફ્રિકા પહેલી ઇનિંગ્સમાં ૭૮ ઓવરમાં ૨૮૪-૧૦નો જ સ્કોર કરી શક્યું હતું. દિવસના અંતે કાંગારૂઓએ ૫.૪ ઓવરમાં ૩૩-૦નો સ્કોર કર્યો હતો. 
ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાએ ૮.૪ ઓવરમાં ૨૭-૧ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ત્રીજા ક્રમે રમવા આવેલા બૅટર ડેવિડ બેડિંગહૅમે ૭૩ બૉલમાં ૯ ફોરની મદદથી ૪૯ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકાએ ૫૪.૨ ઓવરમાં ૧૯૭ રનના સ્કોર પર આઠ વિકેટ ગુમાવી દીધી હતી. 
નવમી વિકેટ માટે થયેલી ૯૨ બૉલમાં બાવન રનની ભાગીદારીથી સાઉથ આફ્રિકાને સન્માનજનક સ્કોર મેળવવામાં મદદ મળી હતી. સાઇમન હાર્મરે ૭૫ બૉલમાં ૩૫ રન અને કેશવ મહારાજે ૪૪ બૉલમાં ૩૪ રન કર્યા હતા.  
કાંગારૂ બોલિંગ યુનિટમાંથી સ્પિનર નૅથન લાયન સહિત ફાસ્ટ બોલર્સ જૉશ હેઝલવુડ અને મિચલ સ્ટાર્કને ૨-૨ વિકેટ મળી હતી. કૅપ્ટન અને ફાસ્ટ બોલર પૅટ કમિન્સે ૧૫ ઓવરમાં ૫૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. 

221
ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ આટલા કૅચ પકડનાર ફીલ્ડર બન્યો સ્ટીવ સ્મિથ. જો રૂટનો ૨૨૦ કૅચનો રેકૉર્ડ તોડ્યો.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK