સાઉથ આફ્રિકા સામેની ચોથી વન-ડે દરમ્યાન ડાબા હાથમાં ફ્રૅકચર થતાં ઑસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રૅવિસ હેડ આગામી મહિને યોજાનારા વર્લ્ડ કપમાં કદાચ ભાગ નહીં લઈ શકે.

શુક્રવારે મૅચ દરમ્યાન ટ્રૅવિસ હેડની ચકાસણી કરતી મેડિકલ ટીમ
સાઉથ આફ્રિકા સામેની ચોથી વન-ડે દરમ્યાન ડાબા હાથમાં ફ્રૅકચર થતાં ઑસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રૅવિસ હેડ આગામી મહિને યોજાનારા વર્લ્ડ કપમાં કદાચ ભાગ નહીં લઈ શકે. શુક્રવારે સેન્ચુરિયનમાં રમાયેલી મૅચ દરમ્યાન તેને સાતમી ઓવરમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીનો બૉલ ડાબા હાથના ગ્લવ્ઝ પર વાગ્યો હતો. ત્યાર બાદ તે ત્રણ બૉલ રમ્યો, પરંતુ વધુ રમી ન શકાતાં તે રિટાયર્ડ-હર્ટ થયો હતો. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના કોચ ઍન્ડ્રુ મૅક્ડોનાલ્ડે પ્રેસ-કૉન્ફરન્સમાં માહિતી આપી હતી કે ‘તેની આંગળીમાં સોજો છે. હું કોઈ ડૉક્ટર નથી, પરંતુ વર્લ્ડ કપને લઈને કંઈ કહી શકાય નહીં.’ જો હેડ વર્લ્ડ કપમાં નહીં રમી શકે તો તેને બદલે મિચલ માર્શને ઓપનિંગમાં મોકલવામાં આવશે. એના વિકલ્પ તરીકે સિલેક્ટરો માર્નસ લબુશેનની ટીમમાં પસંદગી કરી શકે છે. ઑસ્ટ્રેલિયા ભારત સામે ચેન્નઈમાં ૮મી ઑક્ટોબરે વર્લ્ડ કપની પહેલી મૅચ રમશે.