Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૫ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ટકરાશે ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ

૧૫ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ટકરાશે ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ

Published : 09 June, 2026 12:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંગારૂઓ ચારેય વન-ડે સિરીઝ ક્લીન સ્વીપ કરીને જીત્યા છે, બંગલાદેશ ૨૦૦૫માં એક માત્ર વન-ડે મૅચ જીત્યું છે આ હરીફ સામે...

૧૫ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ટકરાશે ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ

૧૫ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ટકરાશે ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ


ઑસ્ટ્રેલિયન ટીમ ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચની સિરીઝ રમવા હાલમાં બંગલાદેશ પહોંચી છે. ઢાકામાં આજથી બન્ને ટીમ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થશે. આજે ૯ જૂન, ૧૧ જૂન અને ૧૪ જૂનની તમામ મૅચ ભારતીય સમય અનુસાર સવારે ૧૦.૩૦ વાગ્યે જ શરૂ થશે. મિચલ માર્શ પગની ઘૂંટીની ઇન્જરીમાંથી સ્વસ્થ થયો ન હોવાથી બંગલાદેશ સામેની વન-ડે સિરીઝમાં પણ વિકેટકીપર-બૅટર જૉશ ઇંગ્લિસ કાંગારૂ ટીમની કમાન સંભાળશે.

ઑસ્ટ્રેલિયા હાલમાં પાકિસ્તાનમાં ૨-૧થી ત્રણ વન-ડે મૅચની સિરીઝ હારીને આવ્યું છે, જ્યારે બંગલાદેશ ઘરઆંગણે છેલ્લી ત્રણેય વન-ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી જીત્યું છે.

બંગલાદેશ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૯૯૦થી ૨૦૨૩ વચ્ચે બાવીસ વન-ડે મૅચ રમાઈ છે એમાંથી ઑસ્ટ્રેલિયા ૨૦ મૅચ અને બંગલાદેશ એક વન-ડે મૅચ જીત્યું છે, જ્યારે ૨૦૧૭માં એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ૨૦૦૫માં બંગલાદેશે ૨૫૦ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઑસ્ટ્રેલિયાની ધરતી પર જ કાંગારૂઓ સામે એકમાત્ર વન-ડે મૅચ જીત હતી. 
બન્ને ટીમ વચ્ચે ૨૦૦૩, ૨૦૦૬, ૨૦૦૮ અને ૨૦૧૧માં ચાર વન-ડે સિરીઝ રમાઈ છે. ચારેય સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. બન્ને ટીમ ૧૫ વર્ષ બાદ એકબીજા સામે વન-ડે સિરીઝ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK