Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિચેલ માર્શ કોરોના છતાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી૨૦ રમશે

મિચેલ માર્શ કોરોના છતાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી૨૦ રમશે

09 February, 2024 07:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅમરન ગ્રીનને પણ કોરોના હોવા છતાં તે વન-ડેમાં રમ્યો હતો

મિચેલ માર્શ

મિચેલ માર્શ


ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ ટી૨૦ સિરીઝની પહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાનો સુકાની મિચેલ માર્શ કોરોના સંક્રમિત થયો છે. એ વિશેની જાણકારી ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે આપી હતી. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું કે મિચેલ માર્શ ટીમની જવાબદારી સંભાળશે. તેને મૅચ સમયે અલગ ડ્રેસિંગરૂમમાં રખાશે અને ગ્રાઉન્ડમાં તેણે અન્ય ખેલાડીઓથી દૂર રહીને રમવું પડશે. ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન પણ આ પહેલાં વન-ડે સિરીઝમાં કોરોના પૉઝિટિવ થયો હતો છતાં તે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં રમ્યો હતો.


વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટી૨૦ મૅચ આજે
ટેસ્ટ અને વન-ડે સિરીઝ બાદ હવે ૩ ટી૨૦ મૅચની સિરીઝ રમાશે. પહેલી મૅચ આજે (૯ ફેબ્રુઆરીએ) હોબાર્ટમાં રમાશે. ૧૧મીએ ઍડીલેડમાં બીજી અને ૧૩ ફેબ્રુઆરીએ પર્થમાં ત્રીજી ટી૨૦ મૅચ રમાશે.



ન્યુ ઝીલૅન્ડ સામે માર્શ જ સુકાની
વેસ્ટ ઇન્ડીઝ સામે ટી૨૦ સિરીઝ બાદ ન્યુ ઝીલૅન્ડ પ્રવાસ પર ટી૨૦ સિરીઝ માટે પણ મિચેલ માર્શ ટીમનો સુકાની રહેશે. ઑસ્ટ્રેલિયાની ટીમ ૨૧ ફેબ્રુઆરીએ ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી ટી૨૦ મૅચ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK