Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅક્સવેલની ૫૫ બૉલમાં ૧૨૦ રનની તોફાની ઇનિંગ્સ

મૅક્સવેલની ૫૫ બૉલમાં ૧૨૦ રનની તોફાની ઇનિંગ્સ

12 February, 2024 08:32 AM IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાએ બીજી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝને ૩૪ રને હરાવ્યું : ટી૨૦માં હિટમૅન રોહિત શર્માના રેકૉર્ડની કરી બરોબરી

ગ્લેંન મેક્સવેલ

ગ્લેંન મેક્સવેલ


ઑસ્ટ્રેલિયાએ ત્રણ મૅચની ટી૨૦ સિરીઝમાં બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૪ રને મહાત આપી હતી. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ ટી૨૦ સિરીઝ ૨-૦થી જીતી લીધી છે. ઑસ્ટ્રેલિયાએ પહેલાં બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૪૧ રનનો જંગી સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૨૦૭  રન કરી શકી હતી. જોકે ઑસ્ટ્રેલિયાની આ જીત કરતાં ટીમના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલની ચર્ચા વધુ થઈ રહી છે. તેણે ફરી ટી૨૦ ક્રિકેટમાં જોરદાર બૅટિંગ કરી હતી અને ૫૫ બૉલમાં આક્રમક ૧૨૦ (અણનમ) રન કર્યા હતા. તેની સાથે ટિમ ડેવિડે ૩૧ અને મિચેલ માર્શે ૨૯ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.


આ મૅચમાં ગ્લેન મૅક્સવેલે પોતાની પાંચમી ટી૨૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. એની સાથે જ તેણે ભારતના સુકાની રોહિત શર્માના રેકૉર્ડની બરોબરી કરી લીધી છે. ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બન્ને ખેલાડીઓના નામે પાંચ-પાંચ સદી છે. મૅક્સવેલે સૌથી ઝડપી પાંચ ટી૨૦ ક્રિકેટમાં સદી કરવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. મૅક્સવેલે આ સિદ્ધિ પોતાની ૧૦૨મી મૅચમાં મેળવી છે, જ્યારે રોહિત શર્માએ ૧૫૧ મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી.



પોવેલની હાફ સેન્ચુરી એળે ગઈ
૨૪૨ રનના લક્ષ્યાંક સામે મેદાનમાં ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી નહોતી. બ્રેન્ડન કિંગ પાંચ રને આઉટ થઈ ગયો હતો. ટીમ તરફથી સૌથી વધુ રન સુકાની રોમૅન પોવેલે બનાવ્યા હતા. તેણે ૩૬ બૉલમાં ૬૩ રન કર્યા હતા, જ્યારે આંદ્રે રસેલે ૩૭ રન બનાવ્યા હતા. જોકે સુકાનીની આ અડધી સદી ટીમને જિતાડી શકી નહોતી. ઑસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટૉઇનિસે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.


ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર ખેલાડી

ખેલાડી

સેન્ચુરી

મૅચ

ગ્લેન મૅક્સવેલ

૦૫

૧૦૨

રોહિત શર્મા

૦૫

૧૫૧

સૂર્યકુમાર યાદવ

૦૪

૬૦

બાબર આઝમ

૦૩

૧૦૯


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 08:32 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK