એક તરફ બંગલાદેશી ક્રિકેટરના પ્રકરણમાં શાહરુખ ખાનનો ભારે વિરોધ અને બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી બંગલાદેશની ટૂરની,
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
બંગલાદેશ ક્રિકેટ બોર્ડે મેન્સ ક્રિકેટ ટીમના ૨૦૨૬ના વ્યસ્ત શેડ્યુલની જાહેરાત કરી છે. ૨૦૨૫માં ભારતીય ટીમની બંગલાદેશની ટૂર હિંસાની સ્થિતિને કારણે કૅન્સલ થઈ હતી. તનાવને કારણે મુલતવી રહેલી એ ૩-૩ વન-ડે અને T20 સિરીઝ હવે આ વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાશે.
બંગલાદેશ ક્રિકેટ બોર્ડેની જાહેરાત અનુસાર ભારતીય મેન્સ ટીમ ૨૮ ઑગસ્ટે બંગલાદેશ પહોંચશે. વન-ડે સિરીઝની મૅચો ૧, ૩ અને ૬ સપ્ટેમ્બરે યોજાશે જ્યારે T20 સિરીઝની મૅચો ૯, ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે રમાશે. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ભારતના કેટલાક ભાગોમાં બંગલાદેશ સામે વ્યાપક ગુસ્સો છે. IPL 2026માં બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને ખરીદવા બદલ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ ધાર્મિક નેતાઓના વિરોધનો સામનો કરી રહી છે.


