Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં અજિંક્ય રહાણેની એન્ટ્રી

યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં અજિંક્ય રહાણેની એન્ટ્રી

Published : 08 August, 2026 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટીવ વૉ ઍમ્સ્ટરડૅમ ફ્લેમ્સનો માલિક છે. ઑસ્ટ્રેલિયાની વાઇટ બૉલ ટીમનો કૅપ્ટન મિચલ માર્શ આ ટીમનો કૅપ્ટન છે. આ ટીમમાં સ્ટીવ સ્મિથ, ટિમ ડેવિડ, માઇકલ બ્રેસવેલ જેવા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે.

યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં અજિંક્ય રહાણેની એન્ટ્રી

યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં અજિંક્ય રહાણેની એન્ટ્રી

યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)ની પ્રારંભિક સીઝનમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અજિંક્ય રહાણેની એન્ટ્રી થઈ છે. ૩૦ જુલાઈએ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર અજિંક્ય રહાણે ઍમ્સ્ટરડૅમ ફ્લેમ્સ ટીમમાં માર્કી પ્લેયર તરીકે જોડાયો છે. 
ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટીવ વૉ ઍમ્સ્ટરડૅમ ફ્લેમ્સનો માલિક છે. ઑસ્ટ્રેલિયાની વાઇટ બૉલ ટીમનો કૅપ્ટન મિચલ માર્શ આ ટીમનો કૅપ્ટન છે. આ ટીમમાં સ્ટીવ સ્મિથ, ટિમ ડેવિડ, માઇકલ બ્રેસવેલ જેવા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે. 
ઍમ્સ્ટરડૅમ ફ્લેમ્સમાં જોડાવા વિશે અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે ‘યુરોપ એક રોમાંચક તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને ક્રિકેટનાં સૌથી આશાસ્પદ ક્ષેત્રોમાંનું એક બનવાની ક્ષમતા ધરાવે છે. હું મૅનેજમેન્ટ સાથે મળીને સફળ ફ્રૅન્ચાઇઝી બનાવવા માટે કામ કરવા માટે ઉત્સાહિત છું સાથે આગામી પેઢીને પ્રેરણા આપવા અને સમગ્ર યુરોપમાં ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે ઉત્સાહિત છું.’

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK