પાકિસ્તાન A સામેની હાર પછી સાથી બૅટર્સને દોષ આપનાર ઇન્ડિયા Aના કૅપ્ટન તિલક વર્માને સલાહ આપતાં અજિંક્ય રહાણેએ કહ્યું કે...
અજિંક્ય રહાણે
કતરના દોહામાં આયોજિત મેન્સ વન-ડે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં પાકિસ્તાન A સામેની હાર પછી ઇન્ડિયા Aના કૅપ્ટન તિલક વર્માએ ટીમના બૅટર્સની ટીકા કરી હતી. તિલક વર્માએ પોતાની સદી છતાં સાથી પ્લેયર્સ તરફથી ભાગીદારીઓમાં સાથ ન મળતાં મૅચ પછીના ઇન્ટરવ્યુમાં નિરાશા વ્યક્ત કરી હતી. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અજિંક્ય રહાણેએ આ વિશે કહ્યું કે ‘કોઈ પણ વ્યક્તિ દુનિયા સામે પોતાના પ્લેયર્સ વિશે આવી વાત નહીં કરે. જો તમારે કઈ કહેવું હોય તો ડ્રેસિંગ રૂમમાં જઈને કહો. એનાથી તેમનો પણ આત્મવિશ્વાસ વધશે. ઘણી વખત મહેનત કરવા છતાં રિઝલ્ટ આપણા પક્ષમાં નથી આવતું. કૅપ્ટન તરીકે પણ તમારા મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હોય છે અને કેટલીક વખત ઇન્ટરવ્યુમાં ન કહેવાની વાતો કહેવાય જાય છે.’
