૨૦૧૭માં આ પુરસ્કાર જાહેર થયો હતો, પરંતુ ક્રિકેટના કમિટમેન્ટ્સને કારણે તે એના સમારંભમાં હાજરી નહોતો આપી શક્યો

ચેતેશ્વર પુજારા ફાઇલ તસવીર
૯૬ ટેસ્ટ રમેલા ચેતેશ્વર પુજારાને છેવટે અગાઉ જાહેર કરાયેલો અર્જુન અવૉર્ડ એનાયત થઈ શક્યો છે. ૨૦૧૭માં આ પુરસ્કાર જાહેર થયો હતો, પરંતુ ક્રિકેટના કમિટમેન્ટ્સને કારણે તે એના સમારંભમાં હાજરી નહોતો આપી શક્યો. છેવટે શનિવારના સમારોહમાં તેને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો.

