Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLની વીસમી ઓવરમાં સ્ટ્રાઇક-રેટનો કિંગ બન્યો માર્કસ સ્ટૉઇનિસ

IPLની વીસમી ઓવરમાં સ્ટ્રાઇક-રેટનો કિંગ બન્યો માર્કસ સ્ટૉઇનિસ

Published : 29 April, 2026 01:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ કિંગ્સ માટે ૧૦ વર્ષ બાદ ફિફ્ટી ફટકારી, વીસમી ઓવરમાં ૨૪ રન ફટકાર્યા...

માર્કસ સ્ટૉઇનિસ

માર્કસ સ્ટૉઇનિસ


૧૦ વર્ષની IPL કરીઅરમાં માર્કસ સ્ટૉઇનિસે ગઈ કાલે દસમી ફિફ્ટી નોંધાવી હતી. રાજસ્થાન રૉયલ્સ સામે પંજાબ કિંગ્સના આ ઑલરાઉન્ડરે પાંચમા ક્રમે રમીને ૨૮૧.૮૨ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા હતા. તેણે ૪ ફોર અને ૬ સિક્સના આધારે બાવીસ બૉલમાં અણનમ રહીને ૬૨ રન ઝૂડી દીધા હતા.

પંજાબની બૅટિંગ સમયે વીસમી ઓવરમાં આ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડરે પેસ બોલર બ્રિજેશ શર્માને ૨૪ રન ફટકાર્યા હતા. પહેલો બૉલ પર તેણે રન નહોતો લીધો પરંતુ ત્યાર બાદ અનુક્રમે ૪, ૬, ૬, ૪, ૪ ફટકારીને ટીમનો સ્કોર તે ૨૨૨ પર લઈ ગયો હતો.

૧૦ વર્ષ બાદ તેણે પંજાબ કિંગ્સ માટે ફિફ્ટી નોંધાવી હતી. ૨૦૨૫થી પંજાબ માટે રમનાર માર્કસ સ્ટૉઇનિસ ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮ની સીઝનમાં પણ આ ટીમ માટે રમ્યો હતો. 
તેણે પંજાબ માટે ૨૦૧૬માં એકમાત્ર ફિફ્ટી નોંધાવી હતી.

IPLની વીસમી ઓવરમાં ઓછામાં ઓછા ૧૦૦ રન કરનાર ખેલાડીઓ વચ્ચે માર્કસ સ્ટૉઇનિસ સૌથી સારા સ્ટ્રાઇક-રેટથી રન કરનાર ખેલાડી બની ગયો છે. તેણે હમણાં સુધીની IPLની વીસમી ઓવરોમાં ૨૯૭.૬૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી છે. અગાઉ ૨૮૧.૪૧ના સ્ટ્રાઇક-રેટથી આ લિસ્ટમાં રોહિત શર્મા પહેલા ક્રમે હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK