Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બિહારનો સાકિબ હુસેન આર્મીમાં જોડાવાનો હતો, મમ્મીએ ઘરેણાં વેચીને પહેલાં ક્રિકેટ-શૂઝ અપાવ્યાં

બિહારનો સાકિબ હુસેન આર્મીમાં જોડાવાનો હતો, મમ્મીએ ઘરેણાં વેચીને પહેલાં ક્રિકેટ-શૂઝ અપાવ્યાં

Published : 15 April, 2026 02:57 PM | Modified : 15 April, 2026 02:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહાર માટે ૧૭ વર્ષે ડેબ્યુ કર્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સનો નેટ બોલર બન્યો, ૨૦૨૪માં કોલકાતા નાઇટ રાઇડર્સમાં હતો, પણ રમવાની તક નહોતી મળી...

IPL ટ્રોફી સાથે સાકિબ હુસેન ઍન્ડ ફૅમિલી, કલકત્તા ટીમના માલિક શાહરુખ ખાન અને ટ્રોફી સાથે પોઝ આપતો સાકિબ હુસેન.

IPL ટ્રોફી સાથે સાકિબ હુસેન ઍન્ડ ફૅમિલી, કલકત્તા ટીમના માલિક શાહરુખ ખાન અને ટ્રોફી સાથે પોઝ આપતો સાકિબ હુસેન.


બિહારના ગોપાલગંજનો રહેવાસી ૨૧ વર્ષનો સાકિબ હુસેન IPL-ડેબ્યુમાં ભારતીય તરીકે શાનદાર બોલિંગ-પ્રદર્શન કરનાર બોલર બન્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમીને તેણે રાજસ્થાન રૉયલ્સ સામે ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૪ વિકેટ લીધી હતી. તેણે યશસ્વી જાયસવાલ, ડોનોવન ફરેરા, જોફ્રા આર્ચર અને રવિ બિશ્નોઈને શિકાર બનાવ્યા હતા. 
તેના પપ્પા ખેડૂત છે અને પરિવારનો તે એકમાત્ર કમાનાર છે. સાકિબ હુસેન ભારતીય સેનામાં જોડાવા માગતો હતો પરંતુ તેને સ્થાનિક ટેનિસ-બૉલ ક્રિકેટ રમવાની પ્રેરણા મળી. જેમ-જેમ તેની કરીઅર આગળ વધતી ગઈ એમ તેના પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેની મમ્મીના ઇન્ટરવ્યુનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે ‘સ્પાઇક્સ (ક્રિકેટ-શૂઝ) ખરીદવા માટે ૧૦-૧૫ હજાર રૂપિયાનું બજેટ અમારી પાસે નહોતું. અમે રોજ કમાઈને રોજ ખાનારા લોકો. એ સમયે મેં ઘરેણાં વેચીને તેને પહેલી ક્રિકેટ-શૂઝની જોડી ખરીદી આપી હતી.’

બિહાર માટે સાકિબ હુસેને ૧૭ વર્ષની ઉંમરે ડોમેસ્ટિક ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેને ચેન્નઈ સુપર કિંગ્સ માટે નેટ બોલર તરીકે બોલાવવામાં આવ્યો. ૨૦૨૪માં ૨૦ લાખ રૂપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સે તેને ટીમમાં સામેલ કર્યો હતો. એક પણ મૅચ ન રમ્યા છતાં તેને ચૅમ્પિયન કલકત્તા ટીમ સાથે ટ્રોફીને સ્પર્શ કરવાની તક મળી હતી. આ વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

કેવો રહ્યો છે ક્રિકેટ રેકૉર્ડ? 
૬ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં તેણે ૪.૧૪ની ઇકૉનૉમી રેટથી બોલિંગ કરીને ૧૬ વિકેટ લીધી છે. તેણે એક વખત મૅચમાં ૧૦ વિકેટ લીધી છે. ૧૩ T20 મૅચમાં તેણે ૯.૮૭ના ઇકૉનૉમી રેટથી બોલિંગ કરતાં ૧૪ વિકેટ લીધી છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK