° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


બોડીએ કૅચ છોડ્યો ને લમ્બ તેને પાછળ રાખીને બની ગયો નંબર વન બૅટ્સમૅન

30 October, 2012 05:49 AM IST |

બોડીએ કૅચ છોડ્યો ને લમ્બ તેને પાછળ રાખીને બની ગયો નંબર વન બૅટ્સમૅન

બોડીએ કૅચ છોડ્યો ને લમ્બ તેને પાછળ રાખીને બની ગયો નંબર વન બૅટ્સમૅનજોહનિસબર્ગ: રવિવારે ચૅમ્પિયન્સ લીગ વ્૨૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાની સિડની સિક્સર્સે યજમાન સાઉથ આફ્રિકાની હાઇવેલ્ડ લાયન્સની ટીમને ૧૦ વિકેટે કચડી નાખી એ પહેલાં બન્ને ટીમના એક-એક ઓપનિંગ બૅટ્સમૅન વચ્ચે ટુર્નામેન્ટમાં બેસ્ટ બૅટ્સમૅન બનવા જોરદાર હરીફાઈ થઈ હતી અને એમાં સિડની સિક્સર્સનો માઇકલ લમ્બ મેદાન મારી ગયો હતો. જોકે એમાં તેને હરીફ ઓપનરની ભૂલ ફાયદો કરાવી ગઈ હતી.

ફાઇનલ પહેલાં હાઇવેલ્ડ લાયન્સનો ઓપનિંગ બૅટ્સમૅન ગુલામ બોડી ૨૦૨ રન સાથે ટુર્નામેન્ટના બધા બૅટ્સમૅનોમાં મોખરે હતો. જોકે તે માત્ર ૬ રન બનાવી શક્યો હતો અને તેના કુલ રનનો આંકડો ૨૦૮ રહ્યો હતો. જોકે ત્યારે પણ તે સ્પર્ધાનો નંબર વન બૅટ્સમૅન જ હતો. બીજી તરફ, સિડની સિક્સર્સનો ઓપનર અને મૅન ઑફ ધ ફાઇનલ માઇકલ લમ્બ પોતાની ઇનિંગ્સની શરૂઆત વખતે બોડીના ૨૦૮ રનથી ૬૪ રન પાછળ હતો અને બધા બૅટ્સમેનોમાં છેક પાંચમા નંબર પર હતો. તેનાથી આગળના ચારેય બૅટ્સમેનો સાઉથ આફ્રિકાના હતા અને એમાં ગુલામ બોડી (હાઇવેલ્ડ લાયન્સ), નીલ મૅકેન્ઝી (હાઇવેલ્ડ લાયન્સ), જૅક રુડોલ્ફ (ટાઇટન્સ) અને હેન્રી ડેવિડ્સ (ટાઇટન્સ)નો સમાવેશ હતો.

જોકે લમ્બ સાથીઓપનર અને કૅપ્ટન બ્રૅડ હૅડિન સાથે મળીને ૧૨૨ રનનો ટાર્ગેટ મેળવવાના પ્રયાસમાં શરૂઆતમાં ધીમું રમ્યો હતો, પરંતુ સાતમી ઓવરમાં લમ્બ ૧૭ રને હતો ત્યારે લૉન્ગ-ઑફ પર બોડીના હાથે તેનો કૅચ છૂટ્યાં પછી તે આક્રમક મૂડમાં રમવા લાગ્યો હતો. તેણે ૯ બૉલમાં ૨૮ રન ઝીંકી દીધા હતા.

ઇનિંગ્સની અગિયારમી ઓવરમાં લમ્બ ટુર્નામેન્ટમાં પોતાનો ૨૦૯મો રન બનાવીને બોડીથી આગળ થઈ ગયો હતો. ફાઇનલને અંતે લમ્બ ૮૨ રને નૉટઆઉટ રહ્યો હતો અને બૅટ્સમેનોમાં ૨૨૬ રન સાથે અવ્વલ હતો.

લમ્બને બોડીના હાથે લાઇફ મળ્યાં પછીની ઓવરમાં હૅડિનનો ડ્વેઇન પ્રિટોરિયસે કૅચ છોડ્યો હતો.

બિગ બૅશ પછી ચૅમ્પિયન્સ લીગની ટ્રોફી

સિડની સિક્સર્સે ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ વ્૨૦ ટુર્નામેન્ટ પછી હવે ચૅમ્પિયન્સ લીગની ટ્રોફી સાથે બીજી મોટી સિદ્ધિ મેળવી છે. ૨૦૦૯માં ન્યુ સાઉથ વેલ્સે ચૅમ્પિયન્સ લીગ જીતી લીધી હતી અને હવે એ જ રાજ્યની સિડની સિક્સર્સ વિજેતા થઈ છે.

સિડનીના લમ્બની પાંચ સિક્સર્સ

રવિવારે હાઇવેલ્ડ લાયન્સે ૯ રનમાં ચાર વિકેટ અને ૩૨મા રને પાંચમી વિકેટ ગુમાવી દીધા પછી થોડી સન્માનજનક સ્થિતિ જોઈ હતી. ૨૦મી ઓવરના છેલ્લા બૉલે ક્રિસ મૉરિસની વિકેટ સાથે ટીમ ઑલઆઉટ થઈ ત્યારે ટોટલ ૧૨૧ રન હતું અને એમાં જીન સાયમ્સ (૫૧ રન, ૪૬ બૉલ, ૮ ફોર) ઇન્ટરનૅશનલ કરીઅરની પ્રથમ હાફ સેન્ચુરી સાથે મોખરે હતો.

બ્રૅડ હૅડિને પહેલી જ ઓવર સ્પિનર નૅથન મૅક્લમને આપીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેના ત્રીજા બૉલમાં ગુલામ બોડીએ સિક્સર ફટકારી હતી, પરંતુ પછીના જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. મૅક્લમે ૨૪ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. જોશ હૅઝલવુડે બાવીસ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

હાઇવેલ્ડ લાયન્સે આપેલો ૧૨૨ રનનો ટાર્ગેટ સિડની સિક્સર્સે ૧૨.૩ ઓવરમાં (૪૫ બૉલ બાકી રાખીને) એક પણ વિકેટના નુકસાન વગર મેળવી લીધો હતો. માઇકલ લમ્બ (૮૨ નૉટઆઉટ, ૪૨ બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર) અને બ્રૅડ હૅડિન (૩૭ નૉટઆઉટ, ૩૩ બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની ૧૨૪ રનની અતૂટ ભાગીદારીએ સિડની સિક્સર્સને સ્પર્ધામાં છેક સુધી અપરાજિત રહેવામાં સફળતા અપાવી હતી.

30 October, 2012 05:49 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

સ્નેહ રાણાની ઇનિંગ્સને લીધે મહિલા ટીમે મૅચ ડ્રૉ કરી

એકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ફૉલોઑન બાદ બીજી ઇનિંગ્સમાં આપી જોરદાર લડત

20 June, 2021 10:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોહલી આઉટ હતો કે નહીં? અમ્પાયરે જ લીધો રિવ્યુ

અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે લેગ અમ્પાયર સાથે વાત કરી ત્યાર બાદ અમ્પાયર રિવ્યુ લેવાનો નિર્ણય લે છે. તેઓ વિકેટકીપરે સરખી રીતે કૅચ પકડ્યો હતો કે નહીં એ સંદર્ભે શંકાસ્પદ હોય છે. 

20 June, 2021 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ખરાબ શરૂઆત બાદ કોહલી અને રહાણેએ બાજી સંભાળી લીધી

પહેલા સેશનની સરખામણીમાં ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરતાં બૅટ્સમેનોને સહેલાઈથી રન કરવા નહોતા દીધા. કોહલીએ પણ ડ્યુક બૉલનું સન્માન કરતાં કોલિન ડી ગ્રૅન્ડહોમની ત્રણ ઓવર મેઇડન કાઢી હતી.

20 June, 2021 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK