ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં આક્રમક બેટ્સમેનમાનાં એક યુસુફ પઠાણે ગઈ કાલે જ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો છે ત્યારે જાણો તેના વિશે વધુ. (ફોટોઝઃમિડ-ડે આર્કાઈવ્ઝ, યુસુફ પઠાણનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
ભારતનાં પેસર એસ શ્રીસંથની જિંદગીમાં જાતભાતના ઉતાર ચઢાવ આવ્યા છે. વિવાદો સાથે તો એને જાણે પાક્કી ભાઇબંધી છે. ફાસ્ટ બૉલર તરીકે તેની ટેલેન્ટને આપણે બિરદાવવી પડે એ ખરું પણ ક્રિકેટના ગ્રાઉન્ડ પરના વિવાદો અને ફિલ્મી પડદે અખતરાની ગણતરી તેની જિંદગીના અપ્સ ડાઉનમાં કરવી જ પડે. (તસવીર સૌજન્ય શ્રીસંથ ઇન્સ્ટાગ્રામ અને એએફપી )
ઈંગ્લેન્ડની કન્ડીશન પ્રમાણે આ વખતે ભારતની જીતનો જેટલો મદાર બેટ્સમેનો પર છે, તેટલો જ મદાર બોલર્સ પર પણ રહેશે. ખાસ કરીને ફાસ્ટ બોલર્સ ટીમ માટે ચાવીરૂપ બનશે. ત્યારે ઈંગ્લેન્ડમાં સ્વિંગ કિંગ ભુવનેશ્વરકુમારનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે. જુઓ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની પર્સનલ લાઈફ કેવી છે. (Image Courtesy: Bhuvneshwarkumar instagram)
WWEના શોખીનો નાઓમીના નામથી અપરિચિત નથી. આ સુપર ફિમેલ ફાઇટર આજે 33ની થઇ ત્યારે જોઇએ તેની તસવીરો જે પુરાવો છે કે તે કોઇ સુપર મૉડલથી કમ નથી અને જાણીએ તેની જર્ની વિશે (તસવીરો નાઓમીનું ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)
કચ્છી કડવા પાટીદારે સૌથી વધારે ચાર વાર ચૅમ્પિયન બનવાના ચરોતર રૂખીના રેકૉર્ડની બરોબરી કરી તથા સતત ચોથી સીઝનમાં ચૅમ્પિયન બનવાનો અનોખો રેકૉર્ડ રચ્યો : પહેલી ઇનિંગ્સની નિષ્ફળતાને લીધે ચરોતર રૂખીને પહેલી વાર ફાઇનલમાં હાર જોવી પડી : કચ્છથી રમવા આવતા કચ્છી કડવા પાટીદારનો અનુભવી ઑલરાઉન્ડર દિનેશ નાકરાણી બન્યો ફાઇનલનો સ્ટાર તો યંગસ્ટર વેદાંશ ધોળુ સીઝનનો સુપરસ્ટાર. - દિનેશ સાવલિયા
હેપ્પી બર્થ જે ચેતેશ્વર પૂજારા. ટીમ ઈન્ડિયાની આ જુનિયર ધ વૉલ એટલે કે ચેતેશ્વર પૂજારા આજે 33 વર્ષના થયા છે. ઓસ્ટ્રેલિયન ટૂરમાં શાનદાર પ્રદર્શન કરનાર પૂજારા હાલ રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે. પૂજારાના જન્મદિવસે જોઈએ પૂજારાની કેટલીક એવી તસવીરો જે તમે નહીં જોઈ હોય.
ભારતીય ટીમે બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 2-1થી હરાવી દીધા છે. ઑસ્ટ્રેલિયન ટીમને સતત બીજી વાર તેમના જ હોમટાઉનમાં જઈને ટીમ ઇન્ડિયાએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર વિજય મેળવ્યો. આ દરમિયાન અનેક અનુભવી બૉલરની ટીમે પણ જબરજસ્ત જીત હાંસલ કરી. મેચમાં ટીમના 5 એવા ખેલાડીઓ રહ્યા જેમણે પોતાના પ્રદર્શનથી મેચનું રિઝલ્ટ બદલી દીધું.
વિશ્વમાં સૌથી વધારે ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમ રમે છે. લગભગ આખું વર્ષ આપણાં ખેલાડીઓ ઘરગથ્થું અને વિદેશી પ્રવાસ પર હોય છે. આ દરમિયાન આઇસીસી ટૂર્નામેન્ટની સાથે સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ઘણી મહેનત કરવી પડે છે. એવામાં ઇન્જરૂનું જોખમ પહેલા કરતા વધી ગયું છે. છેલ્લા બે ત્રણ મહિનામાં 13થી વધુ ભારતીય ખેલાડી ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. પરિણામે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ત્રીજી હરોળના ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો વારો આવ્યો છે. (તસવીર સૌજન્ય જાગરણ)
અનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે? (તસવીર સૌજન્ય યોગેશ શાહ)
બુમરાહ (૫૬ રનમાં ૪), અશ્વિન (૩૫ રનમાં ૩) અને પ્રથમ મૅચ રમી રહેલા મોહમ્મદ સિરાજે (૪૦ રનમાં બે) વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા અજિંક્યએ પાથરેલી જાળમાં ઑસ્ટ્રેલિયન ટીમને બરાબરના સપડાવ્યાઃ મૅચ પર પકડ મજબૂત કરવા હવે આજે બૅટ્સમેનોએ કરવી પડશે કમાલ : ભારત સામે સ્મિથ પહેલી વાર ઝીરો
ગઈ કાલે બીજી અને બૉક્સિંગ-ડે ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે ફરી બોલરોના શાનદાર પર્ફોર્મન્સને લીધે ઑસ્ટ્રેલિયાને ૨૦૦ રનનો આંકડો પાર કરવા નહોતો દીધો. પ્રથમ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થનાર ઑસ્ટ્રેલિયન ટીમ ગઈ કાલે પ્રથમ દિવસે ૧૯૫ રનમાં જ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી.
કાંગારૂઓ ૧૯૫ રનમાં ઑલઆઉટ
ઑસ્ટ્રેલિયાઅે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. ઓપનર જો બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહે તેને પૅવિલિયનમાં પાછો મોકલી આપ્યો હતો. માર્નસ લબુશેન (૧૩૨ બૉલમાં ચાર ફોર સાથે ૪૮), ટ્રેવસ હેડ (૯૨ બૉલમાં ચાર ફોર સાથે ૩૮) અને મૅથ્યુ વેડ (૩૯ બૉલમાં ૩ ફોર સાથે ૩૦) સિવાય કોઈ અસરકારક ભારતીય બોલિંગ-અટૅક સામે ટકી નહોતા શક્યા. ઑસ્ટ્રેલિયાઅે શરૂઆતમાં ૩૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાર બાદ થોડા પ્રતિકાર બાદ એક સમયે ૧૬૪ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. નૅથન લાયને ૧૭ બૉલમાં અેક સિક્સર અને બે ફોર સાથે ૨૦ રન ફટકારતાં તેઓ ૨૦૦ રનની નજીક પહોંચી શક્યા હતા અને ૭૨.૩ ઓવરમાં ૧૯૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. જસપ્રીત બુમરાહે ૫૬ રનમાં ૪, રવિચન્દ્ર અશ્વિને ૩૫ રનમાં ૩ અને પ્રથમ મૅચ રમી રહેલા મોહમ્મદ સિરાજે ૪૦ રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે ફિટ થઈને કમબૅક કરી રહેલા રવીન્દ્ર જાડેજાને છેલ્લે પૅટ કમિન્સની વિકેટ મળી હતી.
ભારતે ત્યાર બાદ દિવસના અંતે ૧૧ ઓવરમાં ઓપનર મયંક અગરવાલ (ઝીરો)ની વિકેટ ગુમાવીને ૩૬ રન બનાવ્યા હતા. મયંક પ્રથમ ઓવરમાં જ મિચલ સ્ટાર્કના છેલ્લા બૉલમાં અએલબીડબલ્યુ થયો હતો. પ્રથમ ટેસ્ટ રમી રહેલો શુભમન ગિલ ૪ રને હતો ત્યારે સ્લીપમાં લબુશેને તેને જીતવદાન આપ્યું હતું. ત્યાર બાદ ગિલ બરાબરનો ખીલ્યો હતો અને ૩૮ બૉલમાં પાંચ ફોર સાથે ૨૮ રન તથા વાઇસ કૅપ્ટન ચેતેશ્વર પુજારા ૨૩ બૉલમાં ૭ રન સાથે અણનમ રહ્યો હતો.
રહાણેની જાળમાં ફસાયા કાંગારૂઓ
ગઈ કાલની પ્રથમ દિવસની રમત બાદ ભારતીય બોલરો સાથે સૌકોઈ વિરાટની ગેરહાજરીમાં ટીમની જવાબદારી સંભાળી રહેલા અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીનાં ભરપેટ વખાણ કરતા હતા. સ્મિથ, લબુશેન અને હેડની વિકેટ રહાણેએ બિછાવેલી જાળ અને ફીલ્ડિંગ પ્લેસમેન્ટને જ આભારી હતી. એ ઉપરાંત ૧૩મી ઓવરમાં જ અશ્વિનને બોલિંગ-અટૅકમાં લાવવાનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હતો. અશ્વિને વેડ અને સ્મિથની વિકેટ ઝડપીને કૅપ્ટનના ભરોસાને સાર્થક કર્યો હતો. રહાણેના બોલિંગ-ચેન્જિસ અને ફીલ્ડિંગ-પ્લેસમેન્ટ એટલા પર્ફેક્ટ હતા કે કાંગારૂઓને કમબૅક કરવાનો મોકો જ નહોતો આપ્યો.
થર્ડ લોએસ્ટ બૉક્સિંગ-ડે સ્કોર
ઑસ્ટ્રેલિયા મેલબર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં પ્રથમ દિવસે પાંચમી વાર ઑલઆઉટ થઈ ગયું હતું. ગઈ કાલનો ૧૯૫ રન એમાં થર્ડ લોઅેસ્ટ હતો. ૨૦૧૦-’૧૧માં ઇંગ્લૅન્ડ સામે ૪૨.૫ ઓવરમાં બનાવેલો ૯૮ રનમાં સૌથી લોએસ્ટ છે જ્યારે ૧૯૮૬-૮૭માં ઇંગ્લૅન્ડ સામે જ ૫૪.૪ ઓવરમાં ૧૪૧ રન બીજા નંબરે છે. આ ઉપરાંત તેઓ ૧૯૮૧-’૮૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૬૮.૧ ઓવરમાં ૧૯૮ રનમાં અને ૧૯૯૬-૯૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે જ ૭૪.૫ ઓવરમાં ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા.
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે આજે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિટાયરમેન્ટ પછી ભૂતપુર્વ ભારતીય ક્રિકેટર મોટાભાગનો સમય પત્ની પૂજા અને બાળકો સાથે વિતાવે છે. આજે જન્મદિવસના અવસરે પરિવાર સાથેની અને રમતના દિવસોની તસવીરો પર એક નજર કરીએ...
(તસવીર સૌજન્ય: મોહમ્મદ કૈફ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
ભારતનું સ્ટાર રેસલિંગ કુટુંબ અત્યારે લગ્નની ઉજવણીમાં વ્યસ્ત છે. તેમના ઘરે નાની દીકરી સંગીતા ફોગાટ (Sangeeta Phogat)ના લગ્નની વીધીઓની શરૂઆત થઈ ગઈ છે. સંગીતા ફોગાટ રેસલર બજરંગ પુનિયા (Bajrang Punia) સાથે લગ્ન કરી રહી છે. સહુ પ્રથમ યોજાયેલી હલ્દી સેરેમનીમાં બહેન ગીતા ફોગાટ (Geeta Phogat) અને બબીતા ફોગાટ (Babita Phogat) એક અનોખા અંદાજમાં જોવા મળી છે. સંગીતાની હલ્દી સેરેમનીની બન્ને બહેનોએ સુંદર તસવીરો શેર કરી છે. આવો નજર કરીએ આ તસવીરો પર.
(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
‘કૅપ્ટન કુલ’ના નામે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) માટે મંગળવારની સવાર એક ખરાબ સમાચાર લઈને આવી છે. તેના બાળપણના ગુરુ દેવલ સહાય (Deval Sahay)નું 73 વર્ષની વયે નિધન થયું છે. લાંબો સમયથી તેઓ બીમારી સામે લડતા હતા.
ફાસ્ટ બૉલર નવદીપ સૈની બહુ જ મહેનતુ ક્રિકેટર છે. તેની તસવીરો પુરાવો છે કે તે કેટલું વર્ક આઉટ કરે છે. હજી તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી નથી કરી પણ તેની ચર્ચાનો માહોલ જામ્યો છે ત્યારે તેના 28મા જન્મદિવસે જોઇએ તેની તસવીરો. ( તસવીરો - નવદીપ સૈની ઇન્સ્ટાગ્રામ)
આજે ભારતીય રેસલર બબીતા ફોગટનો જન્મ દિવસ છે. 31 વર્ષની બબીતાએ તાજેતરમાં જ પૉલિટીક્સમાં પ્રવેશ કર્યો છે. આજે તેના આ ખાસ દિવસે જાણીએ બબીતા વિશે વધુ.
તસવીર સૌજન્યઃ બબીતા ફોગટનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
ભારતની પહેલી મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો આજે 34મો જન્મદિવસ છે. સાનિયાના આ ખાસ દિવસે જાણીએ તેના વિશે વધુ. (ફોટોઝઃ સાનિયા મિર્ઝાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
આજના દિવસે જ રોહિત શર્માએ એકદિવસીય ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. છ વર્ષ પહેલા બનાવેલો હિટમેનનો આ રેકૉર્ડ આજ સુધી કોઇ તોડી શક્યો નથી. દિવાળીના રોમાંચ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમાં રોહિતે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો.
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આવતી કાલે દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે ફાઈનલ યોજાશે. પોઈન્ટ ટેબલના હિસાબે મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા જ દિલ્હી કૅપિટલ્સથી ઉપર રહી છે. જોકે દિલ્હી કૅપિટલ્સે કમબેક કરતા ક્વોલિફાયરની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને પોતાની ક્ષમતા દર્શાવી છે. જાણિએ આ બંને ટીમના ખેલાડીઓના આંકડા જેથી એક અંદાજ લગાવી શકીએ કે ફાઈનલમાં કઈ ટીમનો જીતવાનો ચાન્સ વધુ છે. (ફોટોઝઃ મિડ-ડે આર્કાઈવ્ઝ, આઈપીએલ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)
ભારતીય ક્રિકેટની ટેસ્ટ ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક વીવીએસ લક્ષ્મણનો આજે 46મો જન્મદિન છે. વેરી વેરી સ્પેશ્યલ તરીકે ઓળખાતા આ બેટ્સમેનના ખાસ દિવસે જોઈએ તેમના પર્સનલ લાઈફની તસવીરો અને જાણીએ તેમના વિષે વધુ. (ફોટોઝઃ મિડ-ડે, વીવીએસ લક્ષ્મણનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને આઈસીસી કમિટીના ચેરમેન અનિલ કુંબલેનો આજે 50મો જન્મદિવસ છે. અનિલ કુંબલેની પહેલી પ્રાથમિકતા તેમનું કુટુંબ છે, જે તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સાબિત કરે છે. આજના તેમના ખાસ દિવસે જોઈએ તેમના કુટુંબ સાથેની તસવીરો. (તસવીર સૌજન્યઃ અનિલ કુંબલેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
આતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
Feb 28, 2021, 19:15 ISTShilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
Feb 28, 2021, 17:20 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
Feb 28, 2021, 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
Feb 28, 2021, 15:24 ISTInstagram પર ઓછા ફોલૉઅર્સ હોવાને કારણે આ એક્ટ્રેસને નહીં મળ્યું કામ
Feb 28, 2021, 13:38 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 IST