દર વર્ષે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હૅન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતની સમૃદ્ધ કાપડ પરંપરા, સ્થાનિક વણકરોની કળા અને ટકાઉ ફૅશનના મહત્ત્વને ઉજાગર કરે છે. આજના સમયમાં, જ્યારે ફાસ્ટ ફૅશનથી આપણું વોર્ડરોબ (Wardrobe) ભરાયેલું છે, ત્યારે ઘણી બૉલિવૂડ અભિનેત્રીઓ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ અભિનેત્રીઓ માત્ર હૅન્ડલૂમના કપડાં પહેરે છે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક કારીગરો અને ટકાઉ ફૅશન ( Sustainable Fashion)ને પ્રોત્સાહન આપતી ઝુંબેશમાં પણ સક્રિય રીતે જોડાયેલી રહે છે. તેમની પસંદગી દ્વારા તેઓ દેશની પરંપરા અને કારીગરોની મહેનતને લોકપ્રિય બનાવી રહી છે.
07 August, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent