મુંબઈ : મુંબઈ આવતી અને મુંબઈથી જતી બહારગામની કેટલીક ટ્રેનોને અધવચ્ચે ટર્મિનેટ કરી દેવાના નિર્ણયને કારણે લોકોએ અડધી રાત્રે વાપી કે વલસાડ ટ્રેન પકડવા જવું પડી રહ્યું છે એને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. બાંદરા ટર્મિનસમાં કામને કારણે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી તરફથી મુંબઈ આવતી ટ્રેનોને વાપી કે વલસાડ ખાતે એને લીધે ટર્મિનેટ કરાતા પ્રવાસીઓ ભારે મુમુશ્કેલીમાં મુકાયા છે અને રેલવેના આ નિર્ણયથી લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે મુંબઈના વિધાનસભ્યો અને સંસદસભ્યોનું આ વિશે શું કહેવું છે અને લોકોને રાહત થાય એ માટે તેઓ શું કરશે એ જાણવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદરા ટર્મિનસના યાર્ડમાં પિટ લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એને લીધે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી તરફથી મુંબઈ આવતી ટ્રેનોને વાપી કે વલસાડ ખાતે ટર્મિનેટ કરવામાં આવી છે. મિડ-ડેએ મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી અને વિધાનસભ્યો યોગેશ સાગર, મિહિર કોટેચા અને મંગલ પ્રભાત લોઢાને આ વિષે પૂછ્યું તેમણે સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે રેલવેએ માહિતી આપવી જોઈએ તેમ જ પ્રવાસીઓને તકલીફ થવી જોઈએ. તેમણે કહ્યું કે રેલવેએ બસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.
શું કહે છે લોકપ્રતિનિધિઓ?
01 December, 2022 07:25 IST | Mumbai | Prakash Bambhrolia