તુર્કી અને સીરિયા (Turkey and Syria)માં હજારો ઇમારતોને ધરાશાયી કરનાર વિનાશક ભૂકંપ (Earthquake) એક દાયકા કરતાં વધુ સમયમાં વિશ્વમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપોમાંનો એક બન્યો. તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મૃત્યુઆંક ૨૦,૦૦૦ને વટાવી ગયો. વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 8,800થી વધુ લોકોનાં મોત થયાં હતાં. બચી ગયેલા લોકો સુધી પહોંચવાની અને કાટમાળમાંથી વધુ મૃતદેહોને બહાર કાઢવાની આશા સાથે બંને દેશો બચાવ સતત કાર્ય કરી રહ્યા છે.
10 February, 2023 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent