Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > હળદરવાળું દૂધ ક્યારે પીવું અને ક્યારે નહીં?

હળદરવાળું દૂધ ક્યારે પીવું અને ક્યારે નહીં?

Published : 28 February, 2016 07:12 AM | IST |

હળદરવાળું દૂધ ક્યારે પીવું અને ક્યારે નહીં?

હળદરવાળું દૂધ ક્યારે પીવું અને ક્યારે નહીં?



turmaric milk



આયુર્વેદનું A 2  Z - ડૉ. રવિ કોઠારી


હળદરવાળું દૂધ પીવાથી ઘા પાકતો નથી અને ઝડપથી રુઝાય છે. હાડકું પણ જલદી સંધાય છે. જોકે દૂધ અને હળદરનો સ્વાદ બહુ લોકોને જીભપ્રિય નથી હોતો એટલે રેગ્યુલર બેઝ પર એ પીવાતું નથી, પણ દવા તરીકે એના ઘણા ગુણો આજેય ઘરે-ઘરે પ્રચલિત છે. દૂધ અને હળદર બેસ્ટ કૉમ્બિનેશન છે, પણ ક્યારેક બન્ને દ્રવ્યોના ગુણ-અવગુણ સમજ્યા વિના જ આંધળો ભરોસો મૂકવામાં આવે છે જે યોગ્ય નથી. હળદરવાળા દૂધના કેટલાક પ્રયોગો અતિ ઉત્તમ છે જે આજની મૉડર્ન મેડિસિનની મોંઘીદાટ દવાઓ પણ ન કરી શકે એવા છે, જ્યારે કેટલાક રોગોમાં એનો વિપરીત ઉપયોગ થાય છે.

હળદર અને દૂધના ગુણ

સૌથી પહેલાં હળદર અને દૂધના મુખ્ય ગુણો સમજીએ. દૂધ કફકારક છે, મતલબ કે કફ પેદા કરે છે; જ્યારે હળદરનું કામ છે કફનો નાશ કરવાનું અને કફ સૂકવવાનું. હળદરમાં ઍન્ટિ-બાયોટિક, ઍન્ટિ-વાઇરલ, ઍન્ટિ-માઇક્રોબાયલ પ્રૉપર્ટી છે એટલે ઇન્ફેક્શનવાળા ઘણા રોગો પ્રિવેન્ટ કરવામાં એ ખૂબ મદદરૂપ છે. હળદર હાનિકારક સૂક્ષ્મ જીવો અને ઝેરી પર્યાવરણીય તત્વોથી શરીરને બચાવવામાં મદદરૂપ છે. દૂધ પચવામાં ભારે છે અને વેજિટેરિયન્સ માટે કૅલ્શિયમ તેમ જ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.

કેવા રોગોમાં પી શકાય?

શ્વસનતંત્રની તકલીફોમાં : હળદર કફનો નાશ કરે છે અને ગળામાં ભરાયેલા કફને ખોતરીને કાઢે છે. સૂકી ખાંસી થઈ હોય ત્યારે હળદર અને દૂધ બેસ્ટ છે. કફ પેદા થયા જ કરતો હોય તો ગરમ પાણીમાં એક ચમચી હળદર અને ચપટીક નમક નાખીને લેવાથી ઇન્સ્ટન્ટ ફાયદો થાય છે. અસ્થમા, બ્રૉન્કાઇટિસ, સાઇનસ અને ફેફસાંમાં કફ ભરાવાની તકલીફોમાં હળદરવાળું દૂધ પી શકાય.

સોજો અને દુખાવો : શરીરમાં બાહ્ય કે આંતરિક સોજો હોય ત્યારે એમાં હળદરવાળું દૂધ બેસ્ટ છે. રૂમેટૉઇડ આર્થ્રાઇટિસમાં સાંધામાં સોજો અને દુખાવો હોય છે. પેટમાં અલ્સર્સ થયાં હોય તો એની હીલિંગ પ્રોસેસ પણ ઝડપી બનાવે છે. માથું દુખતું હોય કે શરીરમાં કળતર હોય તો એ પણ દૂધવાળા હળદરના નિયમિત સેવનથી દૂર થાય છે. એમાં દૂધ કરતાં હળદર વધુ કામ કરે છે. દૂધને બદલે પાણીમાં પણ હળદર લેવામાં આવે તોય ચાલે.

બોન ડેન્સિટી : હાડકાં પોલાં પડવાને કારણે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ થાય ત્યારે પણ હળદરવાળું દૂધ ઉત્તમ છે. જોકે એમાં હળદરના ગુણો નહીં, દૂધના બળવર્ધક ગુણો વધુ કામ કરે છે.

લોહીનું શુદ્ધીકરણ : હળદર બેસ્ટ

બ્લડ-પ્યૉરિફાયર છે. હળદરથી શરીરમાં લોહીનું ભ્રમણ પણ સુધરે છે. એ લિમ્ફગ્રંથિઓમાં વહેતા ફ્લુઇડ તેમ જ રક્તવાહિનીઓની અંદરની અશુદ્ધતાઓને દૂર કરીને લોહી તેમ જ લિમ્ફ-સિસ્ટમને સુધારવામાં મદદરૂપ છે. હળદરવાળું દૂધ નિયમિત પીવાથી એ ફાયદો થાય છે. એને કારણે ત્વચાનો વર્ણ સુધરે છે.

લિવર ડીટૉક્સિફાયર : શરીરમાં દાખલ થતાં તમામ કેમિકલ્સને બ્રેકડાઉન કરવાનું કામ લિવર કરે છે અને એટલે એમાં નકામાં અને હાનિકારક દ્રવ્યોની જમાવટ થાય છે. હળદરથી લિમ્ફ-સિસ્ટમ સુધરવાની સાથે લિવરનું ક્લેન્ઝિંગ પણ થાય છે.

માસિકના ક્રૅમ્પ્સ : કેટલીક મહિલાઓને માસિક દરમ્યાન પેઢુમાં ખૂબ જ ક્રૅમ્પ્સ આવે છે અને પેટમાં ગરબડ થઈ હોય એવું લાગે છે. હળદરવાળું દૂધ ઍન્ટિ-સ્પાઝમોડિક વર્ક કરે છે. એનાથી ક્રૅમ્પ્સ ઘટે છે. પ્રેગ્નન્ટ મહિલાઓએ ડિલિવરી પહેલાંના ગાળામાં સરળતાથી ડિલિવરી થાય એ માટે તેમ જ ડિલિવરી પછી ઝડપથી રિકવરી થાય એમાં પણ એ મદદરૂપ છે.

શામાં ઉપયોગી ન થાય?

ઘણા લોકો માને છે કે હળદરવાળું દૂધ વેઇટલૉસ કરવામાં મદદરૂપ થશે જે સાચું નથી. એના ઉપરાંત ડાયટિંગમાં કાળજી સિવાય માત્ર આ જ દવાથી વજન ઊતરે એવું શક્ય નથી.

કેટલાક લોકો ત્વચાના રોગોમાં આનો ઉપયોગ કરે છે એ પણ ઠીક નથી. ખરજવું કે ત્વચાના અન્ય કોઈ પણ રોગોમાં દૂધ વજ્ર્ય ગણાય છે. હળદરથી ફાયદો થઈ શકે છે, પણ એ પાણીમાં જ લેવી જોઈએ. દૂધ સાથે લેવાથી રોગ વકરી શકે.

કૅન્સરમાં પણ હળદરથી ફાયદો થાય છે, પણ એમાંય દૂધ લેવાનું ઠીક નથી. હળદરની ઍન્ટિ-ઇન્ફ્લમેટરી પ્રૉપર્ટીઝનો ફાયદો કૅન્સરમાં લેવો હોય તો લીલી-કાચી હળદર જ લેવી જોઈએ.

હળદરવાળું દૂધ બનાવવાની રીત

સામાન્ય રીતે લોકો દૂધ ગરમ કરીને એમાં એક ચમચી હળદર નાખી દે છે. જોકે આ બધા ફાયદા ત્યારે જ વધુ થાય જ્યારે દૂધમાં લીલી-કાચી હળદર નાખવામાં આવે. સૂકવીને ખાંડેલી હળદરમાંથી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ તત્વોનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. જો લીલી હળદર વાપરવી હોય તો પા ગ્લાસ પાણી લેવું. એમાં એક વેઠા જેટલી હળદરનો ગાંગડો વાટીને ઉકાળવો. બરાબર ઊકળી જાય એ પછી પોણો ગ્લાસ દૂધ ઉમેરવું. ઠરે એટલે દૂધ પી લેવું અને હળદરનો કૂચો ચાવી જવો.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2016 07:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK