આખરે અભિનંદન પહોંચ્યા વતન, તસવીરોમાં જુઓ કેવી હતી એ ક્ષણ

Published: Mar 02, 2019, 14:33 IST | Falguni Lakhani
 • આખરે ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વતન પરત ફર્યા. રાત્રે 9 વાગ્યેને 10 મિનિટે તેઓ વાઘા બોર્ડર પહોંચ્યા અને ત્યાંથી તેમને પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા ભારતને સોંપવામાં આવ્યા.

  આખરે ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વતન પરત ફર્યા. રાત્રે 9 વાગ્યેને 10 મિનિટે તેઓ વાઘા બોર્ડર પહોંચ્યા અને ત્યાંથી તેમને પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા ભારતને સોંપવામાં આવ્યા.

  1/10
 • પાકિસ્તાનના અધિકારીઓ અભિનંદનને ચેક પોસ્ટ સુધી લાવ્યા. જે બાદ કેટલીક ઔપચારિક પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ તેમને BSFને સોંપવામાં આવ્યા.

  પાકિસ્તાનના અધિકારીઓ અભિનંદનને ચેક પોસ્ટ સુધી લાવ્યા. જે બાદ કેટલીક ઔપચારિક પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ તેમને BSFને સોંપવામાં આવ્યા.

  2/10
 • ભારતની ધરતી પર પગ મુકતા જ અભિનંદનના ચહેરા પર મુસ્કાન જોવા મળી. દેશમાં પહોંચતા જ અભિનંદનની પ્રથમ પ્રતિક્રિયા હતી કે, "મારા પોતાના દેશમાં પાછા ફરીને સારું લાગ્યું".

  ભારતની ધરતી પર પગ મુકતા જ અભિનંદનના ચહેરા પર મુસ્કાન જોવા મળી. દેશમાં પહોંચતા જ અભિનંદનની પ્રથમ પ્રતિક્રિયા હતી કે, "મારા પોતાના દેશમાં પાછા ફરીને સારું લાગ્યું".

  3/10
 • અભિનંદન સાથે તસવીરમાં જોવા મળી રહેલી મહિલા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના નિર્દેશક ફરિદા બુગતી છે. જેમણે તમામ પ્રક્રિયાની દેખરેખ કરી હતી. પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની તેમની માતા સાથેની મુલાકાત દરમિયાન પણ ફરિદા હાજર હતા.

  અભિનંદન સાથે તસવીરમાં જોવા મળી રહેલી મહિલા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના નિર્દેશક ફરિદા બુગતી છે. જેમણે તમામ પ્રક્રિયાની દેખરેખ કરી હતી. પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની તેમની માતા સાથેની મુલાકાત દરમિયાન પણ ફરિદા હાજર હતા.

  4/10
 • દેશ પરત ફર્યા બાદ વાયુસેનાના નિયમો પ્રમાણે તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. રક્ષામંત્રી નિર્મલા સીતારમન આ તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.

  દેશ પરત ફર્યા બાદ વાયુસેનાના નિયમો પ્રમાણે તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. રક્ષામંત્રી નિર્મલા સીતારમન આ તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.

  5/10
 • વિંગ કમાંડરને અટારી સીમાથી અમૃતસર વાયુ સેનાના વાહનમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ વર્ધમાનને દિલ્હી લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું ડીબ્રિફીંગ અને ફીઝિકલ ચેક અપ કરવામાં આવશે.

  વિંગ કમાંડરને અટારી સીમાથી અમૃતસર વાયુ સેનાના વાહનમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ વર્ધમાનને દિલ્હી લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું ડીબ્રિફીંગ અને ફીઝિકલ ચેક અપ કરવામાં આવશે.

  6/10
 • દેશવાસીઓની સાથે સાથે વડાપ્રધાન મોદીએ પણ વતન પરત ફરેલા અભિનંદનનું સ્વાગત કર્યું. PMએ ટ્વીટ કરી તેમના શૌર્યની પ્રશંસા કરી.

  દેશવાસીઓની સાથે સાથે વડાપ્રધાન મોદીએ પણ વતન પરત ફરેલા અભિનંદનનું સ્વાગત કર્યું. PMએ ટ્વીટ કરી તેમના શૌર્યની પ્રશંસા કરી.

  7/10
 • અભિનંદન વતન પરત ફરતા જ રક્ષામંત્રી નિર્મલા સીતારમને જય હિંદ ટ્વીટ કરી. રાહુલ ગાંધી, મમતા બેનર્જી સહિતના નેતાઓએ અભિનંદનને આવકાર્યા.

  અભિનંદન વતન પરત ફરતા જ રક્ષામંત્રી નિર્મલા સીતારમને જય હિંદ ટ્વીટ કરી. રાહુલ ગાંધી, મમતા બેનર્જી સહિતના નેતાઓએ અભિનંદનને આવકાર્યા.

  8/10
 • અભિનંદનને ભારત આવવામાં વિલંબ થયો, કારણ કે સૂત્રોના કહેવા અનુસાર તેમને સીમા પાર કરી તે પહેલા પાકિસ્તાનમાં કેમેરા સામે નિવેદન આપવાનું કહેવામાં આવ્યું હતું.

  અભિનંદનને ભારત આવવામાં વિલંબ થયો, કારણ કે સૂત્રોના કહેવા અનુસાર તેમને સીમા પાર કરી તે પહેલા પાકિસ્તાનમાં કેમેરા સામે નિવેદન આપવાનું કહેવામાં આવ્યું હતું.

  9/10
 • પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાનના વિમાનો ભારતીય સીમામાં ઘૂસ્યા હતા. જેમનો સામનો કરવા ગયેલી ટીમનો અભિનંદન એક ભાગ હતા.  જે દરમિયાન તેઓનું મિગ-21 તોડી પાડવામાં આવ્યું હતું અને તેમને બંદી બનાવવામાં આવ્યા હતા.

  પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાનના વિમાનો ભારતીય સીમામાં ઘૂસ્યા હતા. જેમનો સામનો કરવા ગયેલી ટીમનો અભિનંદન એક ભાગ હતા.  જે દરમિયાન તેઓનું મિગ-21 તોડી પાડવામાં આવ્યું હતું અને તેમને બંદી બનાવવામાં આવ્યા હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

60 કલાક પાકિસ્તાનમાં વિતાવ્યા બાદ આખરે વિંગ કમાંડર અભિનંદન ભારત પરત ફર્યા છે. પાકિસ્તાનના અધિકારીઓએ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડરને દેશને સોંપ્યા. જ્યારે અભિનંદન પાછા આવ્યા ત્યારે તેને વધાવવા માટે આખા દેશમાં ઉત્સાહ હતો.(તસવીર સૌજન્યઃ PTI)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK