ટ્રાન્સજેન્ડર્સ પાસે કારકિર્દી ઘડવાના નવા વિકલ્પો આવશે, વડોદરામાં ખૂલી વિશેષ હૉસ્ટલ

Updated: 15th December, 2020 22:25 IST | Chirantana Bhatt
 • વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં તાજેતરમાં ગરિમા ગૃહનું ઉદ્ઘાટન થયું.  સોશ્યલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ મંત્રાલયના થાવરચંદ ગેહલોટે ઓનલાઇન કાર્યક્રમમાં ટ્રાન્સ જેન્ડલ લોકો માટેના રાષ્ટ્રીય પોર્ટલનું ઉદ્ઘાટન કર્યુ ંઅને સાથે ગરિમા ગૃહનું ઉદ્ઘાટન પણ કર્યું.   

  વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં તાજેતરમાં ગરિમા ગૃહનું ઉદ્ઘાટન થયું.  સોશ્યલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ મંત્રાલયના થાવરચંદ ગેહલોટે ઓનલાઇન કાર્યક્રમમાં ટ્રાન્સ જેન્ડલ લોકો માટેના રાષ્ટ્રીય પોર્ટલનું ઉદ્ઘાટન કર્યુ ંઅને સાથે ગરિમા ગૃહનું ઉદ્ઘાટન પણ કર્યું. 

   

  1/6
 • લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ પહેલ સાકાર થઇ છે. આ મોકા પર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, રામદાસ આઠવલે, રતનલાલ કટારિયા, ટ્રાન્સ જેન્ડર રાષ્ટ્રિય પરિષદના સભ્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે સોશ્યલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટના સચિવ આર સુબ્રમણ્યિમ પણ આ ડિજીટલ લૉન્ચમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતે કહ્યું કે સરકાર ટ્રાન્સ જેન્ડર્સ માટે નેશનલ પોર્ટલ વિકસાવીને દેશના કોઇપણ ખૂણેથી તેમને પ્રમાણપત્ર અને ઓળખપત્ર આપી મળી શકે તેવી સવલત ખડી કરાઇ છે.   

  લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ પહેલ સાકાર થઇ છે. આ મોકા પર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, રામદાસ આઠવલે, રતનલાલ કટારિયા, ટ્રાન્સ જેન્ડર રાષ્ટ્રિય પરિષદના સભ્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે સોશ્યલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટના સચિવ આર સુબ્રમણ્યિમ પણ આ ડિજીટલ લૉન્ચમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતે કહ્યું કે સરકાર ટ્રાન્સ જેન્ડર્સ માટે નેશનલ પોર્ટલ વિકસાવીને દેશના કોઇપણ ખૂણેથી તેમને પ્રમાણપત્ર અને ઓળખપત્ર આપી મળી શકે તેવી સવલત ખડી કરાઇ છે. 

   

  2/6
 • વડોદરાના ગરિમા ગૃહની વાત કરતા લક્ષ્ય ટ્રસ્ટના ફાઉન્ડિંગ ટ્રસ્ટી સિલ્વેસ્ટર મર્ચન્ટે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું કે, ઘણા ટ્રાન્સજેન્ડર્સ હોય છે જે ભીખ માગવા નથી માંગતા કે નથી તેઓ દેહવ્યાપારમાં જોડાવા માગતા. તેઓ કોઇ ચોક્કસ સંપ્રદાય સાથે જોડાયેલા ન હોય, અથવા હોય પણ કામ કરવા માગતા હોય તો અને તેમને કોઇ ટેકો ન હોય ત્યારે અહીં ગરિમા ગૃહમાં તેમની પ્રાથમિક જરૂરિયાતો તો પુરી થશે જ પણ સાથે તેમને વોકેશનલ ટ્રેનિંગ પણ અપાશે. તસવીરમાં ગરિમા ગૃહના ઉદ્દઘાટન પ્રસંગે ઉજવણીમાં ભાગ લઇ રહેલા ટ્રાન્સ જેન્ડર્સ.

  વડોદરાના ગરિમા ગૃહની વાત કરતા લક્ષ્ય ટ્રસ્ટના ફાઉન્ડિંગ ટ્રસ્ટી સિલ્વેસ્ટર મર્ચન્ટે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું કે, ઘણા ટ્રાન્સજેન્ડર્સ હોય છે જે ભીખ માગવા નથી માંગતા કે નથી તેઓ દેહવ્યાપારમાં જોડાવા માગતા. તેઓ કોઇ ચોક્કસ સંપ્રદાય સાથે જોડાયેલા ન હોય, અથવા હોય પણ કામ કરવા માગતા હોય તો અને તેમને કોઇ ટેકો ન હોય ત્યારે અહીં ગરિમા ગૃહમાં તેમની પ્રાથમિક જરૂરિયાતો તો પુરી થશે જ પણ સાથે તેમને વોકેશનલ ટ્રેનિંગ પણ અપાશે. તસવીરમાં ગરિમા ગૃહના ઉદ્દઘાટન પ્રસંગે ઉજવણીમાં ભાગ લઇ રહેલા ટ્રાન્સ જેન્ડર્સ.

  3/6
 • સિલ્વેસ્ટર મર્ચન્ટે ઉમેર્યું કે દેશ આખામાં આવા ગરિમા ગૃહ ખડા કરાશે, બીજા તેર ગૃહ બનશે અને મુંબઇમાં બેથી વધુ હોય તેવી શક્યતાઓ છે પણ લક્ષ્ય ટ્ર્સ્ટ માટે ગર્વની વાત છે કે સૌથી પહેલું ગરિમા ગૃહ ગુજરાતમાં અને તે પણ વડોદરામાં બન્યું.

  સિલ્વેસ્ટર મર્ચન્ટે ઉમેર્યું કે દેશ આખામાં આવા ગરિમા ગૃહ ખડા કરાશે, બીજા તેર ગૃહ બનશે અને મુંબઇમાં બેથી વધુ હોય તેવી શક્યતાઓ છે પણ લક્ષ્ય ટ્ર્સ્ટ માટે ગર્વની વાત છે કે સૌથી પહેલું ગરિમા ગૃહ ગુજરાતમાં અને તે પણ વડોદરામાં બન્યું.

  4/6
 • તેમણે ઉમેર્યું કે અહીં 25 જણાને રહેવાની સગવડ છે. તેઓ અહીં આશરો મેળવશે પછી તેમને ગમતા ક્ષેત્રમાં વોકેશનલ ટ્રેનિંગ અપાશે અને ત્યાર બાદ તેઓ પોતાની કારકિર્દી ઘડશે. આ તેમનો કાયમી મુકામ નથી પણ એક પગથિયું છે જેનાથી તેઓ જીવનમાં આગળ વધશે. સિલ્વેસ્ટરે જણાવ્યું કે અત્યારે જ વિવિધ સ્થળેથી ગરિમા ગૃહ અંગેની ઇન્ક્વાયરીઝ પણ આવી રહી છે જે તેની જરૂરિયાત સાબિત કરે છે.

  તેમણે ઉમેર્યું કે અહીં 25 જણાને રહેવાની સગવડ છે. તેઓ અહીં આશરો મેળવશે પછી તેમને ગમતા ક્ષેત્રમાં વોકેશનલ ટ્રેનિંગ અપાશે અને ત્યાર બાદ તેઓ પોતાની કારકિર્દી ઘડશે. આ તેમનો કાયમી મુકામ નથી પણ એક પગથિયું છે જેનાથી તેઓ જીવનમાં આગળ વધશે. સિલ્વેસ્ટરે જણાવ્યું કે અત્યારે જ વિવિધ સ્થળેથી ગરિમા ગૃહ અંગેની ઇન્ક્વાયરીઝ પણ આવી રહી છે જે તેની જરૂરિયાત સાબિત કરે છે.

  5/6
 • આ કાર્યક્રમમાં આવેલા ટ્રાન્સ જેન્ડર્સે આ ગૃહની મહત્તાને તથા સરકારના આ પગલાંને વખાણ્યું હતું. લક્ષ્ય ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન, રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલે પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં આ પગલાંની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.

  આ કાર્યક્રમમાં આવેલા ટ્રાન્સ જેન્ડર્સે આ ગૃહની મહત્તાને તથા સરકારના આ પગલાંને વખાણ્યું હતું. લક્ષ્ય ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન, રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલે પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં આ પગલાંની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના વડોદરા શહેરમાં ટ્રાન્સજેન્ડર્સ એટલે કે વ્યંઢળો માટે દેશની સૌથી પહેલી હૉસ્ટેલનું ઉદ્ઘાટન થયું છે. મિનિસ્ટ્રી ઑફ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટની આ પહેલને પગલે લક્ષ્ય ટ્રસ્ટે આ હૉસ્ટેલ વડોદરા શહેરના મુજ મહુડા વિસ્તારમાં શરૂ થઇ છે અને આ નિમિત્તે લક્ષ્ય ટ્રસ્ટના ફાઉન્ડ મેમ્બર અને ટ્રસ્ટી સિલ્વેસ્ટર મર્ચન્ટે (સિલ્વી મર્ચન્ટે) ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાત કરી હતી. (તસવીર સૌજન્ય - સિલ્વેસ્ટર મર્ચન્ચ)

First Published: 15th December, 2020 19:08 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK