Tribute to Astad Deboo: જેની વિદાયથી આધુનિક નૃત્યની પરિભાષાનાનું સંતુલન ખોરવાયું

Updated: 14th December, 2020 22:15 IST | Chirantana Bhatt
  • અસ્ત દેબૂ જેમણે કથક, કથકલી જેવા શાસ્ત્રીય નૃત્યો આત્મસાત કરીને તેને એક નવું જ રૂપ આપ્યું, એક નવા આયામ પર તેમને મૂક્યા તેને યાદ કરતાં વડોદરાની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ ડિન તથા ભારતનાટ્યમ નૃત્યાંગના પ્રો.પારુલ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કહ્યું કે, "95ની સાલથી મેં એકથી વધુ વાર અસ્તદ સાથે ડાન્સ વર્કશોપ્સ કરી. પારસી ગુજરાતીમાં'હું આવસ' એમ કહેનારા અસ્તની મોટી ખોટ સાલશે." હજી 2019ની સાલમાં જ અસ્તદ દેબૂએ વડોદરા ખાતે પારુલ શાહના કહેણથી નૃત્યપર્વ 2019માં પોતાની કલાથી લોકોના હૈયે તાલ બેસાડ્યો હતો. 

    અસ્ત દેબૂ જેમણે કથક, કથકલી જેવા શાસ્ત્રીય નૃત્યો આત્મસાત કરીને તેને એક નવું જ રૂપ આપ્યું, એક નવા આયામ પર તેમને મૂક્યા તેને યાદ કરતાં વડોદરાની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ ડિન તથા ભારતનાટ્યમ નૃત્યાંગના પ્રો.પારુલ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કહ્યું કે, "95ની સાલથી મેં એકથી વધુ વાર અસ્તદ સાથે ડાન્સ વર્કશોપ્સ કરી. પારસી ગુજરાતીમાં'હું આવસ' એમ કહેનારા અસ્તની મોટી ખોટ સાલશે." હજી 2019ની સાલમાં જ અસ્તદ દેબૂએ વડોદરા ખાતે પારુલ શાહના કહેણથી નૃત્યપર્વ 2019માં પોતાની કલાથી લોકોના હૈયે તાલ બેસાડ્યો હતો. 

    1/13
  • પાંચ દાયકાની કારકિર્દીમાં અસ્તદ દેબૂએ ભારતમાં મોડર્ન ડાન્સનો પાયો નાખ્યો. તેમનું એક અનોખું ડાન્સ ફોર્મ હતું. તસવીરમાં પ્રો.પારુલ શાહ સાથે અસ્તદ દેબૂ.

    પાંચ દાયકાની કારકિર્દીમાં અસ્તદ દેબૂએ ભારતમાં મોડર્ન ડાન્સનો પાયો નાખ્યો. તેમનું એક અનોખું ડાન્સ ફોર્મ હતું. તસવીરમાં પ્રો.પારુલ શાહ સાથે અસ્તદ દેબૂ.

    2/13
  • પહેલા તો બી કૉમની ડિગ્રી કર્યા પછી અસ્તદે એ કર્યું જે કરવાની ઇચ્છા હતી અને લય-તાલ સાથો દોસ્તી પાક્કી કરી. કોમર્સની ડિગ્રી તો માત્ર પિતાને ખુશ કરવા કરી હતી. 

    પહેલા તો બી કૉમની ડિગ્રી કર્યા પછી અસ્તદે એ કર્યું જે કરવાની ઇચ્છા હતી અને લય-તાલ સાથો દોસ્તી પાક્કી કરી. કોમર્સની ડિગ્રી તો માત્ર પિતાને ખુશ કરવા કરી હતી. 

    3/13
  • છ વર્ષની વયે અસ્તદ દેબૂએ કથકની તાલીમ લેવાની શરૂઆત કરી જો કે શાસ્ત્રીય નૃત્ય શીખનારા અસ્તદને નૃત્યનું આધુનિકી સ્વરૂપ વધુ આકર્ષિત કરતું હતું. 

    છ વર્ષની વયે અસ્તદ દેબૂએ કથકની તાલીમ લેવાની શરૂઆત કરી જો કે શાસ્ત્રીય નૃત્ય શીખનારા અસ્તદને નૃત્યનું આધુનિકી સ્વરૂપ વધુ આકર્ષિત કરતું હતું. 

    4/13
  • તેમણે જ્યારે આઇકોનિક મરે લુઇ ડાન્સ કંપનીનો કાર્યક્રમ જોયો ત્યારે પોતાના ડાન્સર બનવાની મહેચ્છા વધુ ઘાટી બનાવી.  તસવીર- સત્યજીત દેસાઇ. અસ્તદ દેબુ  મુંબઇની સોફાયા કૉલેજમાં યોજાયેલ કાર્યક્રમમાં.

    તેમણે જ્યારે આઇકોનિક મરે લુઇ ડાન્સ કંપનીનો કાર્યક્રમ જોયો ત્યારે પોતાના ડાન્સર બનવાની મહેચ્છા વધુ ઘાટી બનાવી. 

    તસવીર- સત્યજીત દેસાઇ. અસ્તદ દેબુ  મુંબઇની સોફાયા કૉલેજમાં યોજાયેલ કાર્યક્રમમાં.

    5/13
  • તેમની યુનિક સ્ટાઇલ લોકોને હંમેશા આકર્ષતી, તેમના નૃત્યમાં એક સુફી પણું હતું, તાંડવ પણ હતું અને લાસ્ય પણ હતું. તસવીર- સત્યજીત દેસાઇ.

    તેમની યુનિક સ્ટાઇલ લોકોને હંમેશા આકર્ષતી, તેમના નૃત્યમાં એક સુફી પણું હતું, તાંડવ પણ હતું અને લાસ્ય પણ હતું. તસવીર- સત્યજીત દેસાઇ.

    6/13
  • ક્રિષ્ણા મહેતાના શોમાં અસ્તદ દેબૂ. તેઓ પોતે  તો પરફોર્મ કરતા જ પણ નવા ડાન્સર્સને પ્રોત્સાહન પણ આપતા અને સાથે મેન્ટલી ચેલેન્જ્ડ અને અંડર પ્રિવેલેજ્ડ બાળકોની સાથે પણ વર્કશોપ્સ કરતા. તસવીર-સત્યજીત દેસાઇ

    ક્રિષ્ણા મહેતાના શોમાં અસ્તદ દેબૂ. તેઓ પોતે  તો પરફોર્મ કરતા જ પણ નવા ડાન્સર્સને પ્રોત્સાહન પણ આપતા અને સાથે મેન્ટલી ચેલેન્જ્ડ અને અંડર પ્રિવેલેજ્ડ બાળકોની સાથે પણ વર્કશોપ્સ કરતા. તસવીર-સત્યજીત દેસાઇ

    7/13
  • ન્યૂ યોર્કમાં માર્થન ગ્રેહામ સ્કૂલમાં પ્રવેશ લઇ અસ્તદ દેબૂએ મોડર્ન ડાન્સ શીખવાની શરૂઆત કરી પણ તેઓ માત્ર એ ટેક્નિકને વળગી ન રહ્યા, કારણકે તેમાં તે બહુ કમ્ફર્ટેબલ ન હતા. આ વાત તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. તસવીરમાં લેકમે ફેશન વીકમાં મોનિકા અને કરિશ્માનું કલેક્શન દર્શાવતા અસ્તદ દેબૂ. તસવીર-શાદાબ ખાન

    ન્યૂ યોર્કમાં માર્થન ગ્રેહામ સ્કૂલમાં પ્રવેશ લઇ અસ્તદ દેબૂએ મોડર્ન ડાન્સ શીખવાની શરૂઆત કરી પણ તેઓ માત્ર એ ટેક્નિકને વળગી ન રહ્યા, કારણકે તેમાં તે બહુ કમ્ફર્ટેબલ ન હતા. આ વાત તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. તસવીરમાં લેકમે ફેશન વીકમાં મોનિકા અને કરિશ્માનું કલેક્શન દર્શાવતા અસ્તદ દેબૂ. તસવીર-શાદાબ ખાન

    8/13
  • પ્રતિષ્ઠિત નૃત્યકાર મલ્લિકા સારાભાઇએ અસ્ત દેબૂને યાદ કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું કે, "અસ્તદ એક નિડર કલાકાર હતા અને ખડકાળ તોફાની માર્ગે તે એકલા જ ચાલ્યા. તેઓ નૃત્યની નવી ભાષા રચવાને મામલે કોઇ સમાધાન ન કરતા, સતત હળવેથી આગળ ધપવું, ઘોંઘાટ વિના જે ખોટું થાય છે તેની પર ટિપ્પણી કરવી પછી તે રાજકારણ હોય કે હિંસા તે જ હતો અસ્તદનો સ્વભાવ. તે ક્યારેય અગ્રેસિવ નહોતા પણ મૌન રહી સાંખી પણ ન લેતા. તેમની સ્ટાઇલનું કોઇ નામ ન હતું, બસ એ અસ્તદ હતા અને તે લોકપ્રિય હતા અને અમે તેમને ખૂબ મિસ કરીશું." મલ્લિકા અને અસ્તદે સાથે ડાન્સ પ્રોડક્શન પર કામ કર્યું હતું.

    પ્રતિષ્ઠિત નૃત્યકાર મલ્લિકા સારાભાઇએ અસ્ત દેબૂને યાદ કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું કે, "અસ્તદ એક નિડર કલાકાર હતા અને ખડકાળ તોફાની માર્ગે તે એકલા જ ચાલ્યા. તેઓ નૃત્યની નવી ભાષા રચવાને મામલે કોઇ સમાધાન ન કરતા, સતત હળવેથી આગળ ધપવું, ઘોંઘાટ વિના જે ખોટું થાય છે તેની પર ટિપ્પણી કરવી પછી તે રાજકારણ હોય કે હિંસા તે જ હતો અસ્તદનો સ્વભાવ. તે ક્યારેય અગ્રેસિવ નહોતા પણ મૌન રહી સાંખી પણ ન લેતા. તેમની સ્ટાઇલનું કોઇ નામ ન હતું, બસ એ અસ્તદ હતા અને તે લોકપ્રિય હતા અને અમે તેમને ખૂબ મિસ કરીશું." મલ્લિકા અને અસ્તદે સાથે ડાન્સ પ્રોડક્શન પર કામ કર્યું હતું.

    9/13
  • અસ્તદ દેબૂ તાઇ ચી કરીને મને અને શરીર ફિટ રાખતા. તે કહેતા કે તેમનું નૃત્ય ફ્લેક્સિબલીટી અને કન્ટ્રોલનું છે, તેનાથી સંતુલિતતા અને ફિટનેસ આવે છે. 

    અસ્તદ દેબૂ તાઇ ચી કરીને મને અને શરીર ફિટ રાખતા. તે કહેતા કે તેમનું નૃત્ય ફ્લેક્સિબલીટી અને કન્ટ્રોલનું છે, તેનાથી સંતુલિતતા અને ફિટનેસ આવે છે. 

    10/13
  • અસ્તદ દેબૂને 1997માં સંગીત નાટક અકાદમીનો એવોર્ડ એનાયત થયો હતો. - તસવીર-દત્તા કુંભાર

    અસ્તદ દેબૂને 1997માં સંગીત નાટક અકાદમીનો એવોર્ડ એનાયત થયો હતો. - તસવીર-દત્તા કુંભાર

    11/13
  • 2008માં તેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું. તસવીરમાં સલામ બોમ્બે ફાઉન્ડેશનના બાળકો સાથે અસ્તદ દેબૂ. તસવીર સંતોષ નાગવેકર.

    2008માં તેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું. તસવીરમાં સલામ બોમ્બે ફાઉન્ડેશનના બાળકો સાથે અસ્તદ દેબૂ. તસવીર સંતોષ નાગવેકર.

    12/13
  • અસ્તદનું આ મૃદુ પણ સત્વ ભાવથી છલકાતું સ્મિત અને તેમના નૃત્યની રચાતું તેજ હંમેશા મિસ થશે.

    અસ્તદનું આ મૃદુ પણ સત્વ ભાવથી છલકાતું સ્મિત અને તેમના નૃત્યની રચાતું તેજ હંમેશા મિસ થશે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

જેમને નૃત્યમાં રસ છે તે અસ્તદ દેબૂના (Astad Deboo) નામથી અજાણ્યા નથી. 10મી ડિસેમ્બરે આપણે આ દિગ્ગજ કલાકારને ગુમાવ્યા. મુંબઇની પોદ્દાર કૉલેજમાં ભણેલા અને જેણે જુહુના પૃથ્વી થિએટરમાં પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું હતું તેવા અસ્તદને અનેક નૃત્યકારોએ પોતાના શબ્દોમાં અંજલી આપી. (તસવીર સૌજન્ય- મિડ ડે આર્કાઇ્ઝ અને પ્રો.પારુલ શાહ ફેસબૂક એકાઉન્ટ)

First Published: 14th December, 2020 20:32 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK