26/11 મુંબઈ ટેરર-અટૅક: એ ગોઝારી રાત કેમ ભુલી શકાય!

Published: 26th November, 2020 11:36 IST | Rachana Joshi
 • 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ શહેર પર પાકિસ્તાનના 10 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં સુરક્ષાકર્મીઓ અને વિદેશીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદી હુમલાને ભારતનો સોથી ભયાનક આતંકવાદી હુમલો કહેવાય છે.

  26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ શહેર પર પાકિસ્તાનના 10 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં સુરક્ષાકર્મીઓ અને વિદેશીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદી હુમલાને ભારતનો સોથી ભયાનક આતંકવાદી હુમલો કહેવાય છે.

  1/20
 • ચાબડ લુબાવિચનું આયોજન કરનાર યહૂદી વિસ્તારના જૂથ નરીમાન હાઉસને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં ઇઝરાઇલી રબ્બી ગેવરિયલ હોલ્ટઝબર્ગ અને તેની પત્ની રિક્વાહ માર્યા ગયા હતા. આ દંપતીનો પુત્ર મોશે (ત્યારે બે વર્હનો હતો), તે પીડિતોમાંનો એક છે. જે આ દુર્ઘટનામાં બચી ગયો હતો.

  ચાબડ લુબાવિચનું આયોજન કરનાર યહૂદી વિસ્તારના જૂથ નરીમાન હાઉસને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં ઇઝરાઇલી રબ્બી ગેવરિયલ હોલ્ટઝબર્ગ અને તેની પત્ની રિક્વાહ માર્યા ગયા હતા. આ દંપતીનો પુત્ર મોશે (ત્યારે બે વર્હનો હતો), તે પીડિતોમાંનો એક છે. જે આ દુર્ઘટનામાં બચી ગયો હતો.

  2/20
 • હુમલો એવા વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જ્યાં સામાન્ય રીતે વિદેશી નાગરિકોની અવરજવર વધુ હોય છે. આ સ્થળોમાં ઓબેરોય હોટેલ અને લિયોપોલ્ડ કૅફેનો સમાવેશ થાય છે. આ સ્થળો પર નિયંત્રણ મેળવવા માટે અને પરિસ્થિતિ સામાન્ય થાય તે માટે પોલીસ દળને સંપૂર્ણ શહેરમાં તૈનાત કરવામાં આવ્યું હતું.

  હુમલો એવા વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જ્યાં સામાન્ય રીતે વિદેશી નાગરિકોની અવરજવર વધુ હોય છે. આ સ્થળોમાં ઓબેરોય હોટેલ અને લિયોપોલ્ડ કૅફેનો સમાવેશ થાય છે. આ સ્થળો પર નિયંત્રણ મેળવવા માટે અને પરિસ્થિતિ સામાન્ય થાય તે માટે પોલીસ દળને સંપૂર્ણ શહેરમાં તૈનાત કરવામાં આવ્યું હતું.

  3/20
 • ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ઓફિસ, વિધાનસભા અને બૃહદમુંબઈ મ્યનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ઓફિસ નજીક હુમલાઓ ચાલુ થતા હોવાથી બચાવ કાર્યકરોએ પીડિતોને મદદ કરવા ઝડપથી કામગીરી શરૂ કરી દીધી હતી. મૃતકોને બહાર ખસેડવામાં આવ્યા હતા અને આતંકી હુમલામાં ઘાયલ થયેલા લોકોને સહાય પૂરી પાડવામાં આવી હતી.

  ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ઓફિસ, વિધાનસભા અને બૃહદમુંબઈ મ્યનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ઓફિસ નજીક હુમલાઓ ચાલુ થતા હોવાથી બચાવ કાર્યકરોએ પીડિતોને મદદ કરવા ઝડપથી કામગીરી શરૂ કરી દીધી હતી. મૃતકોને બહાર ખસેડવામાં આવ્યા હતા અને આતંકી હુમલામાં ઘાયલ થયેલા લોકોને સહાય પૂરી પાડવામાં આવી હતી.

  4/20
 • લોકપ્રિય હોટેલ અને રેસ્ટોરાં ઉપરાંત આતંકીઓએ જીટી અને કામા હોસ્પિટલો પર પણ હુમલો કર્યો હતો. બહાદુર ડોકટરો અને અન્ય તબીબી કર્મચારીઓએ એક થઈને વ્યૂહરચના બનાવી હતી અને શક્ય તેટલા દર્દીઓને સલામત સ્થળે ખસેડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

  લોકપ્રિય હોટેલ અને રેસ્ટોરાં ઉપરાંત આતંકીઓએ જીટી અને કામા હોસ્પિટલો પર પણ હુમલો કર્યો હતો. બહાદુર ડોકટરો અને અન્ય તબીબી કર્મચારીઓએ એક થઈને વ્યૂહરચના બનાવી હતી અને શક્ય તેટલા દર્દીઓને સલામત સ્થળે ખસેડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

  5/20
 • વિદેશી નાગરિકો અને મુલાકાતીઓ, જેમને બંધક બનાવ્યા ન હતા, તેઓને હુમલા સ્થળોથી ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા. મુંબઈની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ની ટીમે ઝડપથી પરિસ્થિતિને કાબૂમાં કરી હતી.

  વિદેશી નાગરિકો અને મુલાકાતીઓ, જેમને બંધક બનાવ્યા ન હતા, તેઓને હુમલા સ્થળોથી ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા. મુંબઈની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ની ટીમે ઝડપથી પરિસ્થિતિને કાબૂમાં કરી હતી.

  6/20
 • મુંબઈ પોલીસ અને મુંબઈ એટીએસને ભારતીય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના સૈનિકોની પણ મદદ મળી હતી, જેઓ જવાબી હુમલા માટે તેમની સાથે જોડાયા હતા. અહીં એક પોલીસ અધિકારી નરીમાન હાઉસની બહારની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતો જોવા મળે છે.

  મુંબઈ પોલીસ અને મુંબઈ એટીએસને ભારતીય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના સૈનિકોની પણ મદદ મળી હતી, જેઓ જવાબી હુમલા માટે તેમની સાથે જોડાયા હતા. અહીં એક પોલીસ અધિકારી નરીમાન હાઉસની બહારની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતો જોવા મળે છે.

  7/20
 • દક્ષિણ મુંબઈની આઈકોનિક કોલાબા સ્થિત તાજ મહલ પેલેસ અને ટાવર હોટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હોટેલમાં કુલ છ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ મળ્યા હતાં. જેના કારણે બિલ્ડિંગમાં મોટી આગ લાગી હતી.

  દક્ષિણ મુંબઈની આઈકોનિક કોલાબા સ્થિત તાજ મહલ પેલેસ અને ટાવર હોટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હોટેલમાં કુલ છ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ મળ્યા હતાં. જેના કારણે બિલ્ડિંગમાં મોટી આગ લાગી હતી.

  8/20
 • પોલીસ દળ ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે જાણ થઈ હતી કે હુમલાખોરોએ ઘણા લોકોને બંધક બનાવ્યા છે. અંદર ફસાયેલા લોકોમાં યુરોપિયન સંસદના સભ્યો પણ હતા.

  પોલીસ દળ ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે જાણ થઈ હતી કે હુમલાખોરોએ ઘણા લોકોને બંધક બનાવ્યા છે. અંદર ફસાયેલા લોકોમાં યુરોપિયન સંસદના સભ્યો પણ હતા.

  9/20
 • તાજ મહલ હોટેલના ઉપરના માળે આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી. આગને કાબૂમાં કરવા માટે ફાયર બ્રિગેડના જવાનોને બહુ તકલીફ પડી હતી. હોટલની લોબી, બે એલિવેટર અને ત્રણ રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયાં હતાં.

  તાજ મહલ હોટેલના ઉપરના માળે આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી. આગને કાબૂમાં કરવા માટે ફાયર બ્રિગેડના જવાનોને બહુ તકલીફ પડી હતી. હોટલની લોબી, બે એલિવેટર અને ત્રણ રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયાં હતાં.

  10/20
 • અગ્નિશમન દળના અધિકારીઓએ માત્ર આગને કાબૂમાં લાવવાનું જ કામ નહોતું કર્યું. પરંતુ તાજ મહલ હોટેલ પર બચાવ કામગીરીમાં પણ મદદ કરી હતી. હોટેલની અંદર ફસાયેલા ઘણા કર્મચારીઓ અને મહેમાનોને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

  અગ્નિશમન દળના અધિકારીઓએ માત્ર આગને કાબૂમાં લાવવાનું જ કામ નહોતું કર્યું. પરંતુ તાજ મહલ હોટેલ પર બચાવ કામગીરીમાં પણ મદદ કરી હતી. હોટેલની અંદર ફસાયેલા ઘણા કર્મચારીઓ અને મહેમાનોને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

  11/20
 • ઘણા લોકો કે જેઓ હોટલની અંદર ફસાઈ ગયા હતા તેઓ હુમલા સ્થળેથી છટકી જવા માટે પડદા પર લટકીને અને સળિયા પરથિ ઉતરવાનો પ્રયત્ન કરીને બહાર આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

  ઘણા લોકો કે જેઓ હોટલની અંદર ફસાઈ ગયા હતા તેઓ હુમલા સ્થળેથી છટકી જવા માટે પડદા પર લટકીને અને સળિયા પરથિ ઉતરવાનો પ્રયત્ન કરીને બહાર આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

  12/20
 • આ તસવીર તાજ મહેલ હોટેલની બહારની છે. જે 26 નવેમ્બર 2008ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાની યાદ તાજી કરે છે. અંદર ફસાયેલ લોકો કઈ રીતે પોતાનો જીવ બચાવીને બહાર આવ્યા હશે તે આ તસવીર પરથી સમજી શકાય છે. આ તસવીર જાણે આતંકવાદી હુમલાની ભયાનકતાનું પ્રતીક છે.

  આ તસવીર તાજ મહેલ હોટેલની બહારની છે. જે 26 નવેમ્બર 2008ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાની યાદ તાજી કરે છે. અંદર ફસાયેલ લોકો કઈ રીતે પોતાનો જીવ બચાવીને બહાર આવ્યા હશે તે આ તસવીર પરથી સમજી શકાય છે. આ તસવીર જાણે આતંકવાદી હુમલાની ભયાનકતાનું પ્રતીક છે.

  13/20
 • ઘાયલ થયેલ એક અજાણ્યો શખ્સ તાજ મહેલ હોટેલની બહાર બેઠેલો જોવા મળે છે. હુમલામાં બચી ગયેલ આ વ્યક્તિના શરીર પરના ઘા ભલે દેખાય છે પણ મનનો ડર વર્ણવી શકાય તેમ નથી! હુમલાની ભયાનકતા તેની આંખોમાં જોઈ શકાય છે, સાથે જ મનમાં બચી ગયાનો હાશકારો તો હશે જ.

  ઘાયલ થયેલ એક અજાણ્યો શખ્સ તાજ મહેલ હોટેલની બહાર બેઠેલો જોવા મળે છે. હુમલામાં બચી ગયેલ આ વ્યક્તિના શરીર પરના ઘા ભલે દેખાય છે પણ મનનો ડર વર્ણવી શકાય તેમ નથી! હુમલાની ભયાનકતા તેની આંખોમાં જોઈ શકાય છે, સાથે જ મનમાં બચી ગયાનો હાશકારો તો હશે જ.

  14/20
 • આખી રાત હુમલાખોરો સામે લડયા પછી, ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના સભ્યો તાજ હોટલની બહારના સ્મારક પર થોડીક ક્ષણો માટે આરામ કરતા નજરે ચડયા હતા. આ હુમલા દરમિયાન અનેક સુરક્ષા કર્મીઓને ઈજાઓ પણ પહોંચી હતી.

  આખી રાત હુમલાખોરો સામે લડયા પછી, ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના સભ્યો તાજ હોટલની બહારના સ્મારક પર થોડીક ક્ષણો માટે આરામ કરતા નજરે ચડયા હતા. આ હુમલા દરમિયાન અનેક સુરક્ષા કર્મીઓને ઈજાઓ પણ પહોંચી હતી.

  15/20
 • સતત પ્રયત્નોને પગલે ઘણા વિદેશી નાગરિકોને, બંધકોને આખરે મુક્ત કરવામાં આવ્યા હતા.

  સતત પ્રયત્નોને પગલે ઘણા વિદેશી નાગરિકોને, બંધકોને આખરે મુક્ત કરવામાં આવ્યા હતા.

  16/20
 • તાજ મહેલ હોટેલની બહાર ધુમાડો. આતંકી હુમલા બાદ લોકોમાં ભય અને ગુસ્સો છવાયો હતો.

  તાજ મહેલ હોટેલની બહાર ધુમાડો. આતંકી હુમલા બાદ લોકોમાં ભય અને ગુસ્સો છવાયો હતો.

  17/20
 • છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પર ભયંકર હુમલો થયો હતો. વિશ્વના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનોમાંથી એક હોવાને કારણે આતંકવાદીએ ઝડપથી સેંકડો લોકોને મારી નાખ્યા હતા. પોલીસ અધિકારીઓ બચેલાઓને મદદ કરવા સ્ટેશન પર ફરી રહ્યાં છે.

  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પર ભયંકર હુમલો થયો હતો. વિશ્વના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનોમાંથી એક હોવાને કારણે આતંકવાદીએ ઝડપથી સેંકડો લોકોને મારી નાખ્યા હતા. પોલીસ અધિકારીઓ બચેલાઓને મદદ કરવા સ્ટેશન પર ફરી રહ્યાં છે.

  18/20
 • હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા સુરક્ષા દળોમાં વિજય સલાસકર, અશોક કામતે, હેમંત કરકરે અને મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને અસંખ્ય અન્ય લોકોનો છે.

  હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા સુરક્ષા દળોમાં વિજય સલાસકર, અશોક કામતે, હેમંત કરકરે અને મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને અસંખ્ય અન્ય લોકોનો છે.

  19/20
 • એકલો આતંકી જે જીવતો પકડાયો તે અજમલ અમીર કસાબ હતો. કસાબે ખુલાસો કર્યો કે હુમલો કરનારા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સભ્યો હતા. 21 નવેમ્બર, 2012 ના રોજ કસાબને ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે જૂથના રિંગ્લેડર અને ભારતના સૌથી ભયાનક આતંકવાદી હુમલા પાછળનો માસ્ટર માઇન્ડ હાફિઝ મોહમ્મદ સઇદ હજી પણ પોતાના વતન પાકિસ્તાનમાં રહે છે.

  એકલો આતંકી જે જીવતો પકડાયો તે અજમલ અમીર કસાબ હતો. કસાબે ખુલાસો કર્યો કે હુમલો કરનારા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સભ્યો હતા. 21 નવેમ્બર, 2012 ના રોજ કસાબને ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે જૂથના રિંગ્લેડર અને ભારતના સૌથી ભયાનક આતંકવાદી હુમલા પાછળનો માસ્ટર માઇન્ડ હાફિઝ મોહમ્મદ સઇદ હજી પણ પોતાના વતન પાકિસ્તાનમાં રહે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ભારતના ઈતિહાસમાં થયેલો સૌથી ભયાનક આતંકવાદી હુમલો એટલે 26/11 મુંબઈ ટેરર-અટૅક. 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી આવેલ 10 સશસ્ત્ર સજ્જ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો અને તેને હલાવી નાખ્યું હતું. વર્ષ 2008માં પાકિસ્તાનના કેટલાક લોકોએ બોટ દ્વારા મુંબઇમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈની તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, સીએસટી સ્ટેશન, લિયોપોલ્ડ કેફે, મેટ્રો સિનેમા, મુંબઈ છબડ હાઉસ અને ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં આ આતંકવાદી હુમલો કર્યો હતો. હુમલો લગભગ 60 કલાક ચાલ્યો હતો. જેમાં સુરક્ષાકર્મીઓ અને વિદેશીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. 26/11 મુંબઈ ટેરર-અટૅકને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેટલીક તસવીરો પર નજર કરીએ જે ધ્રુજારી અપાવે તેવી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK