વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Jan 27, 2019, 14:33 IST
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 52મી વખત દેશની જનતા સાથે મનકી બાત કરી. વર્ષ 2019નું આ પહેલું પ્રસારણ હતું. આ મનકી બાતમાં તેમણે ચૂંટણીપંચ, યુવાનોના મતદાન વિશે વાત કરી. પીએમએ વોટના મહત્વ પર વાત કરીને કહ્યું છે કે મતદાન કરવું અમારું કર્તવ્ય છે અને વોટ ન કરવા પર આપણને પીડા થવી જોઈએ.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 52મી વખત દેશની જનતા સાથે મનકી બાત કરી. વર્ષ 2019નું આ પહેલું પ્રસારણ હતું. આ મનકી બાતમાં તેમણે ચૂંટણીપંચ, યુવાનોના મતદાન વિશે વાત કરી. પીએમએ વોટના મહત્વ પર વાત કરીને કહ્યું છે કે મતદાન કરવું અમારું કર્તવ્ય છે અને વોટ ન કરવા પર આપણને પીડા થવી જોઈએ.

  1/10
 • પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજે તેની બાળપણની સાથી કિંજલ પરીખ સાથે પરણી ગયો છે. ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલા દિગસરમાં બંનેએ નિકટના સગાઓની હાજરીમાં સાત ફેરા લીધા. અત્યંત સાદાઈપૂર્વક તેમની લગ્નવિધિ યોજાઈ ગઈ.

  પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજે તેની બાળપણની સાથી કિંજલ પરીખ સાથે પરણી ગયો છે. ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલા દિગસરમાં બંનેએ નિકટના સગાઓની હાજરીમાં સાત ફેરા લીધા. અત્યંત સાદાઈપૂર્વક તેમની લગ્નવિધિ યોજાઈ ગઈ.

  2/10
 • વડાપ્રધાન મોદી આજે તામિલનાડુ અને કેરળના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે સવારે પહેલા તામિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા. જ્યાં તેમણે AIIMSનો શિલાન્યાસ કર્યો. બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી કેરળ અને તામિલનાડુના લોકો માટે કેટલીક યોજનાઓનો શિલાન્યાસ કર્યો.

  વડાપ્રધાન મોદી આજે તામિલનાડુ અને કેરળના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે સવારે પહેલા તામિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા. જ્યાં તેમણે AIIMSનો શિલાન્યાસ કર્યો. બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી કેરળ અને તામિલનાડુના લોકો માટે કેટલીક યોજનાઓનો શિલાન્યાસ કર્યો.

  3/10
 • યોગગુરૂ બાબા રામદેવે આઝાદી પછી અત્યાર સુધી કોઈ સંન્યાસીને ભારતરત્ન ન મળવા અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમણે સરકારને આગ્રહ કર્યો છે કે આગામી વખતે આ સર્વોચ્ચ સન્માન કોઈ સંન્યાસીને પણ આપવામાં આવે. રામદેવે કહ્યું, "દુર્ભાગ્ય છે કે 70 વર્ષોમાં એકપણ સંન્યાસીને ભારતરત્ન નથી મળ્યો." 

  યોગગુરૂ બાબા રામદેવે આઝાદી પછી અત્યાર સુધી કોઈ સંન્યાસીને ભારતરત્ન ન મળવા અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમણે સરકારને આગ્રહ કર્યો છે કે આગામી વખતે આ સર્વોચ્ચ સન્માન કોઈ સંન્યાસીને પણ આપવામાં આવે. રામદેવે કહ્યું, "દુર્ભાગ્ય છે કે 70 વર્ષોમાં એકપણ સંન્યાસીને ભારતરત્ન નથી મળ્યો." 

  4/10
 • આઇસીઆઇસીઆઇ બેંકની પૂર્વ સીઇઓ ચંદા કોચર વિરુદ્ધ એફઆઇઆર નોંધનારા સીબીઆઇ ઓફિસપ સુધાંશુ ધર મિશ્રાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સીબીઆઇએ કોચર વિરુદ્ધ આ કાર્યવાહી 22 જાન્યુઆરીના રોજ કરી હતી. બેંકિંગ સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલ (બીએસએફસી)માં એસપી સુધાંશુને રાંચીમાં સીબીઆઇની ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચ (આર્થિક અપરાધ શાખા)માં મોકલી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વિશ્વજીત દાસને આ કેસની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા દાસ કોલકાતામાં સીબીઆઇની ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચમાં એસપી હતા.

  આઇસીઆઇસીઆઇ બેંકની પૂર્વ સીઇઓ ચંદા કોચર વિરુદ્ધ એફઆઇઆર નોંધનારા સીબીઆઇ ઓફિસપ સુધાંશુ ધર મિશ્રાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સીબીઆઇએ કોચર વિરુદ્ધ આ કાર્યવાહી 22 જાન્યુઆરીના રોજ કરી હતી. બેંકિંગ સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલ (બીએસએફસી)માં એસપી સુધાંશુને રાંચીમાં સીબીઆઇની ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચ (આર્થિક અપરાધ શાખા)માં મોકલી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વિશ્વજીત દાસને આ કેસની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા દાસ કોલકાતામાં સીબીઆઇની ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચમાં એસપી હતા.

  5/10
 • મધ્યપ્રદેશના સિંગરૌલીમાં 70 ફૂટ ઊંડા બોરવેલમાં 3 વર્ષના બાળકને 12 કલાકોના પ્રયત્નો પછી રવિવારે સુરક્ષિત કાઢી લેવામાં આવ્યો. ઘટના ચિતરંગીના ખેડાર ગામની છે. બાળક લગભગ 25 ફૂટની ઊંડાઈએ ફસાયો હતો. બાળકના ફસાયા હોવાની ઘટનાની જાણકારી મળ્યા પછી એડમિનિસ્ટ્રેશન અને બચાવટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

  મધ્યપ્રદેશના સિંગરૌલીમાં 70 ફૂટ ઊંડા બોરવેલમાં 3 વર્ષના બાળકને 12 કલાકોના પ્રયત્નો પછી રવિવારે સુરક્ષિત કાઢી લેવામાં આવ્યો. ઘટના ચિતરંગીના ખેડાર ગામની છે. બાળક લગભગ 25 ફૂટની ઊંડાઈએ ફસાયો હતો. બાળકના ફસાયા હોવાની ઘટનાની જાણકારી મળ્યા પછી એડમિનિસ્ટ્રેશન અને બચાવટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

  6/10
 • ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર બનેલી કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા- ધ ક્વીન ઓફ ઝાંસી'એ ગણતંત્ર દિવસની રજામાં ટંકશાળ પાડી દીધી. 26 જાન્યુઆરીના રોજ થયેલા ફિલ્મના કલેક્શન્સે 100 ટકા કરતા વધુ ઉછાળો મેળવ્યો અને બે જ દિવસમાં 26 કરોડથી વધુ મેળવી લીધા છે. આ રકમ હિંદી, તમિલ અને તેલુગુ ભાષાઓની કુલ રકમ છે. આ સાથે જ મણિકર્ણિકાએ રેકોર્ડ પણ બનાવી લીધો છે. 

  ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર બનેલી કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા- ધ ક્વીન ઓફ ઝાંસી'એ ગણતંત્ર દિવસની રજામાં ટંકશાળ પાડી દીધી. 26 જાન્યુઆરીના રોજ થયેલા ફિલ્મના કલેક્શન્સે 100 ટકા કરતા વધુ ઉછાળો મેળવ્યો અને બે જ દિવસમાં 26 કરોડથી વધુ મેળવી લીધા છે. આ રકમ હિંદી, તમિલ અને તેલુગુ ભાષાઓની કુલ રકમ છે. આ સાથે જ મણિકર્ણિકાએ રેકોર્ડ પણ બનાવી લીધો છે. 

  7/10
 • બીજેપી મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ફિલ્મી સિતારાઓને લોકસભા ઉમેદવાર બનાવવાની માંગને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. વિજયવર્ગીયે કહ્યું, 'કોંગ્રેસ પાસે નેતા નથી, એટલે તે ચોકલેટી ચહેરાઓના માધ્યમથી ચૂંટણીમાં ઉતરવા માંગે છે. તે કોંગ્રેસની અંદર આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે. કોઈ કરીના કપૂરનું નામ ચલાવે છે, કોઈ સલમાનનું અને ક્યારેક પ્રિયંકા ગાંધીને લઈ આવે છે.'

  બીજેપી મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ફિલ્મી સિતારાઓને લોકસભા ઉમેદવાર બનાવવાની માંગને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. વિજયવર્ગીયે કહ્યું, 'કોંગ્રેસ પાસે નેતા નથી, એટલે તે ચોકલેટી ચહેરાઓના માધ્યમથી ચૂંટણીમાં ઉતરવા માંગે છે. તે કોંગ્રેસની અંદર આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે. કોઈ કરીના કપૂરનું નામ ચલાવે છે, કોઈ સલમાનનું અને ક્યારેક પ્રિયંકા ગાંધીને લઈ આવે છે.'

  8/10
 • સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન રવિવારે કર્ણાટકના બેલંદૂરના પીવીઆરમાં ઉરી ફિલ્મ જોવા માટે પહોંચ્યા. તેમની સાથે સેનાના રિટાયર્ડ અધિકારી અને સૈનિક પણ હતા. સંરક્ષણમંત્રીએ પોતે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. 

  સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન રવિવારે કર્ણાટકના બેલંદૂરના પીવીઆરમાં ઉરી ફિલ્મ જોવા માટે પહોંચ્યા. તેમની સાથે સેનાના રિટાયર્ડ અધિકારી અને સૈનિક પણ હતા. સંરક્ષણમંત્રીએ પોતે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. 

  9/10
 • પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવાના સમાચાર પછી આગામી સામાન્ય ચૂંટણી લડવા માટે તેમની લોકસભા સીટને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવાવમાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ અને પાર્ટીના પૂર્વાંચલના પ્રભારી પ્રિયંકા ગાંધીને વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવાની માંગ કરવામાં આવી છે. આ માંગ વારાણસી જિલ્લા કોંગ્રેસે કરી છે. આ સંબંધે જિલ્લા કોંગ્રેસે ઠરાવ પસાર કરીને પાર્ટીના ટોચના કમાનને પોતાની માંગ મોકલી દીધી છે. 

  પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવાના સમાચાર પછી આગામી સામાન્ય ચૂંટણી લડવા માટે તેમની લોકસભા સીટને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવાવમાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ અને પાર્ટીના પૂર્વાંચલના પ્રભારી પ્રિયંકા ગાંધીને વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવાની માંગ કરવામાં આવી છે. આ માંગ વારાણસી જિલ્લા કોંગ્રેસે કરી છે. આ સંબંધે જિલ્લા કોંગ્રેસે ઠરાવ પસાર કરીને પાર્ટીના ટોચના કમાનને પોતાની માંગ મોકલી દીધી છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK