વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 15, 2019, 15:06 IST | Vikas Kalal
 •  પુલવામામાં થયેલા હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચ્યા છે.અહીં તેઓ CRPF અને સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરીને સ્થિતિનો તાગ મેળવશે. ગઈકાલે થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા છે.

   પુલવામામાં થયેલા હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચ્યા છે.અહીં તેઓ CRPF અને સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરીને સ્થિતિનો તાગ મેળવશે. ગઈકાલે થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા છે.

  1/8
 • પુલવામામાં હુમલા બાદ લોકોમાં ગુસ્સો ફાટી નિકળ્યો છે. પાકિસ્તાન હાઈ કમિશનની ઑફિસની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ પાકિસ્તાનના ઉચ્ચ આયોગને વિદેશ સચિવે સમન્સ મોકલ્યું છે.

  પુલવામામાં હુમલા બાદ લોકોમાં ગુસ્સો ફાટી નિકળ્યો છે. પાકિસ્તાન હાઈ કમિશનની ઑફિસની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ પાકિસ્તાનના ઉચ્ચ આયોગને વિદેશ સચિવે સમન્સ મોકલ્યું છે.

  2/8
 • CRPF પર થયેલા આતંકી હુમલાની વડાપ્રધાન મોદીએ નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે સેનાને કાર્યવાહી કરવાની પુરી સ્વતંત્રતા આપી છે. સાથે તેમણે પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે.

  CRPF પર થયેલા આતંકી હુમલાની વડાપ્રધાન મોદીએ નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે સેનાને કાર્યવાહી કરવાની પુરી સ્વતંત્રતા આપી છે. સાથે તેમણે પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે.

  3/8
 • જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાનો પડઘો પુરા વિશ્વમાં પહોચ્યો છે. ત્યારે પાકિસ્તાને આ અંગે પુલવામામાં થયેલ આતંકી હુમલામાં પોતાની પોઇ પણ પ્રકારની ભુમીકા હોવાનો ઇન્કાર કર્યો છે. ત્યારે બીજી તરફ વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે, પાકિસ્તન તુરંત તેમની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરે. અમેરિકાના વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં પાકિસ્તાનનું નામ લઈને કહ્યું છે કે, દરેક દેશે આતંક સામે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ અંર્તગત તેમની જવાબદારી સમજવી પડશે અને આતંકીઓને આસરો આપવાનું બંધ કરવું પડશે. અમે આતંકવાદનો મુકાબલો કરવા દરેક સ્થિતિમાં ભારત સાથે ઉભા છીએ.

  જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાનો પડઘો પુરા વિશ્વમાં પહોચ્યો છે. ત્યારે પાકિસ્તાને આ અંગે પુલવામામાં થયેલ આતંકી હુમલામાં પોતાની પોઇ પણ પ્રકારની ભુમીકા હોવાનો ઇન્કાર કર્યો છે. ત્યારે બીજી તરફ વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે, પાકિસ્તન તુરંત તેમની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરે. અમેરિકાના વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં પાકિસ્તાનનું નામ લઈને કહ્યું છે કે, દરેક દેશે આતંક સામે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ અંર્તગત તેમની જવાબદારી સમજવી પડશે અને આતંકીઓને આસરો આપવાનું બંધ કરવું પડશે. અમે આતંકવાદનો મુકાબલો કરવા દરેક સ્થિતિમાં ભારત સાથે ઉભા છીએ.

  4/8
 •  ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાના પરિવારના સભ્યની સારવારનું બિલ રૂ.15 લાખથી વધારે હોય તેવા કિસ્સામાં વિધાનસભા સચિવને તત્કાલ રૂ.15 લાખ ચૂકવવા આરોગ્ય વિભાગે આદેશો કર્યા છે. સરકારમાંથી એક રૂપિયો પણ મંજૂર કરાવવો હોય તો કર્મચારી અને સામાન્ય નાગરિક માટે પાદર્શકતાને નામે કારણો, ખર્ચના બિલો, તેના વેલ્યુએશનના પ્રમાણો સાથે નાણામંત્રીથી લઈ મુખ્યમંત્રી પાસે મહિનાઓ સુધી ફાઈલો અટવાયેલી રહે છે. પરંતુ, ધારાસભ્યો માટે સરકારની તિજોરી ખુલ્લી મુકાય છે. આરોગ્ય વિભાગે ધારાસભ્યો અને તેમના પરિવારના મેડિકલ ખર્ચ સંદર્ભે વર્ષ 2016ની નીતિ રદ કરી તાજેતરમાં નવો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે

   ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાના પરિવારના સભ્યની સારવારનું બિલ રૂ.15 લાખથી વધારે હોય તેવા કિસ્સામાં વિધાનસભા સચિવને તત્કાલ રૂ.15 લાખ ચૂકવવા આરોગ્ય વિભાગે આદેશો કર્યા છે. સરકારમાંથી એક રૂપિયો પણ મંજૂર કરાવવો હોય તો કર્મચારી અને સામાન્ય નાગરિક માટે પાદર્શકતાને નામે કારણો, ખર્ચના બિલો, તેના વેલ્યુએશનના પ્રમાણો સાથે નાણામંત્રીથી લઈ મુખ્યમંત્રી પાસે મહિનાઓ સુધી ફાઈલો અટવાયેલી રહે છે. પરંતુ, ધારાસભ્યો માટે સરકારની તિજોરી ખુલ્લી મુકાય છે. આરોગ્ય વિભાગે ધારાસભ્યો અને તેમના પરિવારના મેડિકલ ખર્ચ સંદર્ભે વર્ષ 2016ની નીતિ રદ કરી તાજેતરમાં નવો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે

  5/8
 • ટી-સિરીઝ હવે ડિજિટલ દુનિયામાં એન્ટ્રી લેવા જઈ રહ્યું છે. આ વેન્ચર વિનોદ ભાનુશાલીના નેતૃત્વ કરશે. જે હાલ ટી-સિરીઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ અને મ્યૂઝિક એક્જીબિશનના અધ્યક્ષ  છે. ટી-સીરીઝ પહેલા નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર અને જી5 જેવા પ્લેટફોર્મ ડિજિટલ માધ્યમ પર કામ કરી રહ્યા છે. હવે ટી-સીરીઝ પણ આ પ્લેટફોર્મ પર પણ આવી રહ્યું છે.

  ટી-સિરીઝ હવે ડિજિટલ દુનિયામાં એન્ટ્રી લેવા જઈ રહ્યું છે. આ વેન્ચર વિનોદ ભાનુશાલીના નેતૃત્વ કરશે. જે હાલ ટી-સિરીઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ અને મ્યૂઝિક એક્જીબિશનના અધ્યક્ષ  છે. ટી-સીરીઝ પહેલા નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર અને જી5 જેવા પ્લેટફોર્મ ડિજિટલ માધ્યમ પર કામ કરી રહ્યા છે. હવે ટી-સીરીઝ પણ આ પ્લેટફોર્મ પર પણ આવી રહ્યું છે.

  6/8
 •  ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી સીરીઝ માટે આજે ટીમ જાહેર કરાશે. ઓસ્ટ્રેલિયા ટીમ ઘરઆંગણે હાર્યા બાદ ભારત સામે 2 T-20 અને 5 વન-ડે રમશે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સતત રમી રહેલા પ્લેયર્સને આરામ આપવામાં આવી શકે છે.

   ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી સીરીઝ માટે આજે ટીમ જાહેર કરાશે. ઓસ્ટ્રેલિયા ટીમ ઘરઆંગણે હાર્યા બાદ ભારત સામે 2 T-20 અને 5 વન-ડે રમશે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સતત રમી રહેલા પ્લેયર્સને આરામ આપવામાં આવી શકે છે.

  7/8
 •  રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રિલેશનશિપ હાલ બોલીવુડમાં સૌથી વધુ ચર્ચાઈ રહી છે. ટૂંક સમયમાં બંને લગ્ન પણ કરે તેવી શક્યતા છે. જો કે એ પહેલા એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ઉગ્ર ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો ફિલ્મ 'ગલી બૉય'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ સમયનો છે.

   રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રિલેશનશિપ હાલ બોલીવુડમાં સૌથી વધુ ચર્ચાઈ રહી છે. ટૂંક સમયમાં બંને લગ્ન પણ કરે તેવી શક્યતા છે. જો કે એ પહેલા એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ઉગ્ર ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો ફિલ્મ 'ગલી બૉય'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ સમયનો છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK