વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 17, 2019, 19:58 IST | Vikas Kalal
 • સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશ પીસી ઘોષ ભારતના પહેલા લોકપાલ બની શકે છે. લોકપાલની પસંદગી સમિતિના લોકપાલ અધ્યક્ષ અને અન્ય 8 સભ્યોનું નામ નક્કી કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, સમિતિના લોકપાલ અધ્યક્ષ માટે જસ્ટિસ પીસી ઘોષની પસંદગી કરવામાં આવી રહી છે અને આ ઔપચારિક ઘોષણા થવાની તૈયારીમાં છે.

  સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશ પીસી ઘોષ ભારતના પહેલા લોકપાલ બની શકે છે. લોકપાલની પસંદગી સમિતિના લોકપાલ અધ્યક્ષ અને અન્ય 8 સભ્યોનું નામ નક્કી કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, સમિતિના લોકપાલ અધ્યક્ષ માટે જસ્ટિસ પીસી ઘોષની પસંદગી કરવામાં આવી રહી છે અને આ ઔપચારિક ઘોષણા થવાની તૈયારીમાં છે.

  1/10
 • યટર્સ અનુસાર વિંગ કમાન્ડર અભિનંદનના પકડાયા બાદ ભારતે પાકિસ્તાનને 6 મિસાઈલ છોડવા ચેતવણી આપી હતી. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા હાઈવોલ્ટેજ તણાવના કારણે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો જેના કારણે ભારતે મિસાઈલ અટેક ટાળ્યો હતો

  યટર્સ અનુસાર વિંગ કમાન્ડર અભિનંદનના પકડાયા બાદ ભારતે પાકિસ્તાનને 6 મિસાઈલ છોડવા ચેતવણી આપી હતી. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા હાઈવોલ્ટેજ તણાવના કારણે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો જેના કારણે ભારતે મિસાઈલ અટેક ટાળ્યો હતો

  2/10
 •  બિહાર ગઠબંધનમાં NDA અને રાજગ વચ્ચ સીટોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. ભારતીય ટીમ અને જેડીયું 17-17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે લોજપા 6 સીટો પરથી ચૂંટણી લડશે.

   બિહાર ગઠબંધનમાં NDA અને રાજગ વચ્ચ સીટોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. ભારતીય ટીમ અને જેડીયું 17-17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે લોજપા 6 સીટો પરથી ચૂંટણી લડશે.

  3/10
 • જમીન કૌભાંડ માટે રાજકોટ શહેર રાજ્યભરમાં વખણાયેલું છે. ત્યારે શહેરમાં જમીન કૌભાંડ અને દુષ્કર્મ જેવા અનેક કેસમાં પોલીસ ચોપડે ચડેલા નામચીન બિલ્ડર કમલેશ રામાણી ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મળતી માહિતી મુજબ કમલેશ રામાણીએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીનો ચહેરો બગાડવા માટે ‘સોપારી’ આપ્યા હોવાનું સામે આવ્યું.

  જમીન કૌભાંડ માટે રાજકોટ શહેર રાજ્યભરમાં વખણાયેલું છે. ત્યારે શહેરમાં જમીન કૌભાંડ અને દુષ્કર્મ જેવા અનેક કેસમાં પોલીસ ચોપડે ચડેલા નામચીન બિલ્ડર કમલેશ રામાણી ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મળતી માહિતી મુજબ કમલેશ રામાણીએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીનો ચહેરો બગાડવા માટે ‘સોપારી’ આપ્યા હોવાનું સામે આવ્યું.

  4/10
 • ગુજરાતમા આવેલી બિઝનેસ સ્કૂલ IIMA (Indian Institute of Management)માં 54મો કોન્વોકેશન ફંકશન યોજવામાં આવેલું હતું. આ પ્રસંગે IIMAમાંથી આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. આ વર્ષે યોજાયેલા કોન્વોકેશનમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પહેલીવાર ડિપ્લોમા ઈન બિઝનેસની જગ્યાએ MBAની ડિગ્રી આપવામાં આવી હતી.

  ગુજરાતમા આવેલી બિઝનેસ સ્કૂલ IIMA (Indian Institute of Management)માં 54મો કોન્વોકેશન ફંકશન યોજવામાં આવેલું હતું. આ પ્રસંગે IIMAમાંથી આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. આ વર્ષે યોજાયેલા કોન્વોકેશનમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પહેલીવાર ડિપ્લોમા ઈન બિઝનેસની જગ્યાએ MBAની ડિગ્રી આપવામાં આવી હતી.

  5/10
 •  ચૂંટણી પહેલા હવે ગુજરાતનો વધુ એક સમાજ ભાજપની સામે પડ્યો છે. આ વખતે આહીર સમાજે હવે ભાજપ સામે રણશિંગુ ફૂંક્યું છે. ખનીજ ચોરીના કેસમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે આહીર સમાજે ભાજપ સામે બાંયો ચડાવી છે. વેરાવળમાં આજે આહીર સમાજનું શક્તિપ્રદર્શન સંમેલન યોજાયું. જેમાં રાજ્યભરમાંથી આહીર સમાજના લોકો હાજર રહ્યા છે.

   ચૂંટણી પહેલા હવે ગુજરાતનો વધુ એક સમાજ ભાજપની સામે પડ્યો છે. આ વખતે આહીર સમાજે હવે ભાજપ સામે રણશિંગુ ફૂંક્યું છે. ખનીજ ચોરીના કેસમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે આહીર સમાજે ભાજપ સામે બાંયો ચડાવી છે. વેરાવળમાં આજે આહીર સમાજનું શક્તિપ્રદર્શન સંમેલન યોજાયું. જેમાં રાજ્યભરમાંથી આહીર સમાજના લોકો હાજર રહ્યા છે.

  6/10
 • તમે અત્યાર સુધી બે કે ત્રણ બાળકો એક સાથે જન્મતાં ઘણાં કિસ્સા જોયા જાણ્યાં હશે, પણ શું ક્યારેય તમે એકસાથે છ બાળકોના એક સાથે જન્મ્વાની વાત સાંભળી છે? આ ચમત્કાર થયો છે, અને તે પણ યુનાઈટેડ નેશન્સ ઑફ અમેરિકાના ટેક્સાસ શહેરમાં. અહીં એક સ્ત્રીએ એક સાથે છ બાળકોને જન્મ આપ્યો છે. આ સ્ત્રીએ એકસાથે છ બાળકોને જન્મ આપતાં તેના પારિવારિક સભ્યો અને ડૉક્ટરો પણ અચંબિત છે.

  તમે અત્યાર સુધી બે કે ત્રણ બાળકો એક સાથે જન્મતાં ઘણાં કિસ્સા જોયા જાણ્યાં હશે, પણ શું ક્યારેય તમે એકસાથે છ બાળકોના એક સાથે જન્મ્વાની વાત સાંભળી છે? આ ચમત્કાર થયો છે, અને તે પણ યુનાઈટેડ નેશન્સ ઑફ અમેરિકાના ટેક્સાસ શહેરમાં. અહીં એક સ્ત્રીએ એક સાથે છ બાળકોને જન્મ આપ્યો છે. આ સ્ત્રીએ એકસાથે છ બાળકોને જન્મ આપતાં તેના પારિવારિક સભ્યો અને ડૉક્ટરો પણ અચંબિત છે.

  7/10
 • સ્માર્ટફોનની દુનિયામાં xiaomiએ ક્રાંતિ લાવી છે. સસ્તો ફોન અને ઘણા બધા ફિચર્સ સાથે xiaomi લોકોની પસંદ બન્યું છે. સેમસંગ અને હુઆઈ બાદ xiaom પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. હમણા જ xiaomiએ red mi 7 લોન્ચ કર્યો છે. ફિચરની બાબતમાં ફરી વધારો કરતા xiaomiએ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સ્માર્ટફોન્સની સિરીઝ જૂનથી માર્કેટમાં લોન્ચ કરાશે

  સ્માર્ટફોનની દુનિયામાં xiaomiએ ક્રાંતિ લાવી છે. સસ્તો ફોન અને ઘણા બધા ફિચર્સ સાથે xiaomi લોકોની પસંદ બન્યું છે. સેમસંગ અને હુઆઈ બાદ xiaom પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. હમણા જ xiaomiએ red mi 7 લોન્ચ કર્યો છે. ફિચરની બાબતમાં ફરી વધારો કરતા xiaomiએ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સ્માર્ટફોન્સની સિરીઝ જૂનથી માર્કેટમાં લોન્ચ કરાશે

  8/10
 • મલ્ટીસ્ટાર ફિલ્મ કંલકના ગીતનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. કરણ જોહર પ્રોડક્શન અંતર્ગત બની રહેલી આ ફિલ્મનું પહેલુ ગીત કાલે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર 12 માર્ચે રિલીઝ કરવામાં આવ્યુ હતું જેને 3.5 કરોડ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

  મલ્ટીસ્ટાર ફિલ્મ કંલકના ગીતનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. કરણ જોહર પ્રોડક્શન અંતર્ગત બની રહેલી આ ફિલ્મનું પહેલુ ગીત કાલે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર 12 માર્ચે રિલીઝ કરવામાં આવ્યુ હતું જેને 3.5 કરોડ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

  9/10
 • IPL 2019નું આખું શેડ્યુલ આવતીકાલે જાહેર થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈમાં થનારી COAની બેઠક બાદ અન્ય મેચની તારીખો જાહેર થઈ શકે છે. પહેલા તબક્કામાં IPL 2019નો 23 તારીખથી 5 એપ્રિલ સુધીની જ મેચની જાહેરાત થઈ હતી. BCCIના એક અધિકારીએ શનિવારે કહ્યું કે 23 તારીખથી શરૂ થતી આઈપીએલની બાકીની તારીખો સોમવારે જાહેર થઈ શકે છે.

  IPL 2019નું આખું શેડ્યુલ આવતીકાલે જાહેર થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈમાં થનારી COAની બેઠક બાદ અન્ય મેચની તારીખો જાહેર થઈ શકે છે. પહેલા તબક્કામાં IPL 2019નો 23 તારીખથી 5 એપ્રિલ સુધીની જ મેચની જાહેરાત થઈ હતી. BCCIના એક અધિકારીએ શનિવારે કહ્યું કે 23 તારીખથી શરૂ થતી આઈપીએલની બાકીની તારીખો સોમવારે જાહેર થઈ શકે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK