વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

Updated: Mar 15, 2019, 15:07 IST | Sheetal Patel
 • પુલવામા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મસૂદ અજહર એક મોટા શકંજામાં ફસાઈ ગયો છે. ફ્રાંસે વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે લડતમાં મોટો નિર્ણય લીધો છે. મળી રહેલી જાણકારી મુજબ ફ્રાન્સ સરકારે જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અજહરની ફ્રાન્સની બધી સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ફ્રાન્સે કહ્યું કે તેઓ આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં હંમેશા ભારતની સાથે અને ભવિષ્યમાં પણ ભારતની સાથે જ રહેશે. 

  પુલવામા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મસૂદ અજહર એક મોટા શકંજામાં ફસાઈ ગયો છે. ફ્રાંસે વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે લડતમાં મોટો નિર્ણય લીધો છે. મળી રહેલી જાણકારી મુજબ ફ્રાન્સ સરકારે જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અજહરની ફ્રાન્સની બધી સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ફ્રાન્સે કહ્યું કે તેઓ આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં હંમેશા ભારતની સાથે અને ભવિષ્યમાં પણ ભારતની સાથે જ રહેશે. 

  1/10
 • ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની એક મસ્જિદમાં ફાયરિંગ થવાના સમાચાર આવ્યા છે. જાણકારી મુજબ આ ફાયરિંગમાં એક ડઝન લોકો ઈજાગ્રસ્ત થયા છે 6 લોકોના મોત થયા છે. AP ન્યૂઝ એજન્સી અનુસાર આ ઘટના બાદ હજી એક મસ્જિદમાં ફાયરિંગ થવાના સમાચાર આવ્યા છે. આ ઘટના બાદ ક્રાઈસ્ટચર્ચમાં સ્થિત બધી સ્કૂલ બંધ છે. મધ્ય ક્રાઈસ્ટચર્ચમાં લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ ઘરની અંદર રહે અને જો તેઓને કોઈ શંકાસ્પદ લાગે છે, તો પછી તરત જ અધિકારીઓને જાણ કરવી. આ ઘટનાના સાક્ષીએ કહ્યું કે બંદૂક લઈને એક વ્યક્તિ અલ-નૂર મસ્જિદમાં લગભગ 1:45 વાગ્યે દાખલ થયો. એણે કહ્યું 'મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને હું ત્યાથી ભાગી ગયો. ઘણા લોકો ત્યા બેઠા હતા. હું મસ્જિદ પાછળ દોડ્યો'

  ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની એક મસ્જિદમાં ફાયરિંગ થવાના સમાચાર આવ્યા છે. જાણકારી મુજબ આ ફાયરિંગમાં એક ડઝન લોકો ઈજાગ્રસ્ત થયા છે 6 લોકોના મોત થયા છે. AP ન્યૂઝ એજન્સી અનુસાર આ ઘટના બાદ હજી એક મસ્જિદમાં ફાયરિંગ થવાના સમાચાર આવ્યા છે. આ ઘટના બાદ ક્રાઈસ્ટચર્ચમાં સ્થિત બધી સ્કૂલ બંધ છે. મધ્ય ક્રાઈસ્ટચર્ચમાં લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ ઘરની અંદર રહે અને જો તેઓને કોઈ શંકાસ્પદ લાગે છે, તો પછી તરત જ અધિકારીઓને જાણ કરવી. આ ઘટનાના સાક્ષીએ કહ્યું કે બંદૂક લઈને એક વ્યક્તિ અલ-નૂર મસ્જિદમાં લગભગ 1:45 વાગ્યે દાખલ થયો. એણે કહ્યું 'મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને હું ત્યાથી ભાગી ગયો. ઘણા લોકો ત્યા બેઠા હતા. હું મસ્જિદ પાછળ દોડ્યો'

  2/10
 • છેલ્લા ઘણા સમયથી PUB G ને લઇને અનેક માતા-પિતા પોતાના છોકરાઓને લઇને ઘણી ફરીયાદો કરી રહ્યા છે. બીજી તરફ અત્યારે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. ત્યારે બાળકોનું ભણવામાંથી ધ્યાન દુર ન જાય તે માટે સરકાર પણ સક્રિય થઇ છે અને યુનિવર્સિટી અને શહેરોમાં આ ગેમ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ, વડોદરા, અરવલ્લી સહીત અનેક શહેરો બાદ હવે અમદાવાદ શહેરમાં પણ PUB G રમત જાહેરમાં રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે જાન્યુઆરીમાં PUB G અને MOMO ગેમ પર પ્રતિબંધ મુક્યા બાદ ગઇકાલે અમદાવાદમાં પણ આ બંને ગેમ રમવા પર પોલીસ કમિશ્નરે મનાઇ ફરમાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

  છેલ્લા ઘણા સમયથી PUB G ને લઇને અનેક માતા-પિતા પોતાના છોકરાઓને લઇને ઘણી ફરીયાદો કરી રહ્યા છે. બીજી તરફ અત્યારે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. ત્યારે બાળકોનું ભણવામાંથી ધ્યાન દુર ન જાય તે માટે સરકાર પણ સક્રિય થઇ છે અને યુનિવર્સિટી અને શહેરોમાં આ ગેમ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ, વડોદરા, અરવલ્લી સહીત અનેક શહેરો બાદ હવે અમદાવાદ શહેરમાં પણ PUB G રમત જાહેરમાં રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે જાન્યુઆરીમાં PUB G અને MOMO ગેમ પર પ્રતિબંધ મુક્યા બાદ ગઇકાલે અમદાવાદમાં પણ આ બંને ગેમ રમવા પર પોલીસ કમિશ્નરે મનાઇ ફરમાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

  3/10
 • રેશ્મા પટેલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, બીજેપીમાંથી હું વિધિવત રીતે છેડો ફાડી રહી છું, માનસિક રીતે રાજીનામું આપી દીધું છે. આ માટે મેં  ભાજપ અધ્યક્ષને પત્ર લખ્યો છે. બીજેપી કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે. હાર્દિક પટેલને મારૂ સમર્થન છે. ભાજપને પાડી દેવા એક થઇને લડવું પડશે. ભાજપનો ખેસ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયે મોકલી દઇશ. હું હવે અન્યાય જોઈ શકતી નથી અને એવી મારી સહનશક્તિ નથી એટલા માટે હું લોકહીત માટે પક્ષમાંથી રાજીનામું આપું છે.

  રેશ્મા પટેલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, બીજેપીમાંથી હું વિધિવત રીતે છેડો ફાડી રહી છું, માનસિક રીતે રાજીનામું આપી દીધું છે. આ માટે મેં  ભાજપ અધ્યક્ષને પત્ર લખ્યો છે. બીજેપી કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે. હાર્દિક પટેલને મારૂ સમર્થન છે. ભાજપને પાડી દેવા એક થઇને લડવું પડશે. ભાજપનો ખેસ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયે મોકલી દઇશ. હું હવે અન્યાય જોઈ શકતી નથી અને એવી મારી સહનશક્તિ નથી એટલા માટે હું લોકહીત માટે પક્ષમાંથી રાજીનામું આપું છે.

  4/10
 • અમદાવાદના રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્લેક્ષમાં ભીષણ આગ લાગી હતી. આ આગ મોબાઈલ માર્કેટના બીજા માળે લાગી હતી જેના કારણે ધુમાડાના કાળા વાદળો આકાશમાં ઉડ્યા હતા. આગએ મોટુ સ્વરુપ લેતા પહેલા જ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ફાયર ફાઇટરની 5 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આગ લાગવાના કોઈ પણ કારણ સામે આવી નથી રહ્યા જો કે અત્યાર સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. સવારમાં એકાએક લાગેલી આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરુપ લીધુ હતું. આગના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક સર્જાયો છે. માનવમાં આવી રહ્યું છે કે આગનાં કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે. આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ મોકા પર પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી છે. મહત્વનું એ છે કે સમય રહેતા કોમ્પલેક્ષમાંથી તમામ લોકો બહાર નીકળી જતા કોઈ પણ જાતની જાનહાનિ હોવાનું સામે નથી આવ્યું.

  અમદાવાદના રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્લેક્ષમાં ભીષણ આગ લાગી હતી. આ આગ મોબાઈલ માર્કેટના બીજા માળે લાગી હતી જેના કારણે ધુમાડાના કાળા વાદળો આકાશમાં ઉડ્યા હતા. આગએ મોટુ સ્વરુપ લેતા પહેલા જ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ફાયર ફાઇટરની 5 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આગ લાગવાના કોઈ પણ કારણ સામે આવી નથી રહ્યા જો કે અત્યાર સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. સવારમાં એકાએક લાગેલી આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરુપ લીધુ હતું. આગના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક સર્જાયો છે. માનવમાં આવી રહ્યું છે કે આગનાં કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે. આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ મોકા પર પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી છે. મહત્વનું એ છે કે સમય રહેતા કોમ્પલેક્ષમાંથી તમામ લોકો બહાર નીકળી જતા કોઈ પણ જાતની જાનહાનિ હોવાનું સામે નથી આવ્યું.

  5/10
 • ગુરૂવારે વડોદરામાં પોલીસે બોગસ માર્કશીટ છાપવાના કોંભાંડનો પર્દાફાર્સ કર્યો છે. વડોદરાની ગોત્રી પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ આરોપીઓ ગુજરાત સહીત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહીત અલગ અલગ 7 રાજ્યોની ઓપન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી અને માર્કશીટ છાપવાનું કોંભાંડ ચાલતું હતું. ગોત્રી પોલીસે બાતમીના આધારે જેતલપુરમાં લલીતા ટાવરમાં એન.કે. ગ્રુપ નામની સંસ્થાની ઓફિસમાં દરોડા પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાથે જ સ્થળ પરથી પકડાયેલી વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  ગુરૂવારે વડોદરામાં પોલીસે બોગસ માર્કશીટ છાપવાના કોંભાંડનો પર્દાફાર્સ કર્યો છે. વડોદરાની ગોત્રી પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ આરોપીઓ ગુજરાત સહીત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહીત અલગ અલગ 7 રાજ્યોની ઓપન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી અને માર્કશીટ છાપવાનું કોંભાંડ ચાલતું હતું. ગોત્રી પોલીસે બાતમીના આધારે જેતલપુરમાં લલીતા ટાવરમાં એન.કે. ગ્રુપ નામની સંસ્થાની ઓફિસમાં દરોડા પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાથે જ સ્થળ પરથી પકડાયેલી વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  6/10
 • દીપિકા પાદુકોણ હવે ફક્ત બૉલીવુડ જ નહીં ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. આ જ કારણે એની ચર્ચા દુનિયાભરમાં દરેક ખૂણામાં થતી રહે છે. દીપિકા પાદુકોણની લોકપ્રિયતાને જોતા લંડનમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ થયું છે. દીપિકા પોતાના પેરેન્ટ્સ અને બહેન સાથે આવી હતી. તે ઉપરાંત રણવીર સિંહ અને તેના પેરેન્ટ્સ પણ ત્યાં હાજર હતા. આ સ્ટેચ્યૂ દીપિકા પાદુકોણના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના લુક પરથી બનાવવામાં આવ્યો છે. દીપિકાનું સ્ટેચ્યુ જોઈએ રણવીર સિંહ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

  દીપિકા પાદુકોણ હવે ફક્ત બૉલીવુડ જ નહીં ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. આ જ કારણે એની ચર્ચા દુનિયાભરમાં દરેક ખૂણામાં થતી રહે છે. દીપિકા પાદુકોણની લોકપ્રિયતાને જોતા લંડનમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ થયું છે. દીપિકા પોતાના પેરેન્ટ્સ અને બહેન સાથે આવી હતી. તે ઉપરાંત રણવીર સિંહ અને તેના પેરેન્ટ્સ પણ ત્યાં હાજર હતા. આ સ્ટેચ્યૂ દીપિકા પાદુકોણના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના લુક પરથી બનાવવામાં આવ્યો છે. દીપિકાનું સ્ટેચ્યુ જોઈએ રણવીર સિંહ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

  7/10
 • આજકાલ બોલીવુડમાં બાયોપિક ફિલ્મ બનાવવાનું ચલણ વધી રહ્યું છે. હાલમાં ભારતની સફળ અને અનેક લોકોની રોલ મોડલ એવી મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયોપિક ફિલ્મ બની રહી છે. જેને લઇને એક મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે સાઇનાની બાયોપિકમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુરે આ ફિલ્મ છોડી દીધી છે. આ સમાચાર સાંભળીને સાઇના નેહવાલ અને શ્રદ્ધાના એમ બંનેના ચાહકોને ઝટકો લાગ્યો છે.

  આજકાલ બોલીવુડમાં બાયોપિક ફિલ્મ બનાવવાનું ચલણ વધી રહ્યું છે. હાલમાં ભારતની સફળ અને અનેક લોકોની રોલ મોડલ એવી મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયોપિક ફિલ્મ બની રહી છે. જેને લઇને એક મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે સાઇનાની બાયોપિકમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુરે આ ફિલ્મ છોડી દીધી છે. આ સમાચાર સાંભળીને સાઇના નેહવાલ અને શ્રદ્ધાના એમ બંનેના ચાહકોને ઝટકો લાગ્યો છે.

  8/10
 • આજે આલિયા ભટ્ટ 26 વર્ષની થઈ છે. બૉલીવુડ અભિનેત્રી અલિયા ભટ્ટ તેના પરિવારના સભ્યો સાથે આશ્ચર્યજનક રીતે ગાઢ સંબંધ ધરાવે છે, અને આ ચિત્રો તેનો પુરાવો છે. આલિયા ભટ્ટ એવી અભિનેત્રી છે જે ગંભીર અથવા કૉમેડી બન્ને પાત્રને સરળતાથી ભજવી શકે છે. આલિયા ભટ્ટ હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તે પહેલી વાર રણબીર કપૂર સાથે સ્ક્રીન પર દેખાશે.

  આજે આલિયા ભટ્ટ 26 વર્ષની થઈ છે. બૉલીવુડ અભિનેત્રી અલિયા ભટ્ટ તેના પરિવારના સભ્યો સાથે આશ્ચર્યજનક રીતે ગાઢ સંબંધ ધરાવે છે, અને આ ચિત્રો તેનો પુરાવો છે. આલિયા ભટ્ટ એવી અભિનેત્રી છે જે ગંભીર અથવા કૉમેડી બન્ને પાત્રને સરળતાથી ભજવી શકે છે. આલિયા ભટ્ટ હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તે પહેલી વાર રણબીર કપૂર સાથે સ્ક્રીન પર દેખાશે.

  9/10
 • ભારતીય ક્રિકેટર શ્રીસંત માટે રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શ્રીસંતની તરફેણમાં ચુકાદો આપતા તેના પરથી ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે IPL સ્પોર્ટ ફિક્સિંગ કેસમાં ભારતીય ક્રિકેટ બોર્ડે ઝડપી બોલર શ્રીસંત પર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મુક્યો હતો. જેને શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે વધુમાં ભારતીય ક્રિકેટ બોર્ડને 3 મહિના સુધીમાં આ સમગ્ર કેસમાં પોતાન રીપોર્ટ સોંપવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટમાં જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે BCCIની પાસે નિયમોને લગતી કાર્યવાહી કરવાનો અધિકાર છે. કૉર્ટે કહ્યું કે બીસીસીઆઇએ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઇએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કૉર્ટે BCCIને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે.

  ભારતીય ક્રિકેટર શ્રીસંત માટે રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શ્રીસંતની તરફેણમાં ચુકાદો આપતા તેના પરથી ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે IPL સ્પોર્ટ ફિક્સિંગ કેસમાં ભારતીય ક્રિકેટ બોર્ડે ઝડપી બોલર શ્રીસંત પર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મુક્યો હતો. જેને શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે વધુમાં ભારતીય ક્રિકેટ બોર્ડને 3 મહિના સુધીમાં આ સમગ્ર કેસમાં પોતાન રીપોર્ટ સોંપવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટમાં જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે BCCIની પાસે નિયમોને લગતી કાર્યવાહી કરવાનો અધિકાર છે. કૉર્ટે કહ્યું કે બીસીસીઆઇએ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઇએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કૉર્ટે BCCIને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK