રવિશંકરે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યા. તેમણે કહ્યું કે, 2009માં યૂપીએના સમયમાં પણ ચીને આવો જ વાંધો ઉઠાવ્યો હતો, રાહુલ ગાંધીજી તમારા ચીન સાથે ખૂબ જ સારા સંબંધ છે, તો આ આતંકવાદી મામલામાં ચીન સાથેની મિત્રતાનો લાભ ભારતને અપાવી દેતા. બીજેપીએ આતંકવાદી મસૂદ અઝહર અને ચીનના મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને લઈને મોટો હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીનું ટ્વિટ અમે જોયું છે. જ્યારે આખો દેશ દુ:ખમાં છે, ત્યારે રાહુલ કેમ સેલિબ્રેટ કરવાના મૂડમાં છે. રાજકારણમાં અંતર હશે, વિરોધ પણ હોવો જોઈએ. શું આ આતંકવાદીની વિરુદ્ધની કાર્યવાહીમાં, ચીનની જૂની નીતિને ફરી અપનાવતા પણ તમે ખુશ છો. રાહુલ ગાંધીને શું થઈ ગયું છે.
સુષમા સ્વરાજે કહ્યું ઈમરાન ખાન એટલો સારો હોય તો મસૂદ અજહર ભારતને સોંપી દે. અજહર મસૂદના મુદ્દા પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે વાત ઘણી વાર થઈ ચૂકી છે અને વાત ઘણી વાર આગળ વધી ચૂકી છે. અમે સ્પષ્ટ કહ્યું કે વાતચીત અને આતંક સાથે નહીં ચાલે. અમે આતંકવાદ વાતાવરણમાં પાકિસ્તાનની સાથે મળવા તૈયાર છે. તમે કરો, તો વાતાવરણ બનાવો. તમે કહો છો કે તમને શાંતિ જોઈએ છે, તમે સંવાદ માંગો છો. તમે આતંક પર વાત કરવા માંગો છો.
રાહુલ ગાંધીએ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવા તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાત આવી શકે છે, અને રાહુલ ગાંધી રાજ્યમાં 10 જેટલી જનસભાને સંબોધન કરશે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોએ કમર કસી લીધી છે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ ભાજપના નેતાઓ જુદી જુદી જગ્યાએ સભાઓ કરી રહ્યા છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં CWCની બેઠક યોજીને પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભલે જીતી નહોતી, પરંતુ સારા પ્રદર્શને કોંગ્રેસનો ઉત્સાહ વધાર્યો છે. ત્યારે કોંગ્રેસ લોકસભામાં પણ ગુજરાત પર મદાર રાખી રહી છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવા તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાત આવી શકે છે, અને રાહુલ ગાંધી રાજ્યમાં 10 જેટલી જનસભાને સંબોધન કરશે.
બહુ ચકચાર થયેલા ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આજે વિદેશથી પરત ફરી રહેલ છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી જ પોલીસે દબોચી લીધો હતો. જયંતી ભાનુશાળીને ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં હત્યાનું કાવતરૂ રચવાનો આરોપ પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર લાગ્યો છે. હત્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. વહેલી સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે છબીલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળીની હત્યા બાદ વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ તેના મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહેતો હતો તેની જાણ પોલીસને હતી. પોલીસની વોચ વધતા ગોવાના ગેસ્ટ હાઉસમાં છુપાયેલો છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ પણ સામેથી પોલીસને શરણે થયો હતો.
ચીને ગઇકાલે આતંકવાદના મુદ્દે ફરી અવડચંડાઇ કરતા વીટો પાવર વાપરીને પાકિસ્તાન સાથે મિત્રતા નિભાવવાનો ફરી એકવાર પુરાવો આપ્યો છે. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષજે વેશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર બુધવારે ચીને પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને રદ્દ કર્યો હતો. ચીને આ અવડચંડાઇ ચોથીવાર કરી છે. આ પહેલા 2009 બાદ ચીન ત્રણ વખત આ રીતે પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરી ચુક્યું છે. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુકાયો હતો. આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય બુધવારે બપોરે ભારતીય સમયાનુસાર રાત્રે 12 કલાકે પુરો થતો હતો. સમિતિ તમામ સબ્યોની સર્વસંમતીથી નિર્ણય લેતી હોય છે.
પશ્ચિમ બંગાળની TMCની સરકાર મુક્ત અને વાજબી માહોલમાં લોકસભાની ચૂંટણી થવા ન દે એવી શંકા દર્શાવતા રાજ્યને ‘સુપર સેન્સિટિવ’ જાહેર કરવાની માગણી BJPએ ચૂંટણી પંચ સમક્ષ કરી છે. પશ્ચિમ બંગાળને ‘અતિસંવેદનશીલ’ રાજ્ય જાહેર કરવાની માગણી સાથે કેન્દ્રના કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ અને આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડા સહિત BJPના નેતાઓ ગઈ કાલે ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. આ દરમિયાન સેન્સ લેવા પહોંચેલા ભાજપના નિરીક્ષક બાબુભાઇ જેબલિયાએ આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડશે તે વાત પાયા વિહોણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડશે એ વાતમાં કોઇ દમ નથી. અહીંયા અનેક કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. એની પસંદગી થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એવી ચર્ચા હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
સુરતના પાલ વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયકના મંદિરે બોર્ડની એક્ઝામ પહેલાં સ્ટુડન્ટ્સની અવરજવર મોટી સંખ્યામાં વધી જાય છે. આવું થવા પાછળનું કારણ એ છે કે સુરતમાં એવી લોકવાયકા પ્રચલિત છે કે પાલ સિદ્ધિવિનાયકને ધરવામાં આવેલી બૉલપેન, પેન્સિલ, કંપાસ જેવી ચીજવસ્તુઓનો એક્ઝામમાં ઉપયોગ કરવાથી ગણપતિદાદા એક્ઝામમાં પાસ કરી દે છે. મંદિરના પૂજારી અંબિકા પ્રસાદજીએ કહ્યું હતું કે ‘આ અંધશ્રદ્ધાની વાત નથી, શ્રદ્ધાનો વિષય છે. શુભ કામમાં વિઘ્નહર્તા સામે કોઈ ચીજવસ્તુ મૂકવામાં આવે તો એમાં કશું ખોટું નથી. લગ્ન સમયે બધા કંકોતરી પણ ભગવાન સામે મૂકે જ છે.’
આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965માં થયો છે. આમિર ખાનનું પુરૂં નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે. તેના પિતા તાહિર હુસૈન પોડ્યુસર હતા. આમિરના ચાર ભાઈ બહેનોમાં તે સૌથી મોટા છે, એક્ટર ફૈઝલ ખાન તેના નાના ભાઈ છે, અને બે બહેન છે - ફરહાત અને નિખત ખાન. આમિરની મોટાભાગની ફિલ્મો હિટ છે, અને તમને લગભગ તે યાદ હશે. પણ બોલીવુડના આ સ્ટારે એવી ફિલ્મો પણ આપી છે, જેને કદાચ તેઓ પોતે યાદ નહીં રાખતા હોય. આમિર ખાનના ફૅન્સ માટે ખુશીના સમાચાર એ છે કે બર્થ-ડેના દિવસે આમિરે એની નવી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ લાલ સિંહ ચડ્ડા છે. જે હોલીવુડની ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની રિમેક ફિલ્મ છે.
આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂરને આ સમયગાળામાં બન્નેને એકબીજાના વિરોધ માનવામાં આવે છે. શ્રદ્ધા આ સમયે બાહુબલી સ્ટાર પ્રભાસની સાોથે સાહો ફિલ્મમાં કામ કરી રહી છે અને હવે આલિયા ભટ્ટનું પણ બાહુબલી કનેક્શન જોડાઈ રહ્યું છે. બાહુબલીના નિર્દેશક એસ એસ રાજમૌલીની ફિલ્મ રામા રાવણા રાજ્યમ માટે આલિયા ભટ્ટને સાઈન કરી છે. આલિયા સાથે ઘણા સમયથી આના પર ચર્ચા ચાલી રહી હતી. અને આ આલિયાને પણ બાહુબલી જેવા મેકરની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે અને સાથે અજય દેવગન પણ આ ફિલ્મમાં જોવા મળશે.
જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.