3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: Mar 08, 2019, 15:01 IST | Sheetal Patel
 • કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીના 15 ઉમેદવારોમાં UPAનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને રાયબરેલીની અને કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને અમેઠીની ટિકિટ ફાળવવામાં આવી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ધારિત 15 નામોમાં ૧૧ નામો ઉત્તર પ્રદેશનાં અને ૪ નામો ગુજરાતના ઉમેદવારોનાં છે. કૉંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકે બહાર પાડેલી યાદીની વિગતો પ્રમાણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો સલમાન ખુરશીદ, જિતિન પ્રસાદ અને આર.પી.એન. સિંહને તેમની પરંપરાગત ફરુર્ખાબાદ, ધૌરાહરા અને કુશીનગરની બેઠકો ફાળવવામાં આવી છે. કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ નિર્મલ ખત્રી રાજ્યની ફૈઝાબાદ બેઠક પરથી અને ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યના આણંદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.

  કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીના 15 ઉમેદવારોમાં UPAનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને રાયબરેલીની અને કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને અમેઠીની ટિકિટ ફાળવવામાં આવી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ધારિત 15 નામોમાં ૧૧ નામો ઉત્તર પ્રદેશનાં અને ૪ નામો ગુજરાતના ઉમેદવારોનાં છે. કૉંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકે બહાર પાડેલી યાદીની વિગતો પ્રમાણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો સલમાન ખુરશીદ, જિતિન પ્રસાદ અને આર.પી.એન. સિંહને તેમની પરંપરાગત ફરુર્ખાબાદ, ધૌરાહરા અને કુશીનગરની બેઠકો ફાળવવામાં આવી છે. કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ નિર્મલ ખત્રી રાજ્યની ફૈઝાબાદ બેઠક પરથી અને ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યના આણંદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.

  1/10
 • PM મોદી આજે ફરી એકવાર પોતાના કાશીને ભેટ આપવા માટે પોતાના સંસદીય ક્ષેત્ર પહોંચી ગયા. વડાપ્રધાન મોદીએ કાશીની સાથે સાથે તમામ હિંદૂઓને પણ મોટી ભેટ  આપી. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તએઓ વારાણસી પહોંચ્યા અને વિશ્વનાથ ધામ કૉરિડોરનું ભૂમિપૂજન પણ કર્યું. વડાપ્રધાનના શિલાન્યાસ કરતાની સાથે જ લગભગ 40 હજાર વર્ગ મીટરમાં બાબા દરબારથી લઈને ગંગા કિનારા સુધીના કૉરિડોરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું. કાશી વિશ્વનાથ પરિસરની પાસે સભાસ્થળ પર લોકોને સંબોધિત કર્યા બાદ મંદિરના કાર્યાલય પાસે જ કાશીની પ્રાચીન વૈદિક રીતિથી વિધવિધાનથી પાંચ શીલાઓ રાખી શિલાન્યાસ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ આસપાસના મંદિરો અને માં ગંગાને પણ નમન કર્યા. શિલાન્યાસ થવાનો હોવાથી આસપાસના મંદિરોનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેમને સજાવવામાં આવ્યા હતા.

  PM મોદી આજે ફરી એકવાર પોતાના કાશીને ભેટ આપવા માટે પોતાના સંસદીય ક્ષેત્ર પહોંચી ગયા. વડાપ્રધાન મોદીએ કાશીની સાથે સાથે તમામ હિંદૂઓને પણ મોટી ભેટ  આપી. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તએઓ વારાણસી પહોંચ્યા અને વિશ્વનાથ ધામ કૉરિડોરનું ભૂમિપૂજન પણ કર્યું. વડાપ્રધાનના શિલાન્યાસ કરતાની સાથે જ લગભગ 40 હજાર વર્ગ મીટરમાં બાબા દરબારથી લઈને ગંગા કિનારા સુધીના કૉરિડોરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું. કાશી વિશ્વનાથ પરિસરની પાસે સભાસ્થળ પર લોકોને સંબોધિત કર્યા બાદ મંદિરના કાર્યાલય પાસે જ કાશીની પ્રાચીન વૈદિક રીતિથી વિધવિધાનથી પાંચ શીલાઓ રાખી શિલાન્યાસ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ આસપાસના મંદિરો અને માં ગંગાને પણ નમન કર્યા. શિલાન્યાસ થવાનો હોવાથી આસપાસના મંદિરોનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેમને સજાવવામાં આવ્યા હતા.

  2/10
 • અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.

  અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.

  3/10
 • કોંગ્રેસ લોકસભા 2019 માટે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં વડોદરાથી પ્રશાંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. વડોદરા કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા માટે કોંગ્રેસના સૌથી યુવા પ્રમુખ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પ્રશાંત પટેલને ટિકિટ મળી હોવાની જાણ થતા જ તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. પ્રશાંત પટેલને હાર પહેરાવી શુભેચ્છા આપવામાં આવી. પ્રશાંત પટેલે સ્થાનિક પ્રશ્નો, બેરોજગારી અને મહિલાના પ્રશ્નો સહિતના મુદ્દે લોકો સમક્ષ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  કોંગ્રેસ લોકસભા 2019 માટે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં વડોદરાથી પ્રશાંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. વડોદરા કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા માટે કોંગ્રેસના સૌથી યુવા પ્રમુખ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પ્રશાંત પટેલને ટિકિટ મળી હોવાની જાણ થતા જ તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. પ્રશાંત પટેલને હાર પહેરાવી શુભેચ્છા આપવામાં આવી. પ્રશાંત પટેલે સ્થાનિક પ્રશ્નો, બેરોજગારી અને મહિલાના પ્રશ્નો સહિતના મુદ્દે લોકો સમક્ષ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  4/10
 • ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે જો ચૂંટણી પહેલા તેમની માંગણીઓ પુરી નહીં કરવામાં આવે તો તેઓ બોર્ડના પેપર ચેક નહીં કરે.

  ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે જો ચૂંટણી પહેલા તેમની માંગણીઓ પુરી નહીં કરવામાં આવે તો તેઓ બોર્ડના પેપર ચેક નહીં કરે.

  5/10
 • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગૂગલ પણ ખાસ રીતે ઉજવણી કરી રહ્યું છે. ગૂગલે ડૂડલ બનાવીને મહિલાઓને સલામ કર્યું. દુનિયાભરમાં આજે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની ખાસ થીમ છે 'બેલેન્સ ફોર બેટર'. દુનિયાભરમાં મહિલા દિવસ પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. અને આ જ કડીમાં ગૂગલે પણ એક ખાસ ડૂડલ બનાવ્યું છે. જેમાં સ્લાઈડ શૉના માધ્યમથી અલગ-અલગ ભાષાઓમાં મહિલાઓ સાથે જોડાયેલા ક્વૉટ્સ લખવામાં આવ્યા છે. એમાં એક હિંદી ક્વૉટ પણ છે. જેમાં લખવામાં આવ્યું છે કે આપણે એટલા અનમોલ છીએ કે નિરાશા ક્યારેય આપણા દિલો-દિમાગમાં ન આવવી જોઈએ. આ ક્વૉટ મેરી કોમનો છે.

  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગૂગલ પણ ખાસ રીતે ઉજવણી કરી રહ્યું છે. ગૂગલે ડૂડલ બનાવીને મહિલાઓને સલામ કર્યું. દુનિયાભરમાં આજે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની ખાસ થીમ છે 'બેલેન્સ ફોર બેટર'. દુનિયાભરમાં મહિલા દિવસ પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. અને આ જ કડીમાં ગૂગલે પણ એક ખાસ ડૂડલ બનાવ્યું છે. જેમાં સ્લાઈડ શૉના માધ્યમથી અલગ-અલગ ભાષાઓમાં મહિલાઓ સાથે જોડાયેલા ક્વૉટ્સ લખવામાં આવ્યા છે. એમાં એક હિંદી ક્વૉટ પણ છે. જેમાં લખવામાં આવ્યું છે કે આપણે એટલા અનમોલ છીએ કે નિરાશા ક્યારેય આપણા દિલો-દિમાગમાં ન આવવી જોઈએ. આ ક્વૉટ મેરી કોમનો છે.

  6/10
 • ફિલ્મ કલંકને લઈને સતત ચર્ચા થઈ રહી છે. એક બાદ બધા પાત્રના નામ અને એના લુક્સ સામે આવી રહ્યા છે. સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર અને વરૂણ ધવન બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આલિયા ભટ્ટનો લુક સામે આવ્યો છે. કરણ જોહરની ફિલ્મ કલંકથી આલિયા ભટ્ટનો સુંદર લુક સામે આવ્યો છે. આ લુકમાં આલિયા ભટ્ટે લાલ લહેંગો પહેર્યો છે. આ લુકમાં ભારતીય પરંપરાગત પોશાકમાં આલિયા જોવા મળી રહી છે.

  ફિલ્મ કલંકને લઈને સતત ચર્ચા થઈ રહી છે. એક બાદ બધા પાત્રના નામ અને એના લુક્સ સામે આવી રહ્યા છે. સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર અને વરૂણ ધવન બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આલિયા ભટ્ટનો લુક સામે આવ્યો છે. કરણ જોહરની ફિલ્મ કલંકથી આલિયા ભટ્ટનો સુંદર લુક સામે આવ્યો છે. આ લુકમાં આલિયા ભટ્ટે લાલ લહેંગો પહેર્યો છે. આ લુકમાં ભારતીય પરંપરાગત પોશાકમાં આલિયા જોવા મળી રહી છે.

  7/10
 • આજે બીગ બી અને તાપસી પન્નુની 'બદલા' ફિલ્મ રિલીઝ થઈ છે. બદલાની આ સ્ટોરી એક છોકરીની છે જે પોતાના બૉયફ્રેન્ડ સાથે ત્રણ મહિનાથી એની સાથે રહી હતી પણ અચાનક એક દિવસ ગાયબ થઈ જાય છે. પછી કોઈને ખબર પડે છે અને તે બ્લેકમેલિંગ શરૂ કરે છે. એક દિવસ એનુ મર્ડર થઈ જાય છે અને છોકરી પણ મર્ડર કેસ ચાલે છે. અમિતાભ બચ્ચન વકીલ બનીને એનો કેસ લડે છે. તો આ બદલો અસલમાં કેવો બદલો રહેશે એ ફિલ્મના અંતમાં ખબર પડી જશે. આ ફિલ્મ બનાવવામાં 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લગભગ 800 સ્ક્રીન્સમાં રિલીઝ થશે. આ ફિલ્મ પહેલા દિવસે 3-5 કરોડની વચ્ચે ઓપનિંગ લઈ શકે છે. 

  આજે બીગ બી અને તાપસી પન્નુની 'બદલા' ફિલ્મ રિલીઝ થઈ છે. બદલાની આ સ્ટોરી એક છોકરીની છે જે પોતાના બૉયફ્રેન્ડ સાથે ત્રણ મહિનાથી એની સાથે રહી હતી પણ અચાનક એક દિવસ ગાયબ થઈ જાય છે. પછી કોઈને ખબર પડે છે અને તે બ્લેકમેલિંગ શરૂ કરે છે. એક દિવસ એનુ મર્ડર થઈ જાય છે અને છોકરી પણ મર્ડર કેસ ચાલે છે. અમિતાભ બચ્ચન વકીલ બનીને એનો કેસ લડે છે. તો આ બદલો અસલમાં કેવો બદલો રહેશે એ ફિલ્મના અંતમાં ખબર પડી જશે. આ ફિલ્મ બનાવવામાં 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લગભગ 800 સ્ક્રીન્સમાં રિલીઝ થશે. આ ફિલ્મ પહેલા દિવસે 3-5 કરોડની વચ્ચે ઓપનિંગ લઈ શકે છે. 

  8/10
 • આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ત્રીજી મૅચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પાંચ વન-ડેની સિરીઝમાં ૨-૦થી આગળ છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પુલવામા શહીદ થયેલા જવાનને શ્રદ્ધાંજલી આપવા ભારતની ટીમ કોમોફ્લેગ કેપ (આર્મી કેપ) પહેરી મેદાનમાં ઉતરી છે.

  આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ત્રીજી મૅચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પાંચ વન-ડેની સિરીઝમાં ૨-૦થી આગળ છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પુલવામા શહીદ થયેલા જવાનને શ્રદ્ધાંજલી આપવા ભારતની ટીમ કોમોફ્લેગ કેપ (આર્મી કેપ) પહેરી મેદાનમાં ઉતરી છે.

  9/10
 • રિષભ પંચ વર્લ્ડ કપ 2019નો હિસ્સો રહેશે કે નહીં એ વાત હજી સ્પષ્ટ નથી થઈ, પણ એને વર્ષ 2018માં સારા પ્રદર્શનનનું ઈનામ મળ્યું છે. BCCIએ નવા વર્ષનું કૉન્ટ્રેક્ટ જાહેર કર્યું છે અને પંતને A ગ્રેડમાં સામેલ કર્યો છે. એના હેઠળ એને 2018-19 સીઝન માટે 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્રણ ખેલાડીઓને A+ ગ્રેડમાં જગ્યા મળી છે.

  રિષભ પંચ વર્લ્ડ કપ 2019નો હિસ્સો રહેશે કે નહીં એ વાત હજી સ્પષ્ટ નથી થઈ, પણ એને વર્ષ 2018માં સારા પ્રદર્શનનનું ઈનામ મળ્યું છે. BCCIએ નવા વર્ષનું કૉન્ટ્રેક્ટ જાહેર કર્યું છે અને પંતને A ગ્રેડમાં સામેલ કર્યો છે. એના હેઠળ એને 2018-19 સીઝન માટે 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્રણ ખેલાડીઓને A+ ગ્રેડમાં જગ્યા મળી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK