વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Published: May 10, 2019, 19:08 IST | Falguni Lakhani
 • પાકિસ્તાનથી આવી રહેલું વિમાન ભારતીય સીમામાં ઘુસ્યુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનોએ તેનું લેન્ડિંગ કરાવ્યું છે. હાલ પાયલોટો સાથે પૂછપરછ ચાલી રહી છે.

  પાકિસ્તાનથી આવી રહેલું વિમાન ભારતીય સીમામાં ઘુસ્યુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનોએ તેનું લેન્ડિંગ કરાવ્યું છે. હાલ પાયલોટો સાથે પૂછપરછ ચાલી રહી છે.

  1/10
 • પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી વચ્ચેના વિવાદથી રાજનીતિ ગરમ થઈ છે. ગંભીરે પોતાના પર લાગેલા આરોપો મામલે કહ્યું કે, જો આ આરોપો સાબિત થાય છે તો હું જનતા સામે ફાંસી લગાવી લઈશ.

  પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી વચ્ચેના વિવાદથી રાજનીતિ ગરમ થઈ છે. ગંભીરે પોતાના પર લાગેલા આરોપો મામલે કહ્યું કે, જો આ આરોપો સાબિત થાય છે તો હું જનતા સામે ફાંસી લગાવી લઈશ.

  2/10
 • મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે  દલિત પરિવારોનો સામાજિક બહિષ્કારનો મામલો આખરે થાળે પડ્યો છે. ખુદ નાયબ મુખ્યમંત્રી મહેસાણા દોડી ગયા હતા અને તેમની સમજાવટ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે.

  મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે  દલિત પરિવારોનો સામાજિક બહિષ્કારનો મામલો આખરે થાળે પડ્યો છે. ખુદ નાયબ મુખ્યમંત્રી મહેસાણા દોડી ગયા હતા અને તેમની સમજાવટ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે.

  3/10
 • ગુજરાત સરકારમાં મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાની ઈફ્કોના ગુજરાત વિભાગના ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. દિલ્હીમાં આવેલી અને એશિયાની રાસાયણિક ખાતરનું સૌથી વધુ ઉત્પાદન કરતી ખેડૂતોની સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો.ઓપ. લી(ઈફ્કો)માં હોદ્દેદારોની વરણી કરવામાં આવી. ઈફ્કો ગુજરાતના વાઈસ ચેરમેન તરીકે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

  ગુજરાત સરકારમાં મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાની ઈફ્કોના ગુજરાત વિભાગના ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. દિલ્હીમાં આવેલી અને એશિયાની રાસાયણિક ખાતરનું સૌથી વધુ ઉત્પાદન કરતી ખેડૂતોની સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો.ઓપ. લી(ઈફ્કો)માં હોદ્દેદારોની વરણી કરવામાં આવી. ઈફ્કો ગુજરાતના વાઈસ ચેરમેન તરીકે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

  4/10
 • એશિયાટિક લાયનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલીના ખાંભા રેન્જની ભાવરડી અને રાણીગપરા વચ્ચેની ડુંગરમાળામાં પાંચ સિંહબાળનો જન્મ થયો છે. ખાંભા રેન્જમાં એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે.

  એશિયાટિક લાયનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલીના ખાંભા રેન્જની ભાવરડી અને રાણીગપરા વચ્ચેની ડુંગરમાળામાં પાંચ સિંહબાળનો જન્મ થયો છે. ખાંભા રેન્જમાં એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે.

  5/10
 • એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાં થયા છે. અને ખેડૂતો માવઠાને કારણે ચિંતિત છે. ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે ચોમાસામાં 96 ટકા વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અલ નીનોની અસર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂન જૂલાઈમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.

  એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાં થયા છે. અને ખેડૂતો માવઠાને કારણે ચિંતિત છે. ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે ચોમાસામાં 96 ટકા વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અલ નીનોની અસર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂન જૂલાઈમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.

  6/10
 • દેશના સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંકે હોમ લોન ગ્રાહકોને એક મહિનામાં બીજી વાર સારા સમાચાર આપ્યા છે. SBIએ કહ્યું છે કે તેમણે તમામ અવધિના MCLRમાં 0.05%નો ઘટાડો કર્યો છે. આ પહેલા આ દર 8.50 ટકા હતો જે હવે ઘટાડીને 8.45 ટકા કરવામાં આવ્યો છે. SBIએ MCLRમાં કરેલા આ ઘટાડાના કારમે એ તમામ ગ્રાહકોને ફાયદો થશે જેમની લોન MCLR સાથે જોડાયેલી છે. ખાસ કરીને હોમ લોનના ગ્રાહકોનો ફાયદો થશે. તમને જણાવીએ કે નવા દરો શુક્રવારથી અમલમાં આવી ગયા છે.

  દેશના સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંકે હોમ લોન ગ્રાહકોને એક મહિનામાં બીજી વાર સારા સમાચાર આપ્યા છે. SBIએ કહ્યું છે કે તેમણે તમામ અવધિના MCLRમાં 0.05%નો ઘટાડો કર્યો છે. આ પહેલા આ દર 8.50 ટકા હતો જે હવે ઘટાડીને 8.45 ટકા કરવામાં આવ્યો છે. SBIએ MCLRમાં કરેલા આ ઘટાડાના કારમે એ તમામ ગ્રાહકોને ફાયદો થશે જેમની લોન MCLR સાથે જોડાયેલી છે. ખાસ કરીને હોમ લોનના ગ્રાહકોનો ફાયદો થશે. તમને જણાવીએ કે નવા દરો શુક્રવારથી અમલમાં આવી ગયા છે.

  7/10
 • ફ્લાઇટમાં મુસાફરી કરવું હવે ખૂબ જ સસ્તું થવાનું છે. એર ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે તે તત્કાલ ફ્લાઇટની ટિકિટ બુકિંગ પર 40 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય તેણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે લીધો છે. તેમના અનુસાર ગ્રાહક જો ફ્લાઇટ બોર્ડિંગના ત્રણ કલાક પહેલા ટિકિટ બુક કરશે તો તેને આ સ્કિમનો ફાયદો મળશે.

  ફ્લાઇટમાં મુસાફરી કરવું હવે ખૂબ જ સસ્તું થવાનું છે. એર ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે તે તત્કાલ ફ્લાઇટની ટિકિટ બુકિંગ પર 40 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય તેણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે લીધો છે. તેમના અનુસાર ગ્રાહક જો ફ્લાઇટ બોર્ડિંગના ત્રણ કલાક પહેલા ટિકિટ બુક કરશે તો તેને આ સ્કિમનો ફાયદો મળશે.

  8/10
 • મા સાથે તમે કેટલા વર્ષો વિતાવ્યા છે તે નથી ગણાતું પરંતુ કેટલી ક્ષણો વિતાવી છે તેની ગણતરી થાય છે. આમ તો માતાના મહિમાને ઉજવવા માટે એક દિવસ પુરતો નથી. પરંતુ મધર્સ ડે આવી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચને એક ખાસ ગીત લઈને આવ્યા છે.

  મા સાથે તમે કેટલા વર્ષો વિતાવ્યા છે તે નથી ગણાતું પરંતુ કેટલી ક્ષણો વિતાવી છે તેની ગણતરી થાય છે. આમ તો માતાના મહિમાને ઉજવવા માટે એક દિવસ પુરતો નથી. પરંતુ મધર્સ ડે આવી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચને એક ખાસ ગીત લઈને આવ્યા છે.

  9/10
 • IPL હાલ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે બીજો ક્વૉલિફાયર મેચ રમાઈ રહ્યો છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટૉસ જીત્યો છે અને પહેલા ફિલ્ડિંગ લીધી છે.

  IPL હાલ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે બીજો ક્વૉલિફાયર મેચ રમાઈ રહ્યો છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટૉસ જીત્યો છે અને પહેલા ફિલ્ડિંગ લીધી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ ઘટનાઓ મહત્વની રહી? વાંચો આ તમામ સમાચારો એકસાથે..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK