વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Updated: Apr 25, 2019, 20:15 IST | Vikas Kalal
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં મેગા રોડ શો અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુરુવારે 4.30 કલાકે બાબતપુર સ્થિત લાલ બહાદૂર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનથી પહોંચ્યા. એરપોર્ટથી તે હેલિકૉપ્ટરમાં બીએચયૂ સ્થિત હેલિપૈડ માટે નીકળ્યા, જ્યાં તે સાંદે 5 વાગ્યે પહોંચ્યા. ત્યાર પછી સિંહ દ્વાર પર સાંજે સવા પાંચ વાગ્યે તેઓ પં.મહામના મદન મોહન માલવીયની પ્રતિમા પર પાલ્યાર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી છે. આ રોડ શો દશાશ્વમેઘ ઘાટ સુધી જઇને મોડી સાંજે પૂરો થશે જેમાં પ્રધાનમંત્રી ગંગા આરતીમાં સામેલ થશે. આખા રોડ શો દરમિયાન લાખો લોકો પીએમનું સ્વાગત કરવા માટે લંકા ગેટથી દશાશ્વમેઘ ઘાટ સુધી રહેશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં મેગા રોડ શો અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુરુવારે 4.30 કલાકે બાબતપુર સ્થિત લાલ બહાદૂર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનથી પહોંચ્યા. એરપોર્ટથી તે હેલિકૉપ્ટરમાં બીએચયૂ સ્થિત હેલિપૈડ માટે નીકળ્યા, જ્યાં તે સાંદે 5 વાગ્યે પહોંચ્યા. ત્યાર પછી સિંહ દ્વાર પર સાંજે સવા પાંચ વાગ્યે તેઓ પં.મહામના મદન મોહન માલવીયની પ્રતિમા પર પાલ્યાર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી છે. આ રોડ શો દશાશ્વમેઘ ઘાટ સુધી જઇને મોડી સાંજે પૂરો થશે જેમાં પ્રધાનમંત્રી ગંગા આરતીમાં સામેલ થશે. આખા રોડ શો દરમિયાન લાખો લોકો પીએમનું સ્વાગત કરવા માટે લંકા ગેટથી દશાશ્વમેઘ ઘાટ સુધી રહેશે.

  1/10
 • દેશની એરલાઈન ગોએર 26 એપ્રિલથી 28 નવી ફ્લાઈટ્સ શરુ કરી રહી છે. ગો એર દ્વારા બુધવારે માહિતી આપવામાં આવી હતી કે કંપની 26 એપ્રિલથી નવી ફ્લાઈટ્સ શરુ કરાશે. જેમાં 8 ફ્લાઈટ્સ મુંબઈથી અને 7 ફ્લાઈટ્સ નવી દિલ્હીથી શરુ કરવામાં આવશે. ગો એર દ્વારા આ વર્ષે ગરમીની અત્યારની સેવાઓ સિવાય 28 નવી ફ્લાઈટ્સ વધારવાની ઘોષણા કરી છે.

  દેશની એરલાઈન ગોએર 26 એપ્રિલથી 28 નવી ફ્લાઈટ્સ શરુ કરી રહી છે. ગો એર દ્વારા બુધવારે માહિતી આપવામાં આવી હતી કે કંપની 26 એપ્રિલથી નવી ફ્લાઈટ્સ શરુ કરાશે. જેમાં 8 ફ્લાઈટ્સ મુંબઈથી અને 7 ફ્લાઈટ્સ નવી દિલ્હીથી શરુ કરવામાં આવશે. ગો એર દ્વારા આ વર્ષે ગરમીની અત્યારની સેવાઓ સિવાય 28 નવી ફ્લાઈટ્સ વધારવાની ઘોષણા કરી છે.

  2/10
 • ઉરી આતંકી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક સમયે સેનાના પ્રમુખ રહેલા રિટાયર્ડ દલબીર સિંહ સુહાગને કેન્દ્ર સરકાર દ્વારા દેશની સેવા કરવાનો વધુ એક મોકો આપ્યો છે. પૂર્વ સેના પ્રમુખ સુહાગને સેશેલ્સ ગણરાજ્યમાં ભારતના ઉચ્ચ કમિશ્નર તરીકે પસંદગી કરવામાં આવી છે.

  ઉરી આતંકી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક સમયે સેનાના પ્રમુખ રહેલા રિટાયર્ડ દલબીર સિંહ સુહાગને કેન્દ્ર સરકાર દ્વારા દેશની સેવા કરવાનો વધુ એક મોકો આપ્યો છે. પૂર્વ સેના પ્રમુખ સુહાગને સેશેલ્સ ગણરાજ્યમાં ભારતના ઉચ્ચ કમિશ્નર તરીકે પસંદગી કરવામાં આવી છે.

  3/10
 • ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ સામે યૌન ઉત્પીડનની તપાસ કરી રહેલી બેચમાંથી જસ્ટીસ એનવી રમણ આ બેચમાંથી છૂટા થયા છે.  આ પહેલા આ સમિતિમાં જસ્ટિસ  એનવી રમણના સામેલ થવા પર પ્રશ્નો ઉભા થયા હતા

  ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ સામે યૌન ઉત્પીડનની તપાસ કરી રહેલી બેચમાંથી જસ્ટીસ એનવી રમણ આ બેચમાંથી છૂટા થયા છે.  આ પહેલા આ સમિતિમાં જસ્ટિસ  એનવી રમણના સામેલ થવા પર પ્રશ્નો ઉભા થયા હતા

  4/10
 • ચૂંટણી પહેલા વિજવપરાશકારોને રાહત મળી છે. જે ઉપયોગ કર્તાઓ 201 થી 250 યુનિટ વિજળી વાપરી રહ્યા છે તેમના વીજદરમાં 10 પૈસા પ્રતિ યુનીટ ઘટાડો કરવામાં આવ્યો છે.

  ચૂંટણી પહેલા વિજવપરાશકારોને રાહત મળી છે. જે ઉપયોગ કર્તાઓ 201 થી 250 યુનિટ વિજળી વાપરી રહ્યા છે તેમના વીજદરમાં 10 પૈસા પ્રતિ યુનીટ ઘટાડો કરવામાં આવ્યો છે.

  5/10
 • રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી છે. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથધરી હતી.

  રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી છે. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથધરી હતી.

  6/10
 •  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 બિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવી શકે છે. યૂઝર્સની પ્રાઈવસીને લઈને છેલ્લા કેટલાક સમયથી ફેસબુક સતત ચર્ચાનો વિષય રહ્યું છે. માત્ર ફેસબુક જ નહી ઈન્ટાગ્રામ અને વોટ્સઍપની પણ પ્રાઈવસી પણ ચર્ચામાં રહી છે. માનવામાં આવી રહ્યું છે ફેડરલ ટ્રેડ કમિશન ફેસબુક પાસેથી 5 બિલિયન ડોલર દંડ ફટકારી શકે છે

   સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 બિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવી શકે છે. યૂઝર્સની પ્રાઈવસીને લઈને છેલ્લા કેટલાક સમયથી ફેસબુક સતત ચર્ચાનો વિષય રહ્યું છે. માત્ર ફેસબુક જ નહી ઈન્ટાગ્રામ અને વોટ્સઍપની પણ પ્રાઈવસી પણ ચર્ચામાં રહી છે. માનવામાં આવી રહ્યું છે ફેડરલ ટ્રેડ કમિશન ફેસબુક પાસેથી 5 બિલિયન ડોલર દંડ ફટકારી શકે છે

  7/10
 • માર્વલની મોસ્ટ અવેઇટેડ હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ ભારતમાં રિલીઝ થતા પહેલા જ ઓનલાઇન લીક થવાની ઘટના સામે આવી છે. ફિલ્મને લઇને દેશ દુનિયામાં ભારે દબદબો બનેલો છે. ભારતમાં ફિલ્મ 26 એપ્રિલના રિલીઝ થવાની છે પણ એક તરફ જ્યાં ચાહકો એડવાન્સ્ડ બુકિંગ કરી રહ્યા હતા તો બીજી તરફ ફિલ્મ ઑનલાઇન જ લીક થઇ જવાની વાત બહાર આવી છે. આ આખી ફિલ્મ લીક થયા પહેલા એક શોર્ટ વીડિયો પણ લીક કરવામાં આવ્યો હતો. ફિલ્મ લીક કરનાર વેબસાઇટ તમિલ રોકર્સ નામે ચાલે છે. આ વેબસાઇટ પર પહેલા શોર્ટ વીડિયો અને પછી આખી ફિલ્મ પાઇરેસીની શિકાર થઈ.

  માર્વલની મોસ્ટ અવેઇટેડ હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ ભારતમાં રિલીઝ થતા પહેલા જ ઓનલાઇન લીક થવાની ઘટના સામે આવી છે. ફિલ્મને લઇને દેશ દુનિયામાં ભારે દબદબો બનેલો છે. ભારતમાં ફિલ્મ 26 એપ્રિલના રિલીઝ થવાની છે પણ એક તરફ જ્યાં ચાહકો એડવાન્સ્ડ બુકિંગ કરી રહ્યા હતા તો બીજી તરફ ફિલ્મ ઑનલાઇન જ લીક થઇ જવાની વાત બહાર આવી છે. આ આખી ફિલ્મ લીક થયા પહેલા એક શોર્ટ વીડિયો પણ લીક કરવામાં આવ્યો હતો. ફિલ્મ લીક કરનાર વેબસાઇટ તમિલ રોકર્સ નામે ચાલે છે. આ વેબસાઇટ પર પહેલા શોર્ટ વીડિયો અને પછી આખી ફિલ્મ પાઇરેસીની શિકાર થઈ.

  8/10
 • ભારતીય નિશાનેબાજોની જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ચીનની બેઈજિંગમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપ 2019માં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની આ જોડીએ એક આસાન મુકાબલામાં ચીનના જિયાંગ રાનક્સિન અને પેંગ વેઈને 16-6ના મોટા અંતરથી હરાવ્યો હતો અને બીજી વાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

  ભારતીય નિશાનેબાજોની જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ચીનની બેઈજિંગમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપ 2019માં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની આ જોડીએ એક આસાન મુકાબલામાં ચીનના જિયાંગ રાનક્સિન અને પેંગ વેઈને 16-6ના મોટા અંતરથી હરાવ્યો હતો અને બીજી વાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

  9/10
 • ipl 2019માં આજે કોલકાતા સામે રાજસ્થાન રોયલ્સ ટકરાશે. કોલકાતા ઈડન ગાર્ડન પર બન્ને ટીમો ટકરાશે. રાજસ્થાન અને કોલકાતા બન્ને ટીમો માટે iplમાં પોતાનું સ્થાન બનાવી રાખવા માટે આ મેચ જરુરી છે.  રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  ipl 2019માં આજે કોલકાતા સામે રાજસ્થાન રોયલ્સ ટકરાશે. કોલકાતા ઈડન ગાર્ડન પર બન્ને ટીમો ટકરાશે. રાજસ્થાન અને કોલકાતા બન્ને ટીમો માટે iplમાં પોતાનું સ્થાન બનાવી રાખવા માટે આ મેચ જરુરી છે.  રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? વાંચો માત્ર એક જ ક્લિકમાં આજના દિવસના તમામ મુખ્ય સમાચારો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK