વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Published: Apr 24, 2019, 19:43 IST | Falguni Lakhani
 • હવે ફરી એકવાર ટિકટોક એપ્લિકેશન ગૂગલના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. કારણ કે મદ્રાસ હાઈકોર્ટે તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો છે.

  હવે ફરી એકવાર ટિકટોક એપ્લિકેશન ગૂગલના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. કારણ કે મદ્રાસ હાઈકોર્ટે તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો છે.

  1/10
 • ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી છે. અને હજુ પણ તેમાં વધારો થવાનો છે. કારણ કે હવામાન વિભાગે આ અઠવાડિયાના અંતમાં રેડ એલર્ટ આપ્યું છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. અને આગામી 26મી એપ્રિલથી 3 દિવસ માટે ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે લોકોએ કામ વગર ઘરમાંથી બહાર પણ ન નીકળવાની સલાહ હવામાન વિભાગે આપી છે.

  ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી છે. અને હજુ પણ તેમાં વધારો થવાનો છે. કારણ કે હવામાન વિભાગે આ અઠવાડિયાના અંતમાં રેડ એલર્ટ આપ્યું છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. અને આગામી 26મી એપ્રિલથી 3 દિવસ માટે ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે લોકોએ કામ વગર ઘરમાંથી બહાર પણ ન નીકળવાની સલાહ હવામાન વિભાગે આપી છે.

  2/10
 • તાજેતરમાં જ ટાટા ગ્રુપની કંપની ધ ઈન્ડિયન હોટેલ્સ લિમિટેડે રાજ્યમાં સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલ બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે ટાટા ગ્રુપની કંપની સંકલ્પ ઈન સાથે મળીને અમદાવાદમાં 315 રૂમની હોટેલ બનાવશે.

  તાજેતરમાં જ ટાટા ગ્રુપની કંપની ધ ઈન્ડિયન હોટેલ્સ લિમિટેડે રાજ્યમાં સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલ બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે ટાટા ગ્રુપની કંપની સંકલ્પ ઈન સાથે મળીને અમદાવાદમાં 315 રૂમની હોટેલ બનાવશે.

  3/10
 • ડાંગમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટેલિવિઝિનનું રિમોટ ફાટતા એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. અત્યાર સુધી તો મોબાઈલ ફાટવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ ડાંગમાં ટેલિવિઝનનું રિમોટ ફાટવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ડાંગમાં નવ વર્ષનો બાળક ટીવીના રિમોટ સાથે રમતો હતો ત્યારે જ અચાનક રિમોટમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થવાથી બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  ડાંગમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટેલિવિઝિનનું રિમોટ ફાટતા એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. અત્યાર સુધી તો મોબાઈલ ફાટવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ ડાંગમાં ટેલિવિઝનનું રિમોટ ફાટવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ડાંગમાં નવ વર્ષનો બાળક ટીવીના રિમોટ સાથે રમતો હતો ત્યારે જ અચાનક રિમોટમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થવાથી બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  4/10
 • ભારતીય રેલવે પોતાના મુસાફરો માટે એક પછી એક જાહેરાતો કરી રહ્યું છે. ભારતીય રેલવેએ આ વર્ષે અનેક નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે જલ્દી જ ભારતીય રેલવે હમસફર એક્સપ્રેસ, અંત્યોદય એક્સપ્રેસ અને ઉદય એક્સપ્રેસની કેટલીક વધુ ટ્રેનો શરૂ કરશે. જેનો લાભ ગુજરાતને પણ મળવા જઈ રહ્યો છે.

  ભારતીય રેલવે પોતાના મુસાફરો માટે એક પછી એક જાહેરાતો કરી રહ્યું છે. ભારતીય રેલવેએ આ વર્ષે અનેક નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે જલ્દી જ ભારતીય રેલવે હમસફર એક્સપ્રેસ, અંત્યોદય એક્સપ્રેસ અને ઉદય એક્સપ્રેસની કેટલીક વધુ ટ્રેનો શરૂ કરશે. જેનો લાભ ગુજરાતને પણ મળવા જઈ રહ્યો છે.

  5/10
 • દેશના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ પર લગાવવામાં આવેલા યૌનશોષણના આરોપો પાછળ ષડયંત્ર હોવાના આરોપોને સુપ્રીમ કોર્ટે ગંભીર ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ. જેમાં વકીલ ઉત્સવ બેંસએ સીલબંધ કરવમાં સીસીટીવી ફૂટેજ સોંપ્યા છે. તેમણે બેંચને એવું પણ કહ્યું કે આની પાછળ દેશના કોઈ મોટા કોર્પોરેટ્સનો હાથ હોઈ શકે છે.

  દેશના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ પર લગાવવામાં આવેલા યૌનશોષણના આરોપો પાછળ ષડયંત્ર હોવાના આરોપોને સુપ્રીમ કોર્ટે ગંભીર ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ. જેમાં વકીલ ઉત્સવ બેંસએ સીલબંધ કરવમાં સીસીટીવી ફૂટેજ સોંપ્યા છે. તેમણે બેંચને એવું પણ કહ્યું કે આની પાછળ દેશના કોઈ મોટા કોર્પોરેટ્સનો હાથ હોઈ શકે છે.

  6/10
 • RBIએ 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે. RBIએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી સીરિઝ(નવી) અંતર્ગત જાહેર કરવામાં આવશે. 200 અને 500 રૂપિયાની નવી નોટોમાં વધુ બદલાવ નહીં થાય. જેના પર RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસની સાઈન હશે. હાલ આવી રહેલા 200 અને 500ની નોટ પર ઉર્જિત પટેલની સાઈન છે. બેંકએ એ પણ સ્પષ્ટતા કરી છે કે નવી નોટો ચલણમાં આવતા જૂની નોટો પણ ચલણમાં રહેશે જ.

  RBIએ 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે. RBIએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી સીરિઝ(નવી) અંતર્ગત જાહેર કરવામાં આવશે. 200 અને 500 રૂપિયાની નવી નોટોમાં વધુ બદલાવ નહીં થાય. જેના પર RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસની સાઈન હશે. હાલ આવી રહેલા 200 અને 500ની નોટ પર ઉર્જિત પટેલની સાઈન છે. બેંકએ એ પણ સ્પષ્ટતા કરી છે કે નવી નોટો ચલણમાં આવતા જૂની નોટો પણ ચલણમાં રહેશે જ.

  7/10
 • ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને મેરી કૉમની બાયોપિક પછી બોલીવુડમાં ખેલાડીઓના જીવન પર કેટલીય ફિલ્મો બની રહી છે. જેમાં હે પીટી ઉષા પર પણ ફિલ્મ બની રહી છે જેમાં પહેલા પ્રિયંકા ચોપડાને ફાઇનલ કરવામાં આવી હતી. પણ હવે આ ફિલ્મમાં કેટરીના કૈફને લેવાની ચર્ચા થઇ રહી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમેકર રેવતી એસ વર્મા આ ફિલ્મને ડાયરેક્ટ કરશે અને ફિલ્મમાં દેસી ગર્લ પ્રિયંકાને કેટરીના કૈફ રિપ્લેસ કરી શકે છે.

  ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને મેરી કૉમની બાયોપિક પછી બોલીવુડમાં ખેલાડીઓના જીવન પર કેટલીય ફિલ્મો બની રહી છે. જેમાં હે પીટી ઉષા પર પણ ફિલ્મ બની રહી છે જેમાં પહેલા પ્રિયંકા ચોપડાને ફાઇનલ કરવામાં આવી હતી. પણ હવે આ ફિલ્મમાં કેટરીના કૈફને લેવાની ચર્ચા થઇ રહી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમેકર રેવતી એસ વર્મા આ ફિલ્મને ડાયરેક્ટ કરશે અને ફિલ્મમાં દેસી ગર્લ પ્રિયંકાને કેટરીના કૈફ રિપ્લેસ કરી શકે છે.

  8/10
 • રૂસો બર્ધર્સની માર્વલ કૉમિક્સના કલાકારોને લઈને બનાવવામાં આવી એવેન્જર્સ સીરીઝની છેલ્લી કડી એટલેકે એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં રિલીઝના પહેલા ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મને જોવા માટે વધી રહી ઉત્સુક્તાને જોઈને દેશભરમાં 24 કલાક મલ્ટીપ્લેક્સ ખુલ્લા રાખવાની પરમિશન આપવામાં આવી છે. રાત્રે દોઢ વાગ્યે અને સવારે ત્રણ વાગ્યાના શૉની એડવાન્સ બુકિંગ પણ ચાલી રહી છે.

  રૂસો બર્ધર્સની માર્વલ કૉમિક્સના કલાકારોને લઈને બનાવવામાં આવી એવેન્જર્સ સીરીઝની છેલ્લી કડી એટલેકે એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં રિલીઝના પહેલા ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મને જોવા માટે વધી રહી ઉત્સુક્તાને જોઈને દેશભરમાં 24 કલાક મલ્ટીપ્લેક્સ ખુલ્લા રાખવાની પરમિશન આપવામાં આવી છે. રાત્રે દોઢ વાગ્યે અને સવારે ત્રણ વાગ્યાના શૉની એડવાન્સ બુકિંગ પણ ચાલી રહી છે.

  9/10
 • IPLમાં હાલ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ 10માંથી 5 મેચ જીત્યું છે જ્યારે બેંગ્લોર 10માંથી 3 મેચ જીત્યું છે.

  IPLમાં હાલ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ 10માંથી 5 મેચ જીત્યું છે જ્યારે બેંગ્લોર 10માંથી 3 મેચ જીત્યું છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? વાંચો માત્ર એક જ ક્લિકમાં આજના દિવસના તમામ મુખ્ય સમાચારો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK