Happy Birthday Rajiv Gandhi:જુઓ પૂર્વ વડાપ્રધાનના અનસીન અને રૅર ફોટોઝ

Updated: 20th August, 2020 13:50 IST | Shilpa Bhanushali
 • રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ મુંબઈમાં થયો હતો. રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના પુત્ર છે. રાજીવ ગાંધીના શિક્ષકોના કહેવા પ્રમાણે તેઓ શરમાળ અને ઈન્ટ્રોવર્ટ હતા.

  રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ મુંબઈમાં થયો હતો. રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના પુત્ર છે. રાજીવ ગાંધીના શિક્ષકોના કહેવા પ્રમાણે તેઓ શરમાળ અને ઈન્ટ્રોવર્ટ હતા.

  1/18
 • રાજીવ ગાંધીનું નામ તેમના નાની અને જવાહરલાલ નેહરુના પત્ની કમલા નેહરુના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

  રાજીવ ગાંધીનું નામ તેમના નાની અને જવાહરલાલ નેહરુના પત્ની કમલા નેહરુના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

  2/18
 • રાજીવ ગાંધીએ વેલ્હામ બોય્ઝ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો અને બાદમાં 1954માં દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી ભણ્યા હતા. 1961માં તેઓ એ લેવલના અભ્યાસ માટે લંડન ગયા હતા. 1962થી 1965 સુધી તેમણે કેમ્બ્રિજની ટ્રિનીટી કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ ર્યો. જો કે ડિગ્રી નહોતી લીધી. 1966માં તેમણે લંડનની ઈમ્પિરિયલ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો પણ પૂરો ન કર્યો.

  રાજીવ ગાંધીએ વેલ્હામ બોય્ઝ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો અને બાદમાં 1954માં દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી ભણ્યા હતા. 1961માં તેઓ એ લેવલના અભ્યાસ માટે લંડન ગયા હતા. 1962થી 1965 સુધી તેમણે કેમ્બ્રિજની ટ્રિનીટી કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ ર્યો. જો કે ડિગ્રી નહોતી લીધી. 1966માં તેમણે લંડનની ઈમ્પિરિયલ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો પણ પૂરો ન કર્યો.

  3/18
 • 1966માં રાજીવ ગાંધી ભારત પાછા આવ્યા હતા. આ જ વર્ષે ઈન્દિરા ગાંદી પીએમ બન્યા હતા. રાજીવ ગાંધી દિલ્હીમાં ફ્લાઈંગ ક્લબના સભ્ય બન્યા હતા. 1970માં તેઓ એર ઈન્ડિયામાં પાઈલોટ તરીકે કામ કરતા હતા.

  1966માં રાજીવ ગાંધી ભારત પાછા આવ્યા હતા. આ જ વર્ષે ઈન્દિરા ગાંદી પીએમ બન્યા હતા. રાજીવ ગાંધી દિલ્હીમાં ફ્લાઈંગ ક્લબના સભ્ય બન્યા હતા. 1970માં તેઓ એર ઈન્ડિયામાં પાઈલોટ તરીકે કામ કરતા હતા.

  4/18
 • 1968માં તેમણે એડવિગ એન્ટોનિયા અલ્બીના માઈનો સાથે 3 વર્ષના રિલેશન બાદ લગ્ન કર્યા હતા. બાદમાં તેમની પત્નીનું નામ સોનિયા ગાંધી કરી દેવાયું. તેમને 1970માં પુત્ર તરીકે રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. બંનેને પ્રિયંકા ગાંધી નામની પુત્રી પણ જન્મી હતી.

  1968માં તેમણે એડવિગ એન્ટોનિયા અલ્બીના માઈનો સાથે 3 વર્ષના રિલેશન બાદ લગ્ન કર્યા હતા. બાદમાં તેમની પત્નીનું નામ સોનિયા ગાંધી કરી દેવાયું. તેમને 1970માં પુત્ર તરીકે રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. બંનેને પ્રિયંકા ગાંધી નામની પુત્રી પણ જન્મી હતી.

  5/18
 • પ્લેન ક્રેશમાં સંજય ગાંધીનું નિધન થયા બાદ બદ્રીનાથના સંત શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદે ગાંધી પરિવાર સાથે મુલાકાત કરી હતી. અને રાજીવ ગાંધીને પ્લેન ન ઉડાડવા સલાહ આપી હતી.  સાથે જ તેમણે દેશસેવામાં કામ કરવા કહ્યું હતું.

  પ્લેન ક્રેશમાં સંજય ગાંધીનું નિધન થયા બાદ બદ્રીનાથના સંત શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદે ગાંધી પરિવાર સાથે મુલાકાત કરી હતી. અને રાજીવ ગાંધીને પ્લેન ન ઉડાડવા સલાહ આપી હતી.  સાથે જ તેમણે દેશસેવામાં કામ કરવા કહ્યું હતું.

  6/18
 • સંજય ગાંધીના નિધન બાદ કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓએ ઈન્દિરા ગાંધીને મળી રાજીવ ગાંધીને સક્રિય રાજકારણમાં આવવા અનુરોધ કર્યો હતો. આખરે 16 ફેબ્રુઆરી, 1981માં રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા. તેમણે દિલ્હીમાં પહેલી વાર ખેડૂતોની સભાને સંબોધન કર્યું હતું. જો કે આ દરમિયાન તેઓ એર ઈન્ડિયાના કર્મચારી પણ હતા.

  સંજય ગાંધીના નિધન બાદ કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓએ ઈન્દિરા ગાંધીને મળી રાજીવ ગાંધીને સક્રિય રાજકારણમાં આવવા અનુરોધ કર્યો હતો. આખરે 16 ફેબ્રુઆરી, 1981માં રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા. તેમણે દિલ્હીમાં પહેલી વાર ખેડૂતોની સભાને સંબોધન કર્યું હતું. જો કે આ દરમિયાન તેઓ એર ઈન્ડિયાના કર્મચારી પણ હતા.

  7/18
 • 31 ઓક્ટોબર, 1984માં રાજીવ ગાંધીએ દેશના સાતમા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજીવ ગાંધી તે સમયે માત્ર 41 વર્ષના હતા. તેઓ ભારતના સૌથી યુવાન વડાપ્રધાન બન્યા હતા.

  31 ઓક્ટોબર, 1984માં રાજીવ ગાંધીએ દેશના સાતમા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજીવ ગાંધી તે સમયે માત્ર 41 વર્ષના હતા. તેઓ ભારતના સૌથી યુવાન વડાપ્રધાન બન્યા હતા.

  8/18
 • 1984ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીએ કોંગ્રેસને વિક્રમી વિજય અપાવ્યો હતો. તસવીરમાંઃ CPSUના ફોર્મર સેક્રેટરી એન્ટોલી ડોબ્રીનન સાથે રાજીવ ગાંધી

  1984ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીએ કોંગ્રેસને વિક્રમી વિજય અપાવ્યો હતો. તસવીરમાંઃ CPSUના ફોર્મર સેક્રેટરી એન્ટોલી ડોબ્રીનન સાથે રાજીવ ગાંધી

  9/18
 • પાકિસ્તાન અને બેનઝીર ભુટ્ટો સાથેના સંબંધો વિશે રાજીવ ગાંધીએ કહ્યું હતું ભૂટ્ટો અને તેમણે સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. અને ભારત તેમ જ પાકિસ્તાનના સંબંધો સુધારવા પ્રયત્નો કરવાનું નક્કી કર્યું હતું. તસવીરમાંઃ બેનઝીર ભૂટ્ટો સાથે રાજીવ ગાંધી

  પાકિસ્તાન અને બેનઝીર ભુટ્ટો સાથેના સંબંધો વિશે રાજીવ ગાંધીએ કહ્યું હતું ભૂટ્ટો અને તેમણે સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. અને ભારત તેમ જ પાકિસ્તાનના સંબંધો સુધારવા પ્રયત્નો કરવાનું નક્કી કર્યું હતું. તસવીરમાંઃ બેનઝીર ભૂટ્ટો સાથે રાજીવ ગાંધી

  10/18
 • 1987માં કોલંબોમાં રાજીવ ગાંધીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, ત્યારે શ્રીલંકન નેવીના જવાને તેમના પર હુમલો કર્યો હતો.

  1987માં કોલંબોમાં રાજીવ ગાંધીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, ત્યારે શ્રીલંકન નેવીના જવાને તેમના પર હુમલો કર્યો હતો.

  11/18
 • તસવીરમાંઃ પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હક સાથે રાજીવ ગાંધી

  તસવીરમાંઃ પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હક સાથે રાજીવ ગાંધી

  12/18
 •  રાજીવ ગાંધી યુવાનોને પ્રોત્સાહન આપવામાં અને દેશના વિકાસમાં માનતા હતા. તેણે દેશના યુવાનો માટે ખાસ જવાહર રોજગાર યોજનાની શરૂઆત કરાવી હતી, જેનો ઉદ્દેશ્ય રોજગારી પેદા કરવાનો હતો.

   રાજીવ ગાંધી યુવાનોને પ્રોત્સાહન આપવામાં અને દેશના વિકાસમાં માનતા હતા. તેણે દેશના યુવાનો માટે ખાસ જવાહર રોજગાર યોજનાની શરૂઆત કરાવી હતી, જેનો ઉદ્દેશ્ય રોજગારી પેદા કરવાનો હતો.

  13/18
 • 21 મે, 1991માં રાજીવ ગાંધી કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા શ્રીપેરુમ્બુદુર પહોંચ્યા હતા. જ્યાં એક મહિલા તેમને પગે લાગવા ઝૂકી અને બોમ્બ વિસ્ફોટ કર્યો. જેમાં રાજીવ ગાંધી મૃત્યુ પામ્યા હતા. તસવીરમાંઃ સિમી ગરેવાલ સાથે રાજીવ ગાંધી

  21 મે, 1991માં રાજીવ ગાંધી કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા શ્રીપેરુમ્બુદુર પહોંચ્યા હતા. જ્યાં એક મહિલા તેમને પગે લાગવા ઝૂકી અને બોમ્બ વિસ્ફોટ કર્યો. જેમાં રાજીવ ગાંધી મૃત્યુ પામ્યા હતા.
  તસવીરમાંઃ સિમી ગરેવાલ સાથે રાજીવ ગાંધી

  14/18
 • 1991માં રાજીવ ગાંધીનું ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માન કરાયું હતું.

  1991માં રાજીવ ગાંધીનું ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માન કરાયું હતું.

  15/18
 • ભારતના પૂર્વ વડાપ્રધાનના કેટલાક આ છે કેન્ડીડ ફોટોઝ. સિંગર કમ્પોઝર ભૂપેન હઝારિકા સાથે રાજીવ ગાંધી.

  ભારતના પૂર્વ વડાપ્રધાનના કેટલાક આ છે કેન્ડીડ ફોટોઝ. સિંગર કમ્પોઝર ભૂપેન હઝારિકા સાથે રાજીવ ગાંધી.

  16/18
 • 14મા દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સો સાથે વાતચીત કરી રહેલા રાજીવ ગાંધી

  14મા દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સો સાથે વાતચીત કરી રહેલા રાજીવ ગાંધી

  17/18
 •  લેજન્ડરી સિંગર લતા મંગેશકર સાથે વાત કરી રહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી 

   લેજન્ડરી સિંગર લતા મંગેશકર સાથે વાત કરી રહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી 

  18/18
 • loading...

ફોટોઝ વિશે

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજયંતી છે. ત્યારે જોઈએ ઈન્દિરા ગાંધીના પુત્ર અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના રૅર અને અનસીન ફોટોઝ. All pictures/mid-day archives

First Published: 20th August, 2019 13:26 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK