Published: 24th November, 2020 18:54 IST | Keval Trivedi
તાજેતરમાં જ ભારત આવ્યા બાદ વીવીઆઇપી વિમાન 'એર ઈન્ડિયા વન'એ પોતાની પ્રથમ ઉડાન ભરી છે. આજે આ પ્લેનમાંની પ્રથમ મુસાફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. તેઓ દિલ્હીથી ચેન્નઈ પહોંચ્યા હતા.
1/7
આજે સવારે રાષ્ટ્રપતિ શ્રીફળ વધેરી વિધિવત રીતે 'એર ઈન્ડિયા વન'ના પ્રથમ પ્રવાસની શરૂઆત કરી હતી.
2/7
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની દેશ-વિદેશની યાત્ર માટે ખાસ તૈયાર કરવામાં આવેલ વિશેષ વિમાન એરઈન્ડિયા વન-બી 777 થોડા દિવસો પહેલા ભારત આવી હતું, જેનો આજે પહેલી વખત ઉપયોગ થયો છે.
3/7
પ્રથમ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદે પાયલટ, ક્રુ મેમ્બર્સ અને એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરફોર્સની સમગ્ર ટીમની દેશની અંદર અને વિદેશોમાં પ્રવાસ દરમિયાન વીવીઆઈપી ટ્રાન્સપોર્ટને સુવિધાજનક બનાવવા માટે સરાહના કરી હતી.
4/7
આ બાબતે રાષ્ટ્રપતિ ભવન તરફથી માહિતી અપાઈ હતી કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આંધ્ર પ્રદેશના તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા કરવા પણ જશે. આ વિમાનનું ઈન્ટીરિયર અત્યંત આધૂનિક છે. જેને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના પ્રવાસ માટે ખાસ બનાવવામાં આવ્યું છે.
5/7
આ પહોળા વિમાનમાં મિસાઈલ ડિફેન્સ અને ડિસ્પેન્સિંગ ડિફેન્સ સિસ્ટમ છે, જેમાં મોટા એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેઝર્સ (LAIRCM) સેલ્ફ પ્રોટેક્શન સ્યુટ્સ છે. હવામાં ને હવામાં જ ઈંધણ પુરી શકાય એવી સુવિધા પણ આ વિમાનમાં છે.
6/7
અમેરિકાના પ્રેસિડેન્ટનું અધિકૃત વિમાન ‘એર ફોર્સ’ છે એવી જ રીતે ભારત પાસે હવે આવા પ્રકારનું વિમાન છે. પ્રારંભમાં ભારતીય વાયુ સેનાના પાઈલેટ્સ એર ઈન્ડિયાના પાઈલેટ્સ સાથે મળીને આ વિમાન ફ્લાય કરશે.
7/7
ફોટોઝ વિશે
તાજેતરમાં જ ભારત આવ્યા બાદ વીવીઆઇપી વિમાન 'એર ઈન્ડિયા વન'એ પોતાની પ્રથમ ઉડાન ભરી છે. આ પ્લેનમાંની પ્રથમ મુસાફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. (તસવીર સૌજન્યઃ ટ્વીટર, મિડ-ડે આર્કાઈવ્ઝ, રામનાથ કોવિંદનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK