Pandit Jasraj: એંશી વર્ષ સુધી સુરો પર સામ્રાજ્ય કરનારા અવાજનું અનોખું તેજ

Updated: Aug 18, 2020, 13:39 IST | Chirantana Bhatt
  • પંડિત જસરાજની આ તસવીર 1989માં લેવાયેલી છે, ગુજરાતના અમદાવાદમાં સપ્તક સંગીત મહોત્સવમાં તેમણે નિયમિત 40 વર્ષ હાજરી આપી છે. સંજય વૈદ્ય આ તસવીરો શૅર કરતાં જણાવે છે કે,"પંડિતજીને માથે કાળા વાળ જોયા હોય તેવા લોકો ઓછાં જ છે અને માટે જ આ તસવીરો ખાસ છે."

    પંડિત જસરાજની આ તસવીર 1989માં લેવાયેલી છે, ગુજરાતના અમદાવાદમાં સપ્તક સંગીત મહોત્સવમાં તેમણે નિયમિત 40 વર્ષ હાજરી આપી છે. સંજય વૈદ્ય આ તસવીરો શૅર કરતાં જણાવે છે કે,"પંડિતજીને માથે કાળા વાળ જોયા હોય તેવા લોકો ઓછાં જ છે અને માટે જ આ તસવીરો ખાસ છે."

    1/13
  • પંડિત જસરાજ પોતાની જાતને પાક્કા ગુજરાતી માનતા અને તેમના આધ્યાત્મિક ગુરુ જયવંત સિંહજી અમદાવાદ પાસે સાણંદના દરબારમાં હતા, જેમના દર્શને અને નિશ્રા માટે તે અહીં અચૂક આવતા.

    પંડિત જસરાજ પોતાની જાતને પાક્કા ગુજરાતી માનતા અને તેમના આધ્યાત્મિક ગુરુ જયવંત સિંહજી અમદાવાદ પાસે સાણંદના દરબારમાં હતા, જેમના દર્શને અને નિશ્રા માટે તે અહીં અચૂક આવતા.

    2/13
  • સંગીત માર્તંડ પદ્મવિભૂષણ પંડિત જસરાજ મેવાતી ઘરાનાનું ગૌરવ હતા, જે ઘરાનું જોઘપુરનાં પંડિત ધગ્ગે નઝીર ખાને શરૂ કર્યું હતું અને તેમના પટ્ટ શિષ્ય પંડિત નથ્થુ લાલ પાસે પંડિત જસરાજના પિતાએ તાલીમ મેળવી હતી.પંડિત જસરાજને સંગીત વારસામાં જ મળ્યું હતું.

    સંગીત માર્તંડ પદ્મવિભૂષણ પંડિત જસરાજ મેવાતી ઘરાનાનું ગૌરવ હતા, જે ઘરાનું જોઘપુરનાં પંડિત ધગ્ગે નઝીર ખાને શરૂ કર્યું હતું અને તેમના પટ્ટ શિષ્ય પંડિત નથ્થુ લાલ પાસે પંડિત જસરાજના પિતાએ તાલીમ મેળવી હતી.પંડિત જસરાજને સંગીત વારસામાં જ મળ્યું હતું.

    3/13
  • પંડિત જસરાજ એકવાર મુંબઇ આવેલા બડે ગુલામઅલી ખાનને મળવા ગયા અને ત્યારે આરામ ફરમાવતા ખાન સાહેબે તેમને પોતાના શિષ્ય થવા કહ્યું. આ સમયે પંડિત જસરાજે એમ કહ્યું હતું કે પોતે પોતાના સંગીતથી પિતાને જીવંત કરવા માગે છે એટલે તે ખાન સાહેબના શિષ્ય નહીં બની શકે.

    પંડિત જસરાજ એકવાર મુંબઇ આવેલા બડે ગુલામઅલી ખાનને મળવા ગયા અને ત્યારે આરામ ફરમાવતા ખાન સાહેબે તેમને પોતાના શિષ્ય થવા કહ્યું. આ સમયે પંડિત જસરાજે એમ કહ્યું હતું કે પોતે પોતાના સંગીતથી પિતાને જીવંત કરવા માગે છે એટલે તે ખાન સાહેબના શિષ્ય નહીં બની શકે.

    4/13
  • પંડિત જસરાજ એક આધ્યાત્મિક શાસ્ત્રીય ગાયક હતા તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કારણકે તેમણે હંમેશા કહ્યું છે કે તેઓ સ્વરોને પોતાની આસપાસનાં ઑરામાં અનુભવી શકતા હતા, તેઓ જાણે સ્વરોના નાના બાળકોને પંપાળતા હોય, લાડ કરતા હોય તેમ વહેવડાવતા.

    પંડિત જસરાજ એક આધ્યાત્મિક શાસ્ત્રીય ગાયક હતા તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કારણકે તેમણે હંમેશા કહ્યું છે કે તેઓ સ્વરોને પોતાની આસપાસનાં ઑરામાં અનુભવી શકતા હતા, તેઓ જાણે સ્વરોના નાના બાળકોને પંપાળતા હોય, લાડ કરતા હોય તેમ વહેવડાવતા.

    5/13
  • તમે માનશો કે તેઓ બૉલીવુડ સાથે સંકળાયેલા હોવા છતાં ય તેમણે એક માત્ર રોમેન્ટિક ગીત વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920માં ગાયું છે. આ ગીત હતું, ‘વાદા તુમસે હૈ વાદા’. તેમણે સૌથી પહેલાં તો 1966માં ગાયું હતું અને બાદમાં પંડિત ભીમસેન જોશી સાથે 1973માં એક ફિલ્મમાં જુગલબંધી કરી હતી. તેઓનો ફિલ્મ ઉદ્યોગ સાથેનો સીધો સંબંધ એટલે કે જાણીતા ફિલ્મ મેકર વી શાંતારામની દીકરી મધુરા સાથેનાં તેમનાં લગ્ન.

    તમે માનશો કે તેઓ બૉલીવુડ સાથે સંકળાયેલા હોવા છતાં ય તેમણે એક માત્ર રોમેન્ટિક ગીત વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920માં ગાયું છે. આ ગીત હતું, ‘વાદા તુમસે હૈ વાદા’. તેમણે સૌથી પહેલાં તો 1966માં ગાયું હતું અને બાદમાં પંડિત ભીમસેન જોશી સાથે 1973માં એક ફિલ્મમાં જુગલબંધી કરી હતી. તેઓનો ફિલ્મ ઉદ્યોગ સાથેનો સીધો સંબંધ એટલે કે જાણીતા ફિલ્મ મેકર વી શાંતારામની દીકરી મધુરા સાથેનાં તેમનાં લગ્ન.

    6/13
  • તેઓ વી શાંતારામના જમાઇ હતા. મધુરા અને પંડિત જસરાજ વચ્ચે લગ્ન પહેલાં સાંઇઠના દાયકામાં પત્રવહેવાર શરૂ થયો અને સામાન્ય ઔપચારિક પત્રોમાં ક્યાંય કોઇ અન્ય લાગણી ત્યારે તો નહોતી વર્તાતી.

    તેઓ વી શાંતારામના જમાઇ હતા. મધુરા અને પંડિત જસરાજ વચ્ચે લગ્ન પહેલાં સાંઇઠના દાયકામાં પત્રવહેવાર શરૂ થયો અને સામાન્ય ઔપચારિક પત્રોમાં ક્યાંય કોઇ અન્ય લાગણી ત્યારે તો નહોતી વર્તાતી.

    7/13
  • જ્યારે શાંતારામને ખ્યાલ આવ્યો કે તેમની દીકરીને આ શાસ્ત્રીય ગાયક સાથે લગ્ન કરવામાં રસ છે ત્યારે તેમણે કમાણી વિશે સવાલ કર્યો હતો. ત્યારે તે મહિને બસ્સો-ત્રણસો રૂપિયા કમાઇ લેતા અને તે ઠીકઠાક ગણાતું. 1962માં મધુરા અને પંડિત જસરાજનાં લગ્ન થયા અને લગ્ન ટાણે મહેમાનોનું સ્વાગત કરવા મંડપના પ્રવેશદ્વાર પાસે હાથી રખાયો હતો.

    જ્યારે શાંતારામને ખ્યાલ આવ્યો કે તેમની દીકરીને આ શાસ્ત્રીય ગાયક સાથે લગ્ન કરવામાં રસ છે ત્યારે તેમણે કમાણી વિશે સવાલ કર્યો હતો. ત્યારે તે મહિને બસ્સો-ત્રણસો રૂપિયા કમાઇ લેતા અને તે ઠીકઠાક ગણાતું. 1962માં મધુરા અને પંડિત જસરાજનાં લગ્ન થયા અને લગ્ન ટાણે મહેમાનોનું સ્વાગત કરવા મંડપના પ્રવેશદ્વાર પાસે હાથી રખાયો હતો.

    8/13
  • ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને અવકાશણાં મંગળ અને ગુરુની વચ્ચે શોધેલા એક માઇનલ પ્લેનેટ એટલે કે એક લઘુ ગ્રહનું નામ પંડિત જસરાજ આપ્યું છે. આ ગ્રહ 11 નવેમ્બરે 2006માં શોધાયો હતો. આ નામકરણ બાદ તેઓ મોઝાર્ટ અને બિથોવન જેવા અમર કલાકારોની હરોળમાં જોડાયા.

    ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને અવકાશણાં મંગળ અને ગુરુની વચ્ચે શોધેલા એક માઇનલ પ્લેનેટ એટલે કે એક લઘુ ગ્રહનું નામ પંડિત જસરાજ આપ્યું છે. આ ગ્રહ 11 નવેમ્બરે 2006માં શોધાયો હતો. આ નામકરણ બાદ તેઓ મોઝાર્ટ અને બિથોવન જેવા અમર કલાકારોની હરોળમાં જોડાયા.

    9/13
  • પંડિત જસરાજ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના પિલી મંડોરી કામમાં જન્મ્યા હતા તથા કૃષ્ણ અને હનુમાનના ભક્ત હતા.

    પંડિત જસરાજ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના પિલી મંડોરી કામમાં જન્મ્યા હતા તથા કૃષ્ણ અને હનુમાનના ભક્ત હતા.

    10/13
  • જાણીતા સંગીતકાર ભાઇઓ જતીન લલિત તેમના ભત્રીજા છે તથા અભિનેત્રીઓ સુલક્ષણા પંડિત અને વિજયતા પંડિત તેમની ભત્રીજીઓ છે. તેમનાં દિકરી દુર્ગા જસરાજને આપણે સૌએ અંતાક્ષરીના ટેલિવાઇઝ્ડ વર્ઝનમાં જોયાં છે તથા સાંભળ્યાં છે.

    જાણીતા સંગીતકાર ભાઇઓ જતીન લલિત તેમના ભત્રીજા છે તથા અભિનેત્રીઓ સુલક્ષણા પંડિત અને વિજયતા પંડિત તેમની ભત્રીજીઓ છે. તેમનાં દિકરી દુર્ગા જસરાજને આપણે સૌએ અંતાક્ષરીના ટેલિવાઇઝ્ડ વર્ઝનમાં જોયાં છે તથા સાંભળ્યાં છે.

    11/13
  • અઢળક સન્માન, સરપાવ અને ખિતાબ જીતનારા પંડિત જસરાજે પોતાના જીવનનું સૌથી લાંબુ પરફોર્મન્સ પણ અમદાવાદ ખાતે આપ્યું હતું જે સાડા છ કલાક ચાલ્યું હતું. અમદાવાદના ટાઉનહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે પોતાના ભાઇ સાથે જુગલબંધી કરી હતી

    અઢળક સન્માન, સરપાવ અને ખિતાબ જીતનારા પંડિત જસરાજે પોતાના જીવનનું સૌથી લાંબુ પરફોર્મન્સ પણ અમદાવાદ ખાતે આપ્યું હતું જે સાડા છ કલાક ચાલ્યું હતું. અમદાવાદના ટાઉનહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે પોતાના ભાઇ સાથે જુગલબંધી કરી હતી

    12/13
  • પંડિત જસરાજને ક્રિકેટનો ભારે શોખ હતો. તેમનું જવું સંગીત વિશ્વમાં એક એવી ખોટ છે જેને ભરવી શક્ય નથી. આ પ્રકારના કલાકારો કોઇ કિંવંદતીથી કમ નથી હોતા. લેજન્ડ્સ સદેહે ન હોય પણ તેમની કળા સતત પ્રેરણા બનીને પ્રગટ રહે છે.

    પંડિત જસરાજને ક્રિકેટનો ભારે શોખ હતો. તેમનું જવું સંગીત વિશ્વમાં એક એવી ખોટ છે જેને ભરવી શક્ય નથી. આ પ્રકારના કલાકારો કોઇ કિંવંદતીથી કમ નથી હોતા. લેજન્ડ્સ સદેહે ન હોય પણ તેમની કળા સતત પ્રેરણા બનીને પ્રગટ રહે છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

પંડિત જસરાજ હવે હયાત નથી. તેમનો અવાજ, તેમના ચહેરાની ચમક અને સંગીતને ઘુંટડે ઘુંટડે પીધું હોવાની સંતૃપ્તિ શ્રોતાઓ સુધી જે રીતે પહોંચતી તે વિશે શબ્દોમાં લખવું શક્ય નથી. પંડિત જસરાજે પોતાના સ્વરોના આયામ આકાશમાં શોધવા સફર માંડી છે ત્યારે પ્રતિષ્ઠિત તસવીરકાર સંજય વૈદ્યે ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે તેમની એવી કેટલીક તસવીરો શૅર કરી છે જે ન તો ક્યાંય છપાઇ છે કે ન કોઇ પહેલાં ય જોઇ છે. (તસવીર સૌજન્ય તથા કૉપીરાઇટ – સંજય વૈદ્ય)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK