સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 07, 2019, 20:01 IST | Vikas Kalal
 • MPના મુખ્યમંત્રીના ભાણેજ રાતુલ પુરી અને તેમના અંગત સચિવના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સૌથી પહેલા મોડી રાત્રે 3 વાગ્યા કમલનાથના OSD પ્રવીણ ક્કકડના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તે સાથે જ તેમના સલાહકાર રાજેંદ્ર મિગલાનીના દિલ્હીમાં આવેલા ગ્રીન પાર્ક આવાસ પર પણ દરોડા પાડ્યા હતા આ દરમિયાન CRPF અને MP પોલીસ વચ્ચે ઘરમા ઘૂસવા બાબતે ભિડંત થઈ હતી. SSPને ઘરમાં ઘુસતા રોક્યા હતા

  MPના મુખ્યમંત્રીના ભાણેજ રાતુલ પુરી અને તેમના અંગત સચિવના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સૌથી પહેલા મોડી રાત્રે 3 વાગ્યા કમલનાથના OSD પ્રવીણ ક્કકડના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તે સાથે જ તેમના સલાહકાર રાજેંદ્ર મિગલાનીના દિલ્હીમાં આવેલા ગ્રીન પાર્ક આવાસ પર પણ દરોડા પાડ્યા હતા આ દરમિયાન CRPF અને MP પોલીસ વચ્ચે ઘરમા ઘૂસવા બાબતે ભિડંત થઈ હતી. SSPને ઘરમાં ઘુસતા રોક્યા હતા

  1/10
 • પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિશન શક્તિની સફળતાની જાહેરાત બાદ વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. કોંગ્રેસ નેતા પી ચિદંબરમે મોદી સરકારની આલોચના કરતા કહ્યું હતું કે, દેશની આ ક્ષમતાને છુપાવીને રાખવી જોઈએ પરંતુ મોદી સરકારે તેને જાહેર કરી તેમણે આવું ન કરવુ જોઈએ. આ સિવાય પણ મિશન શક્તિની સફળતાને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે DRDOએ મિશન શક્તિના પ્રેઝન્ટેશનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં મિશન શક્તિને લઈને બધી માહિતી આપવામાં આવી છે

  પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિશન શક્તિની સફળતાની જાહેરાત બાદ વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. કોંગ્રેસ નેતા પી ચિદંબરમે મોદી સરકારની આલોચના કરતા કહ્યું હતું કે, દેશની આ ક્ષમતાને છુપાવીને રાખવી જોઈએ પરંતુ મોદી સરકારે તેને જાહેર કરી તેમણે આવું ન કરવુ જોઈએ. આ સિવાય પણ મિશન શક્તિની સફળતાને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે DRDOએ મિશન શક્તિના પ્રેઝન્ટેશનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં મિશન શક્તિને લઈને બધી માહિતી આપવામાં આવી છે

  2/10
 • લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી બાદ હવે મહાગઠબંધન પણ જોશમાં છે. આજે સહારનપુરના દેવબંધમાં સામાજિક ન્યાય સે મહાપરિવર્તન મહારેલીમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ ભાજપ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમની સાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાષ્ટ્રી લોકદળના ચૌધરી અજીત સિંહના નિશાના પર પણ ભાજપની સાથે કેન્દ્રની મોદી સરકાર હતી.

  લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી બાદ હવે મહાગઠબંધન પણ જોશમાં છે. આજે સહારનપુરના દેવબંધમાં સામાજિક ન્યાય સે મહાપરિવર્તન મહારેલીમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ ભાજપ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમની સાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાષ્ટ્રી લોકદળના ચૌધરી અજીત સિંહના નિશાના પર પણ ભાજપની સાથે કેન્દ્રની મોદી સરકાર હતી.

  3/10
 •  પાકિસ્તાની વિદેશ પ્રધાન મહેમૂદે કહ્યું કે ભારત પાકિસ્તાનની સામે એક નવી કાર્રવાઈની યોજના બનાવી રહ્યું છે, ઈમરાન ખાનની સરકાર નથી ઈચ્છતી કે ભારત પાકિસ્તાન પર હુમલો કરે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાનની પાસે ભારતના આ ષડયંત્રની જાણકારી છે.

   પાકિસ્તાની વિદેશ પ્રધાન મહેમૂદે કહ્યું કે ભારત પાકિસ્તાનની સામે એક નવી કાર્રવાઈની યોજના બનાવી રહ્યું છે, ઈમરાન ખાનની સરકાર નથી ઈચ્છતી કે ભારત પાકિસ્તાન પર હુમલો કરે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાનની પાસે ભારતના આ ષડયંત્રની જાણકારી છે.

  4/10
 • સ્ટેચ્યું ઓફ યુનિટી જોવા માટે મુલાકાતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે હવે ત્યા સુધી જવા માટે લોકોએ વધુ ફી ખર્ચવી પડશે. હાલ પ્રવાસીઓ માટે ત્યા ટિકીટનો દર 350 રૂપિયાનો છે. જોકે તમને જણાવી દઇએ કે મુલાકાત માટેની 350 રૂપિયા માટેની ફીમાં કોઇ જ વધારો નથી કરવામાં આવ્યો. પરંતુ હવે સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી જવા માટે વધુ ફી ચુકવવી પડશે. એટલે કે આ રસ્તા પર ટોલ પ્લાઝા શરૂ થઇ રહ્યો છે.જેની ફી મુસાફરોએ ચુકવવાનો રહેશે.

  સ્ટેચ્યું ઓફ યુનિટી જોવા માટે મુલાકાતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે હવે ત્યા સુધી જવા માટે લોકોએ વધુ ફી ખર્ચવી પડશે. હાલ પ્રવાસીઓ માટે ત્યા ટિકીટનો દર 350 રૂપિયાનો છે. જોકે તમને જણાવી દઇએ કે મુલાકાત માટેની 350 રૂપિયા માટેની ફીમાં કોઇ જ વધારો નથી કરવામાં આવ્યો. પરંતુ હવે સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી જવા માટે વધુ ફી ચુકવવી પડશે. એટલે કે આ રસ્તા પર ટોલ પ્લાઝા શરૂ થઇ રહ્યો છે.જેની ફી મુસાફરોએ ચુકવવાનો રહેશે.

  5/10
 • જરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આખરે લોકરક્ષક દળની પરીક્ષાના પેપરને લીક કરનાર આરોપીને પકડવામાં સફળતા મળી છે. ATS અને ક્રાઈમ બ્રાંચે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને માસ્ટર માઈન્ડ અને પેપર લીક કરનાર ગેંગના લીડર વિરેન્દ્ર માથુરને દિલ્હીથી ઝડપી પાડ્યો. વેઈટ લિફ્ટિંગનો શોખીન માથુર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુક્યો છે. તેના હાથ નીચે અને વેઈટ લિફ્ટર્સ પણ તૈયાર થયા છે.

  જરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આખરે લોકરક્ષક દળની પરીક્ષાના પેપરને લીક કરનાર આરોપીને પકડવામાં સફળતા મળી છે. ATS અને ક્રાઈમ બ્રાંચે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને માસ્ટર માઈન્ડ અને પેપર લીક કરનાર ગેંગના લીડર વિરેન્દ્ર માથુરને દિલ્હીથી ઝડપી પાડ્યો. વેઈટ લિફ્ટિંગનો શોખીન માથુર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુક્યો છે. તેના હાથ નીચે અને વેઈટ લિફ્ટર્સ પણ તૈયાર થયા છે.

  6/10
 • ભાવનગરમાં રસાલા કેમ્પમાં રહેતા શાકભાજીની દુકાન ધરાવતા સિંધી વેપારીના પુત્રની અજાણ્યા લોકોએ અપહરણ કરીને પિતાને 1 કરોડની ખંડણીની માંગ કરી હતી. આ અંગે પરીવારજનોએ તુરંત પોલીસને જાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને અપહરણકર્તાના મોબાઇલના લોકેશનના આધારે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બંદોબસ્તના આધારે પોલીસે અપહરણકર્તાઓનો ફિલ્મી ઠબે પીછો કરી મોડી રાત્રે તેની અટકાયત કરી હતી

  ભાવનગરમાં રસાલા કેમ્પમાં રહેતા શાકભાજીની દુકાન ધરાવતા સિંધી વેપારીના પુત્રની અજાણ્યા લોકોએ અપહરણ કરીને પિતાને 1 કરોડની ખંડણીની માંગ કરી હતી. આ અંગે પરીવારજનોએ તુરંત પોલીસને જાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને અપહરણકર્તાના મોબાઇલના લોકેશનના આધારે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બંદોબસ્તના આધારે પોલીસે અપહરણકર્તાઓનો ફિલ્મી ઠબે પીછો કરી મોડી રાત્રે તેની અટકાયત કરી હતી

  7/10
 • લોકસભા ચૂંટણીને બોલીવુડનો રંગ પણ ચડવા લાગ્યો છે. હાલમાં જ નસીરૂદ્દીન શાહ સહિત આર્ટ અને થિએટર સાથે જોડાયેલા 600 લોકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. જેના પર અનુપમ ખેરે નિશાન સાધ્યું છે. અનુપમે પોતાના ટ્વીટમાં લખ્યુ, "તો અમારી જ બિરાદરીના કેટલાક લોકોએ એક લેટર જાહેર કરીને આગામી ચૂંટણીમાં વર્તમાન સરકારને મત ન આપવાની અપીલ કરી છે જેને જનતાએ ખુદ બંધારણીય રીતે ચુંટ્યા છે."

  લોકસભા ચૂંટણીને બોલીવુડનો રંગ પણ ચડવા લાગ્યો છે. હાલમાં જ નસીરૂદ્દીન શાહ સહિત આર્ટ અને થિએટર સાથે જોડાયેલા 600 લોકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. જેના પર અનુપમ ખેરે નિશાન સાધ્યું છે. અનુપમે પોતાના ટ્વીટમાં લખ્યુ, "તો અમારી જ બિરાદરીના કેટલાક લોકોએ એક લેટર જાહેર કરીને આગામી ચૂંટણીમાં વર્તમાન સરકારને મત ન આપવાની અપીલ કરી છે જેને જનતાએ ખુદ બંધારણીય રીતે ચુંટ્યા છે."

  8/10
 • IPL 2019ની સુપર વિકેન્ડમાં આજે બીજી મેચ રાજસ્થાન અને કોલકાતા વચ્ચે રમાઈ રહી છે. બન્ને ટીમો તેમની છેલ્લી મેચ જીતી ચૂક્યા છે અને જીતનો સિલસિલો ચાલુ રાખવા મેદાન પર ઉતરશે. કોલકાતાએ પહેલા ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

  IPL 2019ની સુપર વિકેન્ડમાં આજે બીજી મેચ રાજસ્થાન અને કોલકાતા વચ્ચે રમાઈ રહી છે. બન્ને ટીમો તેમની છેલ્લી મેચ જીતી ચૂક્યા છે અને જીતનો સિલસિલો ચાલુ રાખવા મેદાન પર ઉતરશે. કોલકાતાએ પહેલા ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

  9/10
 • દિલ્હી સામે બેંગ્લોરની ipl 2019ની સતત છઠ્ઠી હાર થઈ છે. દિલ્હીએ 6 વિકેટના નુકસાને 150 રનના ટાર્ગેટને 7 બોલ બાકી રહેતા પૂરો કર્યો હતો. શ્રેયસ અય્યરે કેપ્ટન ઈનિંગ રમતા 67 રન બનાવ્યા હતા

  દિલ્હી સામે બેંગ્લોરની ipl 2019ની સતત છઠ્ઠી હાર થઈ છે. દિલ્હીએ 6 વિકેટના નુકસાને 150 રનના ટાર્ગેટને 7 બોલ બાકી રહેતા પૂરો કર્યો હતો. શ્રેયસ અય્યરે કેપ્ટન ઈનિંગ રમતા 67 રન બનાવ્યા હતા

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK