વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: 9th April, 2019 14:57 IST | Sheetal Patel
 • ગીતા કૉલોનીના તાજ એન્કલેવમાં આયકર વિભાગ (ઈન્કમ ટે્કસ વિભાગ)એ સોમવારે મોડી રાતે કૉંગ્રેસ નેતા અહમદ પટેલના નજીક ગણાતા મોઈન કુરેશીના ઘરે દરોડા પાડ્યા, 17 કલાક બાદ મંગળવારે સવારે પણ દરોડા પાડ્યા હતાં. મીડિયા વર્કર્સને એન્ક્લેવ્સની અંદર મંજૂરી નથી. કુરેશી કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં કર્મચારી છે. વિભાગને સૂચના મળી હતી કે કુરેશીએ કૉંગ્રેસ નેતાઓ 20થી 30 કરોડ રૂપિયા છૂપાવ્યા છે. આ પૈસાનો ચૂંટણીમાં ઉપયોગ થવાનો છે.

  ગીતા કૉલોનીના તાજ એન્કલેવમાં આયકર વિભાગ (ઈન્કમ ટે્કસ વિભાગ)એ સોમવારે મોડી રાતે કૉંગ્રેસ નેતા અહમદ પટેલના નજીક ગણાતા મોઈન કુરેશીના ઘરે દરોડા પાડ્યા, 17 કલાક બાદ મંગળવારે સવારે પણ દરોડા પાડ્યા હતાં. મીડિયા વર્કર્સને એન્ક્લેવ્સની અંદર મંજૂરી નથી. કુરેશી કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં કર્મચારી છે. વિભાગને સૂચના મળી હતી કે કુરેશીએ કૉંગ્રેસ નેતાઓ 20થી 30 કરોડ રૂપિયા છૂપાવ્યા છે. આ પૈસાનો ચૂંટણીમાં ઉપયોગ થવાનો છે.

  1/10
 • લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કાની ચૂંટણી એટલે 11 એપ્રિલથી લગભગ 40 કલાક પહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધનને જોરદાર ઝટકો લાગ્યો છે. ગૌતમબુદ્ધ જિલ્લાના દિગ્ગજ સપા નેતા અને પૂર્વ મંત્રી નરેન્દ્ર ભાટીના નાના ભાઈ વિજેન્દ્ર સિંહ ભાટી સપા છોડીને બીજેપીમાં સામેલ થઈ ગયા છે.

  લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કાની ચૂંટણી એટલે 11 એપ્રિલથી લગભગ 40 કલાક પહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધનને જોરદાર ઝટકો લાગ્યો છે. ગૌતમબુદ્ધ જિલ્લાના દિગ્ગજ સપા નેતા અને પૂર્વ મંત્રી નરેન્દ્ર ભાટીના નાના ભાઈ વિજેન્દ્ર સિંહ ભાટી સપા છોડીને બીજેપીમાં સામેલ થઈ ગયા છે.

  2/10
 • લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો જીતાડવા માટે રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધશે. 15 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને રાજુલા પાસે જાહેર સભાને સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી રાજુલા નજીક આવેલા આસરાણા ચોકડી પાસે જાહેર સભાને સંબોધન કરશે. આ વિસ્તારમાં અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોનો રાહુલ ગાંધી પ્રચાર કરશે. આ જાહેરસભા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે.

  લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો જીતાડવા માટે રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધશે. 15 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને રાજુલા પાસે જાહેર સભાને સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી રાજુલા નજીક આવેલા આસરાણા ચોકડી પાસે જાહેર સભાને સંબોધન કરશે. આ વિસ્તારમાં અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોનો રાહુલ ગાંધી પ્રચાર કરશે. આ જાહેરસભા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે.

  3/10
 • ગુજરાતના દાહોદ જિલ્લાના સારમારિયા તળાવમાં માછલી પકડવા ગયેલી ચાર મહિલાઓ સહિત પાંચના મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ તેમના મૃતદેહ બહાર કાઢ્યા. મહિલાઓ માછલી પકડવા માટે તળાવમાં પહોંચી હતી. વધુ માછળી પકડવા માટે મહિલા માછીમારોએ જાળ તળાવની વચ્ચે નાખી હતી. જો કે જાળ બહાર કાઢતા સમયે મહિલાઓ જ પાણીમાં તણાઈ ગઈ. ઘટનાની માહિતી મળતા સ્થાનિકો તળાવના કિનારે એકઠા થયા.

  ગુજરાતના દાહોદ જિલ્લાના સારમારિયા તળાવમાં માછલી પકડવા ગયેલી ચાર મહિલાઓ સહિત પાંચના મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ તેમના મૃતદેહ બહાર કાઢ્યા. મહિલાઓ માછલી પકડવા માટે તળાવમાં પહોંચી હતી. વધુ માછળી પકડવા માટે મહિલા માછીમારોએ જાળ તળાવની વચ્ચે નાખી હતી. જો કે જાળ બહાર કાઢતા સમયે મહિલાઓ જ પાણીમાં તણાઈ ગઈ. ઘટનાની માહિતી મળતા સ્થાનિકો તળાવના કિનારે એકઠા થયા.

  4/10
 • પંચમહાલમાં ગઇ મોડી રાત્રે SOG ને મળેલી બાતમીના આધારે ભદ્રાલા ગામ પાસે વોચ ગોઠવી હતી. જેને પગલે પસાર થતી કારમાં તપાસ દરમ્યાન એક કારને ડેકી ખોલવાનું કહ્યું હતું. ત્યારે કાર ચાલક પોલીસની નજર ચુકવીને નાશી છુટ્યો હતો. જોકે પોલીસ તેને પકડી શકી ન હતી પરંતુ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો. પોલીસે આ અંગે ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  પંચમહાલમાં ગઇ મોડી રાત્રે SOG ને મળેલી બાતમીના આધારે ભદ્રાલા ગામ પાસે વોચ ગોઠવી હતી. જેને પગલે પસાર થતી કારમાં તપાસ દરમ્યાન એક કારને ડેકી ખોલવાનું કહ્યું હતું. ત્યારે કાર ચાલક પોલીસની નજર ચુકવીને નાશી છુટ્યો હતો. જોકે પોલીસ તેને પકડી શકી ન હતી પરંતુ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો. પોલીસે આ અંગે ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  5/10
 • અમદાવાદની ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે ફરી હોબાળો થયો જ્યારે સ્કૂલે કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. વાલીઓને આરોપ છે કે ફી નિયમન સમિતિનો આદેશ હોવા છતા શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપી રહી. શાળાએ પ્રવેશ આપવાનો ઈનકાર કરતા વાલીઓએ હોબાળો કર્યો હતો.

  અમદાવાદની ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે ફરી હોબાળો થયો જ્યારે સ્કૂલે કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. વાલીઓને આરોપ છે કે ફી નિયમન સમિતિનો આદેશ હોવા છતા શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપી રહી. શાળાએ પ્રવેશ આપવાનો ઈનકાર કરતા વાલીઓએ હોબાળો કર્યો હતો.

  6/10
 • વિસાવદરમાં છેલ્લા કેટલાક દિવસોથી બે દીપડા આતંક મચાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દીપડા 2 વ્યક્તિનો શિકાર કરી ચૂક્યા છે. જો કે હજી સુધી વનવિભાગ આ માનવભક્ષી દીપડાઓને પકડી નથી શકી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પ્રયત્નો તો કર્યા, પરંતુ દીપડાને બદલે સિંહ પાંજરે પૂરાઈ ગયો.

  વિસાવદરમાં છેલ્લા કેટલાક દિવસોથી બે દીપડા આતંક મચાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દીપડા 2 વ્યક્તિનો શિકાર કરી ચૂક્યા છે. જો કે હજી સુધી વનવિભાગ આ માનવભક્ષી દીપડાઓને પકડી નથી શકી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પ્રયત્નો તો કર્યા, પરંતુ દીપડાને બદલે સિંહ પાંજરે પૂરાઈ ગયો.

  7/10
 • રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળતી જતી હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. NIRF એટલે કે નેશનલ ઈન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્કના તાજેતરમાં સર્વેમાં ગુજરાતની માત્ર 18 શૈક્ષણિક સંસ્થાઓને સ્થાન મળ્યું છે. તેમાં પણ ટોપ 100માં ગુજરાતની એક પણ કોલેજ કે યુનિવર્સિટી નથી. NIRFએ દેશભરની યુનિવર્સિટી, કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, IIT, NIT, ફાર્મસી, મેડિકલ, લૉ, આર્કિટેક્ચર કોલેજોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

  રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળતી જતી હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. NIRF એટલે કે નેશનલ ઈન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્કના તાજેતરમાં સર્વેમાં ગુજરાતની માત્ર 18 શૈક્ષણિક સંસ્થાઓને સ્થાન મળ્યું છે. તેમાં પણ ટોપ 100માં ગુજરાતની એક પણ કોલેજ કે યુનિવર્સિટી નથી. NIRFએ દેશભરની યુનિવર્સિટી, કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, IIT, NIT, ફાર્મસી, મેડિકલ, લૉ, આર્કિટેક્ચર કોલેજોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

  8/10
 • થલૈવા રજનીકાંતની અપકમિંગ ફિલ્મ ફર્સ્ટ લૂક રિવીલ થઈ ચૂક્યો છે. રજનીકાંથની અપકમિંગ ફિલ્મ દરબારનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે. આ લૂકમાં રજનીકાંથ એક ઓલરાઉન્ડર દેખાઈ રહ્યા છે. રજનીકાંતે તાજેતરમાં જ એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ છે. સુપરસ્ટારની આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરી દેવાયો છે. ડિરેક્ટર એ. આર. મુર્ગદાસે 9 એપ્રિલે પહેલું પોસ્ટર જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં રજનીકાંતના ચહેરા પાછળ, ગેટ વે ઓફ ઈન્ડિયા, પોલીસનો કૂતરો, હાથકડી, બેલ્ટ, બંદૂકો સહિતની સંખ્યાબંધ વસ્તુઓ દેખાઈ રહી છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં રજનીકાંત પોલીસ અધિકારીના રોલમાં દેખાશે.

  થલૈવા રજનીકાંતની અપકમિંગ ફિલ્મ ફર્સ્ટ લૂક રિવીલ થઈ ચૂક્યો છે. રજનીકાંથની અપકમિંગ ફિલ્મ દરબારનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે. આ લૂકમાં રજનીકાંથ એક ઓલરાઉન્ડર દેખાઈ રહ્યા છે. રજનીકાંતે તાજેતરમાં જ એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ છે. સુપરસ્ટારની આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરી દેવાયો છે. ડિરેક્ટર એ. આર. મુર્ગદાસે 9 એપ્રિલે પહેલું પોસ્ટર જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં રજનીકાંતના ચહેરા પાછળ, ગેટ વે ઓફ ઈન્ડિયા, પોલીસનો કૂતરો, હાથકડી, બેલ્ટ, બંદૂકો સહિતની સંખ્યાબંધ વસ્તુઓ દેખાઈ રહી છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં રજનીકાંત પોલીસ અધિકારીના રોલમાં દેખાશે.

  9/10
 • IPL-12ની 23મી મેચ આજે રાત્રે 8 વાગ્યે થવાની છે. એમએ ચિદમ્બિરમ સ્ટેડિયમ ઉપર ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. આ સિઝનમાં બંને ટીમો અત્યાર સુધી 5-5 મેચ રમી ચૂકી છે. અને બંને ટીમો 4-4 મેચ જીતી ચૂકી છે. પરંતુ નેટ રનરેટના આધારે કોલકાતાની ટીમ સ્કોરબોર્ડમાં આગળ છે. 

  IPL-12ની 23મી મેચ આજે રાત્રે 8 વાગ્યે થવાની છે. એમએ ચિદમ્બિરમ સ્ટેડિયમ ઉપર ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. આ સિઝનમાં બંને ટીમો અત્યાર સુધી 5-5 મેચ રમી ચૂકી છે. અને બંને ટીમો 4-4 મેચ જીતી ચૂકી છે. પરંતુ નેટ રનરેટના આધારે કોલકાતાની ટીમ સ્કોરબોર્ડમાં આગળ છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 9th April, 2019 14:54 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK