વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 01, 2019, 15:03 IST | Sheetal Patel
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં ચૂંટણી રેલીને સંબોધતા કૉંગ્રેસ અને NCP ગઠબંધન પર નિશાનો સાધ્યો હતો અને કૉંગ્રેસ અને NCPનું ગઠબંધન કુંભકર્ણ જેવુ કહ્યું હતું તે સત્તામાં હોય છે ત્યારે 6 મહિના માટે ઉંઘે છે અને 6 મહિના માટે ઉઠે છે. અને જનતાના નાણા ખાઈને ફરીથી સૂવા જતા રહે છે. 

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં ચૂંટણી રેલીને સંબોધતા કૉંગ્રેસ અને NCP ગઠબંધન પર નિશાનો સાધ્યો હતો અને કૉંગ્રેસ અને NCPનું ગઠબંધન કુંભકર્ણ જેવુ કહ્યું હતું તે સત્તામાં હોય છે ત્યારે 6 મહિના માટે ઉંઘે છે અને 6 મહિના માટે ઉઠે છે. અને જનતાના નાણા ખાઈને ફરીથી સૂવા જતા રહે છે. 

  1/10
 • ઈલેક્ટ્રોનિક ઈંટેલિંજસ ઉપગ્રહ એમિસેટને PSLV C-45થી ઈસરોએ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંટરથી લૉન્ચ કરી દીધો છે. મહત્વનું છે કે ઈસરોનું આ પહેલું એવું મિશન છે, જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઈટને સ્થાપિત કરશે. PSLV C-45ના માધ્યમથી જે સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ છે EMISAT. એટલે કે ઈલેક્ટ્રોનિક ઈંટેલિંજસ સેટેલાઈટ છે. એમિસેટ ઉપગ્રહનો હેતુ વિદ્યુત ચુંબકીય માપ લેવાનું છે.

  ઈલેક્ટ્રોનિક ઈંટેલિંજસ ઉપગ્રહ એમિસેટને PSLV C-45થી ઈસરોએ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંટરથી લૉન્ચ કરી દીધો છે. મહત્વનું છે કે ઈસરોનું આ પહેલું એવું મિશન છે, જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઈટને સ્થાપિત કરશે. PSLV C-45ના માધ્યમથી જે સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ છે EMISAT. એટલે કે ઈલેક્ટ્રોનિક ઈંટેલિંજસ સેટેલાઈટ છે. એમિસેટ ઉપગ્રહનો હેતુ વિદ્યુત ચુંબકીય માપ લેવાનું છે.

  2/10
 • રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષે પહેલી વાર સૌથી વધારે ટેક્સ કલેક્ટ કર્યો છે. શહેરના 72 હજાર 008 મિલકત ધારકોએ એક જ દિવસમાં 40 કરોડ 44 લાખનો વેરો ઑનલાઈન ભરપાઈ કર્યો. 31 માર્ચે કુલ 3 કરોડ 04 લાખના વેરાની વસુલાત કરવામાં આવી. વર્ષ 2018-19માં પાલિકાએ કુલ 248 કરોડ 16 લાખના વેરાની વસુલાત કરી. શહેરના કુલ 3 લાખ 1 હજાર 467 મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો છે. એક જ દિવસમાં 40 કરોડથી વધારેના કલેક્શન સાથે રાજકોટ મનપાએ વિક્રમી કલેક્શન કર્યું છે.

  રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષે પહેલી વાર સૌથી વધારે ટેક્સ કલેક્ટ કર્યો છે. શહેરના 72 હજાર 008 મિલકત ધારકોએ એક જ દિવસમાં 40 કરોડ 44 લાખનો વેરો ઑનલાઈન ભરપાઈ કર્યો. 31 માર્ચે કુલ 3 કરોડ 04 લાખના વેરાની વસુલાત કરવામાં આવી. વર્ષ 2018-19માં પાલિકાએ કુલ 248 કરોડ 16 લાખના વેરાની વસુલાત કરી. શહેરના કુલ 3 લાખ 1 હજાર 467 મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો છે. એક જ દિવસમાં 40 કરોડથી વધારેના કલેક્શન સાથે રાજકોટ મનપાએ વિક્રમી કલેક્શન કર્યું છે.

  3/10
 • રાજ્યમાં આગના બનાવો બંધ થવાના નામ જ નથી લેતા ત્યા રાજકોટના જેતપુર ચોકડી પાસે આવેલી એક હોટલમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. ત્યારે તરત જ આગ મોટી બનતાં ફાયરબ્રિગેડની ટીમ ધટનાસ્થળે દોડી આવી હતી. જેતપુર ચોકડી નજીક આવેલી પધારો હોટલમાં અચાનક જ આગ લાગી હતી. આગને પગલે હોટલના સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડના જાણ કરવામાં આવી હતી અને આગ કેવી રીતે લાગી એની માહિતી મળી નથી.

  રાજ્યમાં આગના બનાવો બંધ થવાના નામ જ નથી લેતા ત્યા રાજકોટના જેતપુર ચોકડી પાસે આવેલી એક હોટલમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. ત્યારે તરત જ આગ મોટી બનતાં ફાયરબ્રિગેડની ટીમ ધટનાસ્થળે દોડી આવી હતી. જેતપુર ચોકડી નજીક આવેલી પધારો હોટલમાં અચાનક જ આગ લાગી હતી. આગને પગલે હોટલના સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડના જાણ કરવામાં આવી હતી અને આગ કેવી રીતે લાગી એની માહિતી મળી નથી.

  4/10
 • તાલાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત ચૂંટણી પંચને લપડાક પડી છે. સુપ્રીમ કોર્ટે પેટાચૂંટણી રદ કરવાનો ચુકાદો આપ્યો છે. જોકે પેટાચૂંટણીની જાહેરાત બાદ રવિવારે જ ભાજપે જશા બારડને ઉમેદવાર જાહેર કર્યા હતા.આ પહેલાં ભગવાન બારડની તાલાલા બેઠકની પેટાચૂંટણી રદ કરવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી હતી. ત્યારબાદ ભગવાન બારડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

  તાલાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત ચૂંટણી પંચને લપડાક પડી છે. સુપ્રીમ કોર્ટે પેટાચૂંટણી રદ કરવાનો ચુકાદો આપ્યો છે. જોકે પેટાચૂંટણીની જાહેરાત બાદ રવિવારે જ ભાજપે જશા બારડને ઉમેદવાર જાહેર કર્યા હતા.આ પહેલાં ભગવાન બારડની તાલાલા બેઠકની પેટાચૂંટણી રદ કરવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી હતી. ત્યારબાદ ભગવાન બારડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

  5/10
 • અક્ષયકુમારની ફિલ્મ કેસરીએ બૉક્સ ઑફિસ પર આ વીકેન્ડમાં પણ જબરદસ્ત કમાણી કરી છે અને 11 દિવસ બાદ આ ફિલ્મ 125 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અક્ષય કુમાર અને પરિણીતી ચોપડા સ્ટારર કેસરી ફિલ્મે રિલીઝના 11માં દિવસે 8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ અને હવે કુલ 125 કરોડ એક લાખ રૂપિયા થઈ ગઈ છે. કેસરીને 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ મળી હતી.

  અક્ષયકુમારની ફિલ્મ કેસરીએ બૉક્સ ઑફિસ પર આ વીકેન્ડમાં પણ જબરદસ્ત કમાણી કરી છે અને 11 દિવસ બાદ આ ફિલ્મ 125 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અક્ષય કુમાર અને પરિણીતી ચોપડા સ્ટારર કેસરી ફિલ્મે રિલીઝના 11માં દિવસે 8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ અને હવે કુલ 125 કરોડ એક લાખ રૂપિયા થઈ ગઈ છે. કેસરીને 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ મળી હતી.

  6/10
 • સલમાન ખાનની દબંગ 3ની શૂટિંગને લઈને સારા સમાચાર આવી રહ્યા છે કે તે 1 એપ્રિલથી આ ફિલ્મની શૂટિંગ કરવા જઈ રહ્યા છે. એના માટે રવિવાર સાંજે ઈન્દોર, મધ્યપ્રદેશ પહોંચ્યા જ્યાથી તે મહેશ્વર રવાના થયા. સલમાનની સાથે એનો ભાઈ અરબાઝ ખાન પણ હતા. રવિવારે સલમાને ઈન્દોર પહોંચીને એક વીડિયો પોતાના ચાહકો માટે શૅર કર્યો હતો.

  સલમાન ખાનની દબંગ 3ની શૂટિંગને લઈને સારા સમાચાર આવી રહ્યા છે કે તે 1 એપ્રિલથી આ ફિલ્મની શૂટિંગ કરવા જઈ રહ્યા છે. એના માટે રવિવાર સાંજે ઈન્દોર, મધ્યપ્રદેશ પહોંચ્યા જ્યાથી તે મહેશ્વર રવાના થયા. સલમાનની સાથે એનો ભાઈ અરબાઝ ખાન પણ હતા. રવિવારે સલમાને ઈન્દોર પહોંચીને એક વીડિયો પોતાના ચાહકો માટે શૅર કર્યો હતો.

  7/10
 • ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL)ની 12મી સિઝન હવે આગળ વધી રહી છે. ત્યારે આજે 13મી મેચ મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે થવાની છે. બંને ટીમોની આ ચોથી મેચ છે. અત્યારસુધી રમેલી 3-3 મેચમાંથી બંને ટીમો 1-1 મેચ હારી ચૂકી છે. સ્કોર બોર્ડમાં હાલ દિલ્હી બીજા નંબરે છે જ્યારે પંજાબ તેના રનરેટ સ્કોરને કારણે ચોથા ક્રમે છે.

  ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL)ની 12મી સિઝન હવે આગળ વધી રહી છે. ત્યારે આજે 13મી મેચ મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે થવાની છે. બંને ટીમોની આ ચોથી મેચ છે. અત્યારસુધી રમેલી 3-3 મેચમાંથી બંને ટીમો 1-1 મેચ હારી ચૂકી છે. સ્કોર બોર્ડમાં હાલ દિલ્હી બીજા નંબરે છે જ્યારે પંજાબ તેના રનરેટ સ્કોરને કારણે ચોથા ક્રમે છે.

  8/10
 • IPLની 10મી મેચમાં અચાનક વિવાદ વધી ગયો છે. 30મી માર્ચે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચ ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમવામાં આવી હતી. કોલકત્તાએ આ મેચમાં દિલ્હી કેપિટલ્સને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ અંતે ટાઈ થઈ હતી અને છેલ્લી સુપર ઓવરમાં દિલ્હી આ મેચ જીતી ગઈ હતી. ત્યા બીજી તરફ રિષભ પંતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે વિકેટકિપરની જગ્યાએ ઉભો રહીને કઈક એવું બોલે છે જેના કારણે વિવાદ વધી ગયો છે અને તે અવાજ સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગયો છે. લલિત કુમાર મોદીએ આ મેચ ફિક્સિંગ થયું છે એવી શંકા વ્યક્ત કરી છે.

  IPLની 10મી મેચમાં અચાનક વિવાદ વધી ગયો છે. 30મી માર્ચે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચ ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમવામાં આવી હતી. કોલકત્તાએ આ મેચમાં દિલ્હી કેપિટલ્સને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ અંતે ટાઈ થઈ હતી અને છેલ્લી સુપર ઓવરમાં દિલ્હી આ મેચ જીતી ગઈ હતી. ત્યા બીજી તરફ રિષભ પંતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે વિકેટકિપરની જગ્યાએ ઉભો રહીને કઈક એવું બોલે છે જેના કારણે વિવાદ વધી ગયો છે અને તે અવાજ સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગયો છે. લલિત કુમાર મોદીએ આ મેચ ફિક્સિંગ થયું છે એવી શંકા વ્યક્ત કરી છે.

  9/10
 • નાણાકીય વર્ષ 2019-20નો પહેલો દિવસ શૅર બજાર માટે જોરદાર રહ્યો. સેન્સેક્સ પહેલી વાર 300થી વધારે પોઈન્ટનો ઉછાળો મારતા 39,000 સ્તર પાર કરી ગયો,જે શૅર બજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છો. આજે બીએસઈના બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 39,028.67ના ઉચ્ચ સ્તર પર પહોંચવામાં સફળ રહ્યો, ત્યાં એનએસઈના નિફ્ટી પણ નવી ઉંચાઈ બનાવતા 11,710 પાર કરવામાં સફળ રહ્યા.

  નાણાકીય વર્ષ 2019-20નો પહેલો દિવસ શૅર બજાર માટે જોરદાર રહ્યો. સેન્સેક્સ પહેલી વાર 300થી વધારે પોઈન્ટનો ઉછાળો મારતા 39,000 સ્તર પાર કરી ગયો,જે શૅર બજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છો. આજે બીએસઈના બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 39,028.67ના ઉચ્ચ સ્તર પર પહોંચવામાં સફળ રહ્યો, ત્યાં એનએસઈના નિફ્ટી પણ નવી ઉંચાઈ બનાવતા 11,710 પાર કરવામાં સફળ રહ્યા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK