વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: Apr 23, 2019, 14:59 IST | Sheetal Patel
 • મંગળવારે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની 26 લોકસભા બેઠક માટે પણ વોટિંગ ચાલી રહ્યું છે. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે પણ લોકો મતદાન કરવા નીકળી રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 40 ટકા મતદાન નોંધાયું છે.

  મંગળવારે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની 26 લોકસભા બેઠક માટે પણ વોટિંગ ચાલી રહ્યું છે. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે પણ લોકો મતદાન કરવા નીકળી રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 40 ટકા મતદાન નોંધાયું છે.

  1/10
 • ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદી પણ મત આપવા માટે રાજ્યના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ વોટ આપવા જતા પહેલા માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વોટ આપતા પહેલા હીરાબાને પગે લાગી આશીર્વાદ લીધા હતા.

  ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદી પણ મત આપવા માટે રાજ્યના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ વોટ આપવા જતા પહેલા માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વોટ આપતા પહેલા હીરાબાને પગે લાગી આશીર્વાદ લીધા હતા.

  2/10
 • રાજ્યમાં 26 લોકસભા અને 4 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે, "'ચોકીદાર ગોતવો હશે તો હું નેપાળ ચાલ્યો જઈશ. મને દેશમાં વડાપ્રધાન જોઈએ છે જે દેશની અર્થવ્યવસ્થાને, શિક્ષણને, યુવાનોનો, જવાનોનો વધુ મજબૂત કરે. મને ચોકીદાર નહીં વડાપ્રધાન જોઈએ છે.

  રાજ્યમાં 26 લોકસભા અને 4 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે, "'ચોકીદાર ગોતવો હશે તો હું નેપાળ ચાલ્યો જઈશ. મને દેશમાં વડાપ્રધાન જોઈએ છે જે દેશની અર્થવ્યવસ્થાને, શિક્ષણને, યુવાનોનો, જવાનોનો વધુ મજબૂત કરે. મને ચોકીદાર નહીં વડાપ્રધાન જોઈએ છે.

  3/10
 • સુપ્રીમ કોર્ટે મંગળારે વર્ષ 2002માં ગુજરાત રમખાણ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત સરકારે રમખાણ પીડિત બિલકિસ બાનોને 50 લાખનું વળતર આપવાના નિર્દેશો આપ્યા છે. આટલું જ નહીં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી ખંડપીઠે ગુજરાત સરકારને બિલકિસ બાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર આવાસ આપવાનો પણ આદેશ આપ્યો છે. પીઠમાં ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના પણ સામેલ છે.

  સુપ્રીમ કોર્ટે મંગળારે વર્ષ 2002માં ગુજરાત રમખાણ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત સરકારે રમખાણ પીડિત બિલકિસ બાનોને 50 લાખનું વળતર આપવાના નિર્દેશો આપ્યા છે. આટલું જ નહીં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી ખંડપીઠે ગુજરાત સરકારને બિલકિસ બાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર આવાસ આપવાનો પણ આદેશ આપ્યો છે. પીઠમાં ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના પણ સામેલ છે.

  4/10
 • હવે બોલીવુડ સ્ટાર સની દેઓલે પણ કેસરિયો ધારણ કરી લીધો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં સની દેઓલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ પહેલા સની દેઓલની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેનો ફોટો વાઈરલ થયો હતો. ત્યારથી જ સની દેઓલ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાતી હતી. શક્યતા છે કે સની દેઓલ ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે.

  હવે બોલીવુડ સ્ટાર સની દેઓલે પણ કેસરિયો ધારણ કરી લીધો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં સની દેઓલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ પહેલા સની દેઓલની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેનો ફોટો વાઈરલ થયો હતો. ત્યારથી જ સની દેઓલ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાતી હતી. શક્યતા છે કે સની દેઓલ ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે.

  5/10
 • રાજકોટમાં વરરાજા અને વધુ લગ્ન મંડપમાં પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા. કન્યાદાન પહેલા મતદાનને રાજકોટમાં મહત્વ મળ્યું તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના ઉપલા કાંટા વિસ્તારમાં લગ્ન મંડપમાં પધારતા પહેલા વરરાજા અને વધુ બંને મતદાન કરવા પહોંચ્યા હતા.

  રાજકોટમાં વરરાજા અને વધુ લગ્ન મંડપમાં પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા. કન્યાદાન પહેલા મતદાનને રાજકોટમાં મહત્વ મળ્યું તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના ઉપલા કાંટા વિસ્તારમાં લગ્ન મંડપમાં પધારતા પહેલા વરરાજા અને વધુ બંને મતદાન કરવા પહોંચ્યા હતા.

  6/10
 • વચ્ચે બે દિવસ થોડી રાહત અનુભવાયા બાદ ગુજરાત અને રાજસ્થાનમાં ફરીથી ગરમીએ લોકોને તોબા પોકારાવવાનું ચાલુ કરી દીધું છે. દરમ્યાન આ બંને રાજ્યોમાં થોડા સમયથી ચાલી રહેલા સૂકા પવનોને ધ્યાને લઈને હિટવેવ ત્રાટકવાની આગાહી કરાઈ છે. સ્કાયમેટ વેધર અનુસાર આગામી થોડા દિવસોમાં ગરમી ૪૦ ડિગ્રીને પાર કરી જવાની સંભાવના વ્યક્ત કરી છે.

  વચ્ચે બે દિવસ થોડી રાહત અનુભવાયા બાદ ગુજરાત અને રાજસ્થાનમાં ફરીથી ગરમીએ લોકોને તોબા પોકારાવવાનું ચાલુ કરી દીધું છે. દરમ્યાન આ બંને રાજ્યોમાં થોડા સમયથી ચાલી રહેલા સૂકા પવનોને ધ્યાને લઈને હિટવેવ ત્રાટકવાની આગાહી કરાઈ છે. સ્કાયમેટ વેધર અનુસાર આગામી થોડા દિવસોમાં ગરમી ૪૦ ડિગ્રીને પાર કરી જવાની સંભાવના વ્યક્ત કરી છે.

  7/10
 • આમિર ખાન આમ તો વર્ષમાં એક જ ફિલ્મ કરે છે. અને સમાચરોમાં પણ ઓછા ચમકે છે. જો કે તાજેતરમાં આમિર ખાને કંઈક એવું કરી નાખ્યુ છે કે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આમિર ખાનનો આ વીડિયો એક ફ્લાઈટની અંદરનો છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આમિર ખાનની એક હરકતે તેમનો વીડિયો વાઈરલ કરી દીધો છે. આ વીડિયો આમિર ખાનની ફ્લાઈટની મુસાફરીનો છે.

  આમિર ખાન આમ તો વર્ષમાં એક જ ફિલ્મ કરે છે. અને સમાચરોમાં પણ ઓછા ચમકે છે. જો કે તાજેતરમાં આમિર ખાને કંઈક એવું કરી નાખ્યુ છે કે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આમિર ખાનનો આ વીડિયો એક ફ્લાઈટની અંદરનો છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આમિર ખાનની એક હરકતે તેમનો વીડિયો વાઈરલ કરી દીધો છે. આ વીડિયો આમિર ખાનની ફ્લાઈટની મુસાફરીનો છે.

  8/10
 • શ્રીરામ માધવનના નિર્દેશનમાં બનેલી આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબૂ સ્ટારર ફિલ્મ અંધાધુને ચીનના બૉક્સ ઑફિસ પર રિલીઝના 20માં દિવસે એટલેકે આ સોમવારે 99 મિલિયન ડૉલર એટલેકે 6 કરોડ 89 લાખ રૂપિયાનનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કુલ કમાણી હવે 44.45 મિલિયન ડૉલર એટલેકે 309 કરોડ 51 લાખ રૂપિયા થઈ ગઈ છે. ચીનમાં અંધાધુને 19માં દિવસે 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને બજરંગી ભાઈજાનની કમાણીને પાછળ છોડી દીધું છે.

  શ્રીરામ માધવનના નિર્દેશનમાં બનેલી આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબૂ સ્ટારર ફિલ્મ અંધાધુને ચીનના બૉક્સ ઑફિસ પર રિલીઝના 20માં દિવસે એટલેકે આ સોમવારે 99 મિલિયન ડૉલર એટલેકે 6 કરોડ 89 લાખ રૂપિયાનનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કુલ કમાણી હવે 44.45 મિલિયન ડૉલર એટલેકે 309 કરોડ 51 લાખ રૂપિયા થઈ ગઈ છે. ચીનમાં અંધાધુને 19માં દિવસે 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને બજરંગી ભાઈજાનની કમાણીને પાછળ છોડી દીધું છે.

  9/10
 • ચેન્નઈ પોતાના ટૉપ-થ્રી બૅટ્સમૅન ફૉર્મમાં પાછા ફરે એવી આશા સાથે આજે ચૅપોક ગ્રાઉન્ડમાં હૈદરાબાદ સામે રમવા ઊતરશે. જો ચેન્નઈનો પ્રૉબ્લેમ ટૉપ-ઑર્ડરનું ખરાબ ફૉર્મ છે તો હૈદરાબાદની સમસ્યા મિડલ-ઑર્ડરમાં કોઈ પર્ફોર્મ કરનાર નથી. બન્ને ઓપનર ડેવિડ વૉર્નર ૫૧૭ અને જૉની બેરસ્ટો ૪૪૫ રન બનાવીને ટીમની બૅટિંગમાં કરોડરજજુ બન્યા છે અને બેરસ્ટો આજની મૅચ રમીને વર્લ્ડ કપના કૅમ્પમાં જોડાવા માટે ઇંગ્લૅન્ડ જશે એટલે તેનો એક પર્ફોર્મર ઓછો થશે. વૉર્નર મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઑસ્ટ્રેલિયા જશે.

  ચેન્નઈ પોતાના ટૉપ-થ્રી બૅટ્સમૅન ફૉર્મમાં પાછા ફરે એવી આશા સાથે આજે ચૅપોક ગ્રાઉન્ડમાં હૈદરાબાદ સામે રમવા ઊતરશે. જો ચેન્નઈનો પ્રૉબ્લેમ ટૉપ-ઑર્ડરનું ખરાબ ફૉર્મ છે તો હૈદરાબાદની સમસ્યા મિડલ-ઑર્ડરમાં કોઈ પર્ફોર્મ કરનાર નથી. બન્ને ઓપનર ડેવિડ વૉર્નર ૫૧૭ અને જૉની બેરસ્ટો ૪૪૫ રન બનાવીને ટીમની બૅટિંગમાં કરોડરજજુ બન્યા છે અને બેરસ્ટો આજની મૅચ રમીને વર્લ્ડ કપના કૅમ્પમાં જોડાવા માટે ઇંગ્લૅન્ડ જશે એટલે તેનો એક પર્ફોર્મર ઓછો થશે. વૉર્નર મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઑસ્ટ્રેલિયા જશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK