મર્ધસ ડે ની વિશેષ ઉજવણી: મમ્મી અને સાસુ માટે કર્યું કંઈક અનોખુ, જુઓ તસવીરો....

Updated: May 11, 2020, 16:17 IST | Rachana Joshi
 • રિધ્ધિ શર્માએ 'ગુજરાતીમિડડે.કૉમ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મમ્મીઓ આખી જીંદગી બાળકો અને પરિવાર પાછળ ખર્ચી નાખે છે. પોતાની માટે તેમની પાસે સમય હોતો જ નથી. એટલે મર્ધસ ડે ના દિવસે મારે તેમને વિશેષ હોવાની અનુભુતિ કરાવવી હતી. અને એટલે જ તેમને તે દિવસે ઘરની બધી જ જવાબદારીઓ અને કામમાંથી મુક્તિ આપી હતી અને તેમને ગમતી દરેક વસ્તુઓ કરી હતી. તસવીરમાં 'Breakfast in Bed' જોઈને ખુશ ઈથ ગયેલા રિધ્ધિના સાસુ શક્તિ શર્મા

  રિધ્ધિ શર્માએ 'ગુજરાતીમિડડે.કૉમ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મમ્મીઓ આખી જીંદગી બાળકો અને પરિવાર પાછળ ખર્ચી નાખે છે. પોતાની માટે તેમની પાસે સમય હોતો જ નથી. એટલે મર્ધસ ડે ના દિવસે મારે તેમને વિશેષ હોવાની અનુભુતિ કરાવવી હતી. અને એટલે જ તેમને તે દિવસે ઘરની બધી જ જવાબદારીઓ અને કામમાંથી મુક્તિ આપી હતી અને તેમને ગમતી દરેક વસ્તુઓ કરી હતી.

  તસવીરમાં 'Breakfast in Bed' જોઈને ખુશ ઈથ ગયેલા રિધ્ધિના સાસુ શક્તિ શર્મા

  1/17
 • મર્ધસ ડે ની શરૂઆત સવારના બ્રેકફાસ્ટથી જ થઈ ગઈ હતી. રિધ્ધિએ સૌ પ્રથમ સવારે સાસુ શક્તિ શર્મા માટે 'Breakfast in Bed' બનાવ્યો હતો. આ બ્રેકફાસ્ટ કોઈ ફાઈવ સ્ટાર હોટલના બ્રેકફાસ્ટને પણ પછાડે તેવો હતો. તસવીરમાં રિધ્ધિએ બનાવેલો 'Breakfast in Bed'

  મર્ધસ ડે ની શરૂઆત સવારના બ્રેકફાસ્ટથી જ થઈ ગઈ હતી. રિધ્ધિએ સૌ પ્રથમ સવારે સાસુ શક્તિ શર્મા માટે 'Breakfast in Bed' બનાવ્યો હતો. આ બ્રેકફાસ્ટ કોઈ ફાઈવ સ્ટાર હોટલના બ્રેકફાસ્ટને પણ પછાડે તેવો હતો.

  તસવીરમાં રિધ્ધિએ બનાવેલો 'Breakfast in Bed'

  2/17
 • ત્યારબાદ સવારે દસ વાગે નાસ્તામાં મમ્મીના મનપસંદ ડોસા બનાવીને ખવડાવ્યા હતા.

  ત્યારબાદ સવારે દસ વાગે નાસ્તામાં મમ્મીના મનપસંદ ડોસા બનાવીને ખવડાવ્યા હતા.

  3/17
 • એટલું જ નહીં બપોરના ભોજનમાં મમ્મીની મનગતી વાનગીઓ બનાવી હતી રોટલી, મિક્સ વેજીટેબલનું શાક, દાલ મખની, જીરા રાઈસ, સ્પ્રાઉટ સલાડ અને પાપડ. રિધ્ધિએ જાતે ભાવથી આ ભોજન મમ્મીને જમાડયું પણ હતું.

  એટલું જ નહીં બપોરના ભોજનમાં મમ્મીની મનગતી વાનગીઓ બનાવી હતી રોટલી, મિક્સ વેજીટેબલનું શાક, દાલ મખની, જીરા રાઈસ, સ્પ્રાઉટ સલાડ અને પાપડ. રિધ્ધિએ જાતે ભાવથી આ ભોજન મમ્મીને જમાડયું પણ હતું.

  4/17
 • રિધ્ધિએ કહ્યું હતું કે, સામાન્ય રીતે મધર્સ ડે ના દિવસે હું તેમને શોપિંગ પર લઈ જાવ કે પછી રીલેક્સેશન માટે પાર્લરના વાઉચર ગિફ્ટ કરતી પરંતુ આ વખતે લૉકડાઉનને લીધે આ બધામાંથી કંઈ જ શક્ય નહોતું એટલે મે જાતે તે તેમની માટે બધુ કરવાનો વિચાર કર્યો હતો.

  રિધ્ધિએ કહ્યું હતું કે, સામાન્ય રીતે મધર્સ ડે ના દિવસે હું તેમને શોપિંગ પર લઈ જાવ કે પછી રીલેક્સેશન માટે પાર્લરના વાઉચર ગિફ્ટ કરતી પરંતુ આ વખતે લૉકડાઉનને લીધે આ બધામાંથી કંઈ જ શક્ય નહોતું એટલે મે જાતે તે તેમની માટે બધુ કરવાનો વિચાર કર્યો હતો.

  5/17
 • ઘરમાં જ સ્પા અને પાર્લર જેવો માહોલ ઉભો કર્યો હતો અને આખી સ્પા કીટ જાતે તૈયાર કરી હતી. એટલું જ નહીં પર્સનલ ફિલની સાથે પ્રોફેશનલ ટચ આવે તે માટે સ્પામાં કઈ સર્વિસસ આપી શકાશે તેનુ મેનુ કાર્ડ પણ બનાવ્યું હતું.

  ઘરમાં જ સ્પા અને પાર્લર જેવો માહોલ ઉભો કર્યો હતો અને આખી સ્પા કીટ જાતે તૈયાર કરી હતી. એટલું જ નહીં પર્સનલ ફિલની સાથે પ્રોફેશનલ ટચ આવે તે માટે સ્પામાં કઈ સર્વિસસ આપી શકાશે તેનુ મેનુ કાર્ડ પણ બનાવ્યું હતું.

  6/17
 • સાસુને પેમ્પર કરતી રિધ્ધિ

  સાસુને પેમ્પર કરતી રિધ્ધિ

  7/17
 • મમ્મીઓને સ્પાની ટ્રીટમેન્ટ અપાતી હોય અને પેમ્પરિંગ કરાતું હોય ત્યારે ઘરના બીજા કોઈ સભ્યો અંદર ન આવી શકે અને મમ્મીઓ આરામ કરી શકે તે માટે દરવાજા પર જાતે બનાવેલા ડૉર સાઈન પણ લગાડયા હતા. આ ડૉર સાઈન મર્ધસ ડે માટે વિશેષ ડિઝાઈન કરાયા હતા.

  મમ્મીઓને સ્પાની ટ્રીટમેન્ટ અપાતી હોય અને પેમ્પરિંગ કરાતું હોય ત્યારે ઘરના બીજા કોઈ સભ્યો અંદર ન આવી શકે અને મમ્મીઓ આરામ કરી શકે તે માટે દરવાજા પર જાતે બનાવેલા ડૉર સાઈન પણ લગાડયા હતા. આ ડૉર સાઈન મર્ધસ ડે માટે વિશેષ ડિઝાઈન કરાયા હતા.

  8/17
 • એટલું જ નહીં રિધ્ધિએ સાસુ માટે જે બધુ કર્યું એ ફરી સાંજે મમ્મી સુધા જોષી અને દાદી ભાનુબેન જાની માટે પણ કર્યું હતું. નજીકના બિલ્ડિંગમાં રહેતી મમ્મીને લૉકડાઉનને લીધે ઘણા દિવસોથી મળી ન હોવાથી ત્યાં જઈને અચાનક સરપ્રાઈઝ આપી હતી અને બન્નેને સ્પેશ્યલ ફિલ કરાવવા માટે બધી જ ટ્રીટમેન્ટ આપી હતી

  એટલું જ નહીં રિધ્ધિએ સાસુ માટે જે બધુ કર્યું એ ફરી સાંજે મમ્મી સુધા જોષી અને દાદી ભાનુબેન જાની માટે પણ કર્યું હતું. નજીકના બિલ્ડિંગમાં રહેતી મમ્મીને લૉકડાઉનને લીધે ઘણા દિવસોથી મળી ન હોવાથી ત્યાં જઈને અચાનક સરપ્રાઈઝ આપી હતી અને બન્નેને સ્પેશ્યલ ફિલ કરાવવા માટે બધી જ ટ્રીટમેન્ટ આપી હતી

  9/17
 • રિધ્ધિની મમ્મી સુધા બહેન અર્ગોનિક વસ્તુઓના આગ્રહી હોવાથી તેણે મમ્મી માટે વિશેષ ગિફ્ટ હેમ્પર બનાવ્યું હતું. જેમા ફોટો ફ્રેમ, ફ્રુટ, નેચરલ પ્રોડક્ટસ અને એક છોડ ગીફ્ટમાં આપ્યું હતું.

  રિધ્ધિની મમ્મી સુધા બહેન અર્ગોનિક વસ્તુઓના આગ્રહી હોવાથી તેણે મમ્મી માટે વિશેષ ગિફ્ટ હેમ્પર બનાવ્યું હતું. જેમા ફોટો ફ્રેમ, ફ્રુટ, નેચરલ પ્રોડક્ટસ અને એક છોડ ગીફ્ટમાં આપ્યું હતું.

  10/17
 • મમ્મી અને દાદીને સ્પાની સર્વિસ આપતી રિધ્ધિ

  મમ્મી અને દાદીને સ્પાની સર્વિસ આપતી રિધ્ધિ

  11/17
 • આટલી વિશેષ ટ્રીટમેન્ટ મેળવ્યા પછી દાદીના ચહેરા પરના સ્મિતની ચમક કંઈક જુદી જ હતી. ચોક્કસ તેમણે મનોમન ભગવાનનો આભાર માન્યો હશે કે તેમને આવી દીકરી મળી.

  આટલી વિશેષ ટ્રીટમેન્ટ મેળવ્યા પછી દાદીના ચહેરા પરના સ્મિતની ચમક કંઈક જુદી જ હતી. ચોક્કસ તેમણે મનોમન ભગવાનનો આભાર માન્યો હશે કે તેમને આવી દીકરી મળી.

  12/17
 • સ્પા પછી માતાના હાથમાં મહેંદી પણ જાતે જ મુકી હતી.

  સ્પા પછી માતાના હાથમાં મહેંદી પણ જાતે જ મુકી હતી.

  13/17
 • શર્મા પરિવારનો મર્ધસ ડે આટલે જ નહોતો અટક્યો. રાતના જમવામાં રિધ્ધિના પતિ રીતેશ શર્માએ જાતે પિઝા બનાવ્યા હતા અને મમ્મીને ખવડાવ્યા હતા.

  શર્મા પરિવારનો મર્ધસ ડે આટલે જ નહોતો અટક્યો. રાતના જમવામાં રિધ્ધિના પતિ રીતેશ શર્માએ જાતે પિઝા બનાવ્યા હતા અને મમ્મીને ખવડાવ્યા હતા.

  14/17
 • મમ્મી, સાસુ અને દાદી માટે આખા દિવસથી કંઈકને કંઈક વિશેષ કરતા જોઈને રિધ્ધિના છ વર્ષના દીકરા રાજવીરને થયું કે મારે પણ મારી મમ્મી માટે કંઈક કરવું જોઈએ અને તેણે જાતે મમ્મી માટે એક ફોટો ફ્રેમ બનાવીને ભેટ આપી હતી.

  મમ્મી, સાસુ અને દાદી માટે આખા દિવસથી કંઈકને કંઈક વિશેષ કરતા જોઈને રિધ્ધિના છ વર્ષના દીકરા રાજવીરને થયું કે મારે પણ મારી મમ્મી માટે કંઈક કરવું જોઈએ અને તેણે જાતે મમ્મી માટે એક ફોટો ફ્રેમ બનાવીને ભેટ આપી હતી.

  15/17
 • ફક્ત એક્શન દ્વારા જ નહીં પરંતુ શબ્દો દ્વારા પણ રિધ્ધિ પોતાનો માતૃપ્રેમ વ્યક્ત કર્યો હતો. સાસુ અને માતા માટે કવિતા લખી અને તેમને જણાવ્યું હતું કે પોતાની લાઈફમાં માતાનું કેટલું મહત્વ છે. રિધ્ધિએ મમ્મી સુધા બહેન માટે લખેલી કવિતા, 'મમ્મી તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? તને જ્યારે જ્યારે પેટમા લાત મારી અને તે પ્રેમથી હાથ ફેરવ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? નાની હતી ત્યારે રડી રડીને ઉંઘ બગાડતી ત્યારે તે અચુતમ કેશવમ ગાયને પ્રેમે સુવડાવી, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? મોટી થઈને રિધ્ધિ જીદ્દી બની ત્યારે તે દુનિયાનું જ્ઞાન અને સમજ આપી, દરેક વસ્તુમાં મનમાની કરવા વાળીને તે પ્રેમ અને વિશ્વાસની છુટ આપીને ખુશ રાખી, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? ગમતો છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરી અને તમે રીતેશને દિલથી દિકરા તરીકે અપનાવ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? ઘર-ગ્રહસ્થીમાં જ્યારે પણ સલાહ અને સપોર્ટની જરૂર પડી ત્યારે મને સાથ આપ્યો અને સાહસ કરવાની તાકાત પણ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? ઘરને મંદિર બનાવવાનો શ્રેય રિધ્ધિને, સફળતાના શિખરો સર કાર્ય રિધ્ધિએ પણ આ બધા પાછળનો શ્રેય તને આપતા ભુલી ગઈ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? ફોન કરે ત્યારે કહું કે બિઝી છું, રાજવીર સાથે બહાર છું મુવીમાં છું, આ બધુ સાંભળ્યા પછી પણ હસતે મોઠે ફરી કહે કે કંઈ વાંધો નહીં પછી ફોન કરીશ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? હું દીકરીમાંથી પત્ની બની, વહુ બની, માતા બની અને આ દરેક પડખે તે મારો સાથ આપ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? મને તારી દીકરી બનવાનું સૌભાગ્ય મળ્યું, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?' આ કવિતા સાંભળ્યા પછી સુધા બહેનની આંખો હર્ષના આસુથી છલકાઈ ગઈ હતી.

  ફક્ત એક્શન દ્વારા જ નહીં પરંતુ શબ્દો દ્વારા પણ રિધ્ધિ પોતાનો માતૃપ્રેમ વ્યક્ત કર્યો હતો. સાસુ અને માતા માટે કવિતા લખી અને તેમને જણાવ્યું હતું કે પોતાની લાઈફમાં માતાનું કેટલું મહત્વ છે.

  રિધ્ધિએ મમ્મી સુધા બહેન માટે લખેલી કવિતા,

  'મમ્મી તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  તને જ્યારે જ્યારે પેટમા લાત મારી અને તે પ્રેમથી હાથ ફેરવ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  નાની હતી ત્યારે રડી રડીને ઉંઘ બગાડતી ત્યારે તે અચુતમ કેશવમ ગાયને પ્રેમે સુવડાવી, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  મોટી થઈને રિધ્ધિ જીદ્દી બની ત્યારે તે દુનિયાનું જ્ઞાન અને સમજ આપી, દરેક વસ્તુમાં મનમાની કરવા વાળીને તે પ્રેમ અને વિશ્વાસની છુટ આપીને ખુશ રાખી, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  ગમતો છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરી અને તમે રીતેશને દિલથી દિકરા તરીકે અપનાવ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  ઘર-ગ્રહસ્થીમાં જ્યારે પણ સલાહ અને સપોર્ટની જરૂર પડી ત્યારે મને સાથ આપ્યો અને સાહસ કરવાની તાકાત પણ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  ઘરને મંદિર બનાવવાનો શ્રેય રિધ્ધિને, સફળતાના શિખરો સર કાર્ય રિધ્ધિએ પણ આ બધા પાછળનો શ્રેય તને આપતા ભુલી ગઈ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  ફોન કરે ત્યારે કહું કે બિઝી છું, રાજવીર સાથે બહાર છું મુવીમાં છું, આ બધુ સાંભળ્યા પછી પણ હસતે મોઠે ફરી કહે કે કંઈ વાંધો નહીં પછી ફોન કરીશ, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  હું દીકરીમાંથી પત્ની બની, વહુ બની, માતા બની અને આ દરેક પડખે તે મારો સાથ આપ્યો, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  મને તારી દીકરી બનવાનું સૌભાગ્ય મળ્યું, ત્યારે તે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?'

  આ કવિતા સાંભળ્યા પછી સુધા બહેનની આંખો હર્ષના આસુથી છલકાઈ ગઈ હતી.

  16/17
 • રિધ્ધિએ સાસુ શક્તિ શર્મા માટે પણ કવિતા લખી હતી અને ભગવાનનો આભાર માન્યો હતો કે સાસુના રૂપમાં મને માતા મળી છે. સાસુ માટે લખેલી કવિતા, 'અમારી ખુશીમા તમારી ખુશી છે એ માન્યુ અને તામરા દિકરાને મને સોપ્યો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? તામરા પરિવારને મારો બનાવીને ખુશ અને સમૃધ્ધ રાખીશ એવો મારા પર વિશ્વાસ રાખ્યો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? દુનિયા મને તમારી વહુ કહે છે પણ તમે મને દિકરી કરતા પણ વિશેષ પ્રેમ કરો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? જ્યાતે હું ગુસ્સામાં હોવ છૂં ત્યારે તમે ચહેરા પર સ્મિત લાવીને બહુ પ્રેમાળ શબ્ કહો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? હું ઓફિસેથી થાકીને ઘરે આવ્યું ત્યારે તમે ઘરના કામનો થાક ભુલીને મને પાણીનો ગ્લસ આપો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? રાજવીરને માતા અને દાદી બન્નેનો પ્રેમ હંમેશા આપો છો અને મારી કમી પુરી કરો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? અમારી જરૂરિયાતો પુરી કરવા માટે પોતાની જરૂરિયાતને હંમેશા ભુલી જાવ છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને? સાસુ પણ માતા જ હોય છે એ વાતને તમે સાચી સાબિત કરી બતાવી છે,  ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?'

  રિધ્ધિએ સાસુ શક્તિ શર્મા માટે પણ કવિતા લખી હતી અને ભગવાનનો આભાર માન્યો હતો કે સાસુના રૂપમાં મને માતા મળી છે.

  સાસુ માટે લખેલી કવિતા,

  'અમારી ખુશીમા તમારી ખુશી છે એ માન્યુ અને તામરા દિકરાને મને સોપ્યો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  તામરા પરિવારને મારો બનાવીને ખુશ અને સમૃધ્ધ રાખીશ એવો મારા પર વિશ્વાસ રાખ્યો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  દુનિયા મને તમારી વહુ કહે છે પણ તમે મને દિકરી કરતા પણ વિશેષ પ્રેમ કરો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  જ્યાતે હું ગુસ્સામાં હોવ છૂં ત્યારે તમે ચહેરા પર સ્મિત લાવીને બહુ પ્રેમાળ શબ્ કહો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  હું ઓફિસેથી થાકીને ઘરે આવ્યું ત્યારે તમે ઘરના કામનો થાક ભુલીને મને પાણીનો ગ્લસ આપો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  રાજવીરને માતા અને દાદી બન્નેનો પ્રેમ હંમેશા આપો છો અને મારી કમી પુરી કરો છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  અમારી જરૂરિયાતો પુરી કરવા માટે પોતાની જરૂરિયાતને હંમેશા ભુલી જાવ છો, ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?

  સાસુ પણ માતા જ હોય છે એ વાતને તમે સાચી સાબિત કરી બતાવી છે,  ત્યારે તમે મારુ થેન્કયુ તો સાંભળ્યુ હશે ને?'

  17/17
 • loading...

ફોટોઝ વિશે

ગઈ કાલે 'મધર્સ ડે' હતો ત્યારે સહુ કોઈએ પોતાની રીતે પોતાની માતા માટે અને એમની સાથે માતૃત્વ દિવસની ઉજવણી કરી હતી. બોરીવલમાં રહેતી રિધ્ધિ શર્માએ પણ મધર્સ ડે ની ઉજવણી કરી હતી. પરંતુ તેની ઉજવણી કંઈક અનોખી હતી. શું હતું તેની ઉજવણીમાં અને શા માટે ખાસ હતી તેના મર્ધસ ડે ની ઉજવણી, આવો જોઈએ તસવીરો અને જાણીએ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK