મેનકા ગાંધીઃજાણો કેમ ગાંધી પરિવારના આ સભ્ય ભાજપમાંથી લડે છે

Published: Mar 22, 2019, 12:09 IST | Bhavin
 • મેનકા ગાંધીનો જન્મ 26 ઓગસ્ટ, 1956ના રોજ ઈન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ તરલોસિંહ આનંદ અને અમતેશ્વર આનંદના ઘરે થયો હતો. મેનકા ગાંધી લૉરેન્સ સ્કૂલમાંથી શાળાનું શિક્ષણ લીધું છે, બાદમાં તેમણે શ્રી રામ કોલેજ ફોર વિમેનમાંથી ગ્રેજ્યુએશન કર્યું. સાથે જ તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી જર્મન ભાષાનો પણ અભ્યાસ કરી ચૂક્યા છે.

  મેનકા ગાંધીનો જન્મ 26 ઓગસ્ટ, 1956ના રોજ ઈન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ તરલોસિંહ આનંદ અને અમતેશ્વર આનંદના ઘરે થયો હતો. મેનકા ગાંધી લૉરેન્સ સ્કૂલમાંથી શાળાનું શિક્ષણ લીધું છે, બાદમાં તેમણે શ્રી રામ કોલેજ ફોર વિમેનમાંથી ગ્રેજ્યુએશન કર્યું. સાથે જ તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી જર્મન ભાષાનો પણ અભ્યાસ કરી ચૂક્યા છે.

  1/18
 • લેડી શ્રી રામ કોલેજમાં અભ્યાસ દરમિયાન મેનકા ગાંધી ઘણી બધી બ્યુટી કોન્ટેસ્ટ જીતી ચૂક્યા છે. તમે નહીં જાણતા હો પણ મેનકા ગાંધી બોમ્બે ડાઈંગ માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે.

  લેડી શ્રી રામ કોલેજમાં અભ્યાસ દરમિયાન મેનકા ગાંધી ઘણી બધી બ્યુટી કોન્ટેસ્ટ જીતી ચૂક્યા છે. તમે નહીં જાણતા હો પણ મેનકા ગાંધી બોમ્બે ડાઈંગ માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે.

  2/18
 • મેનકા ગાંધી અને સંજય ગાંદીની પહેલી મુલાકાત 1973માં થઈ હતી. મેનકા ગાંધીના કાકાએ પોતાના પુત્રના લગ્નને લઈ એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બંને પહેલીવાર મળ્યા હતા.

  મેનકા ગાંધી અને સંજય ગાંદીની પહેલી મુલાકાત 1973માં થઈ હતી. મેનકા ગાંધીના કાકાએ પોતાના પુત્રના લગ્નને લઈ એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બંને પહેલીવાર મળ્યા હતા.

  3/18
 • મેનકા ગાંધીના પરિવારને સંજય ગાંધી અને મેનકાના લગ્ન અંગે શંકા હતી. પરંતુ 23 સપ્ટેમ્બર, 1974માં બંનેએ લગ્ન કરી લીધા.

  મેનકા ગાંધીના પરિવારને સંજય ગાંધી અને મેનકાના લગ્ન અંગે શંકા હતી. પરંતુ 23 સપ્ટેમ્બર, 1974માં બંનેએ લગ્ન કરી લીધા.

  4/18
 • 1980માં લગ્નના છ વર્ષ બાદ મેનકા ગાંધી અને સંજય ગાંધીને 13 માર્ચના રોજ પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ દાદાના નામ પરથી ફિરોઝ રાખવામાં આવ્યું હતું. પરંતુ ઈન્દિરા ગાંધીએ આ નામ બદલીને વરુણ કરી નાખ્યુ

  1980માં લગ્નના છ વર્ષ બાદ મેનકા ગાંધી અને સંજય ગાંધીને 13 માર્ચના રોજ પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ દાદાના નામ પરથી ફિરોઝ રાખવામાં આવ્યું હતું. પરંતુ ઈન્દિરા ગાંધીએ આ નામ બદલીને વરુણ કરી નાખ્યુ

  5/18
 • એક પ્લેન ક્રેશમાં મેનકા ગાંધીના પતિ સંજય ગાંધીનું અવસાન થયું હતું. પ્લેન તેમના ઘરથી માત્ર 100 મીટર દૂર જ ક્રેશ થયું હતું. સંજય ગાંધીના નિધન સમયે મેનકા માત્ર 23 વર્ષના હતા તો વરુણ ગાંધી 100 દિવસના જ હતા.

  એક પ્લેન ક્રેશમાં મેનકા ગાંધીના પતિ સંજય ગાંધીનું અવસાન થયું હતું. પ્લેન તેમના ઘરથી માત્ર 100 મીટર દૂર જ ક્રેશ થયું હતું. સંજય ગાંધીના નિધન સમયે મેનકા માત્ર 23 વર્ષના હતા તો વરુણ ગાંધી 100 દિવસના જ હતા.

  6/18
 • સંજય ગાંધીના નિધન બાદ પર્સનલ લાઈફમાં મેનકા ગાંધીએ ખાસ્સી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તસવીરમાંઃ મેનકા ગાંધી પુત્ર વરુણ સાથે

  સંજય ગાંધીના નિધન બાદ પર્સનલ લાઈફમાં મેનકા ગાંધીએ ખાસ્સી મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
  તસવીરમાંઃ મેનકા ગાંધી પુત્ર વરુણ સાથે

  7/18
 • મેનકા ગાંધીએ રાષ્ટ્રીય સંજય મંચની રચના કરી હતી. શરૂઆતમાં આ સંસ્થા યુવાનોની રોજગારી અને પ્રગતિ માટે કામ કરતી હતી. આંધ્રપ્રદેશમાં આ પક્ષે 4 બેઠકો પણ જીતી હતી.

  મેનકા ગાંધીએ રાષ્ટ્રીય સંજય મંચની રચના કરી હતી. શરૂઆતમાં આ સંસ્થા યુવાનોની રોજગારી અને પ્રગતિ માટે કામ કરતી હતી. આંધ્રપ્રદેશમાં આ પક્ષે 4 બેઠકો પણ જીતી હતી.

  8/18
 • બાદમાં મેનકા ગાંધીએ પોતાના પક્ષને જનતા દળમાં ભેળવી દીધો. જનતા દળ ચૂંટણી જીત્યું અને મેનકા ગાંધી માત્ર 33 વર્ષની વયે કેન્દ્રીય પ્રધાન બન્યા.

  બાદમાં મેનકા ગાંધીએ પોતાના પક્ષને જનતા દળમાં ભેળવી દીધો. જનતા દળ ચૂંટણી જીત્યું અને મેનકા ગાંધી માત્ર 33 વર્ષની વયે કેન્દ્રીય પ્રધાન બન્યા.

  9/18
 • મેનકા ગાંધી જીવદયા પ્રેમી છે. તેઓ એટીમોલોજી, પશુઓને લગતા કાયદા અંગે ઘણા પુસ્તકો લખી ચૂક્યા ચે. 1992માં મેનકા ગાંદીએ પીપલ ફોર એનિમલ્સ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. 

  મેનકા ગાંધી જીવદયા પ્રેમી છે. તેઓ એટીમોલોજી, પશુઓને લગતા કાયદા અંગે ઘણા પુસ્તકો લખી ચૂક્યા ચે. 1992માં મેનકા ગાંદીએ પીપલ ફોર એનિમલ્સ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. 

  10/18
 • જીવદયા માટે કામ કરવા મેનકા ગાંધીએ ખાસ એનિમલ વેલફેર મિનિસ્ટ્રી બનાવડાવી હતી. બાદમાં તેમણે જાહેર કાર્યક્રમોમાં પશુઓના ઉપયોગ પર પ્રતિબંધ જેવા નોંધપાત્ર નિર્ણયો પણ લીધા છે. તો વેજિટેરિયન ચીજવસ્તુઓ પર ગ્રીન અને નોન વેજિટેરિયન કોસ્મેટિક અને એડિબલ પ્રોડક્ટ્સ પર રેડ માર્ક લગાવવાનું પણ ફરજિયાત કર્યું છે.

  જીવદયા માટે કામ કરવા મેનકા ગાંધીએ ખાસ એનિમલ વેલફેર મિનિસ્ટ્રી બનાવડાવી હતી. બાદમાં તેમણે જાહેર કાર્યક્રમોમાં પશુઓના ઉપયોગ પર પ્રતિબંધ જેવા નોંધપાત્ર નિર્ણયો પણ લીધા છે. તો વેજિટેરિયન ચીજવસ્તુઓ પર ગ્રીન અને નોન વેજિટેરિયન કોસ્મેટિક અને એડિબલ પ્રોડક્ટ્સ પર રેડ માર્ક લગાવવાનું પણ ફરજિયાત કર્યું છે.

  11/18
 • પર્યાવરણ અને જીવદયા પ્રેમ માટે મેનકા ગાંધીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મળી ચૂક્યુ છે. તેમને 1992માં RSPCA તરફતી લોર્ડ એર્સ્કીન એવોર્ડ, 1994માં એન્વાયર્મેન્ટાલિસ્ટ એન્ડ વેજિયટેરિયન ઓફ ધી યર, પ્રાણી મિત્ર એવોર્ડ, 1996માં વેણુ મેનન એનિમલ એલાઈઝ ફાઉન્ડેશન લાઈફસ્ટાઈલ અચિવમેન્ટ એવોર્ડ, ઈન્ટરનેશનલ વિમેન્સ એસોસિયેશન ફોર વિમેન ઓફ ધી યર એવોર્ડ, ચેન્નાઈ 2001, સહિતના એવોર્ડ મળી ચૂક્યા છે.

  પર્યાવરણ અને જીવદયા પ્રેમ માટે મેનકા ગાંધીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મળી ચૂક્યુ છે. તેમને 1992માં RSPCA તરફતી લોર્ડ એર્સ્કીન એવોર્ડ, 1994માં એન્વાયર્મેન્ટાલિસ્ટ એન્ડ વેજિયટેરિયન ઓફ ધી યર, પ્રાણી મિત્ર એવોર્ડ, 1996માં વેણુ મેનન એનિમલ એલાઈઝ ફાઉન્ડેશન લાઈફસ્ટાઈલ અચિવમેન્ટ એવોર્ડ, ઈન્ટરનેશનલ વિમેન્સ એસોસિયેશન ફોર વિમેન ઓફ ધી યર એવોર્ડ, ચેન્નાઈ 2001, સહિતના એવોર્ડ મળી ચૂક્યા છે.

  12/18
 • મેનકા ગાંધી સૌથી પહેલા ઉત્તર પ્રદેશના અમેઠીમાંતી 1984માં ચૂંટણી લડ્યા હતા. જો કે રાજીવ ગાંધી સામેની ચૂંટણી તેઓ હારી ગયા હતા. 1996માં મેનક ગાંધી પિલિભીત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંણી લડ્યા અને જીત્યા. 1998માં પણ મેનકા ગાંધી સાંસદ બન્યા હતા.

  મેનકા ગાંધી સૌથી પહેલા ઉત્તર પ્રદેશના અમેઠીમાંતી 1984માં ચૂંટણી લડ્યા હતા. જો કે રાજીવ ગાંધી સામેની ચૂંટણી તેઓ હારી ગયા હતા. 1996માં મેનક ગાંધી પિલિભીત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંણી લડ્યા અને જીત્યા. 1998માં પણ મેનકા ગાંધી સાંસદ બન્યા હતા.

  13/18
 • 1999માં મેનકા ગાંધી ભાજપમાં જોડાયા. અને સામાજિક ન્યાય અને પર્યાવરણ પ્રધાનની જવાબદારી પણ સંભાળી.

  1999માં મેનકા ગાંધી ભાજપમાં જોડાયા. અને સામાજિક ન્યાય અને પર્યાવરણ પ્રધાનની જવાબદારી પણ સંભાળી.

  14/18
 • મેનકા ગાંધી 'ધ કમ્પલિટ બુક ઓફ મુસ્લિમ એન્ડ પારસી નેમ્સ' અને 'ધ બુક ઓફ હિન્દુ નેમ્સ' નામના પુસ્તકો પણ બહાર પાડી ચૂક્યા છે. 

  મેનકા ગાંધી 'ધ કમ્પલિટ બુક ઓફ મુસ્લિમ એન્ડ પારસી નેમ્સ' અને 'ધ બુક ઓફ હિન્દુ નેમ્સ' નામના પુસ્તકો પણ બહાર પાડી ચૂક્યા છે. 

  15/18
 • મેનકા ગાંધી હંમેશા પ્રાણીઓના હકો, મહિલા અને બાળકોના કલ્યાણ, વેગનીઝમ અને યોગના સખત હિમાયતી છે.

  મેનકા ગાંધી હંમેશા પ્રાણીઓના હકો, મહિલા અને બાળકોના કલ્યાણ, વેગનીઝમ અને યોગના સખત હિમાયતી છે.

  16/18
 • હાલમાં મેનકા ગાંધી મોદી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે.

  હાલમાં મેનકા ગાંધી મોદી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે.

  17/18
 • મેનકા ગાંધી મદદ કરવા માટે પોતાનાથી થાય તે તમામ પ્રયત્ન કરે છે.

  મેનકા ગાંધી મદદ કરવા માટે પોતાનાથી થાય તે તમામ પ્રયત્ન કરે છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

ભાજપમાંથી ચૂંટણી લડીને કેન્દ્રમાં હાલ મહિલા અને બાળવિકાસ મંત્રાલય સંભાળી રહેલા મેનકા ગાંધી ગાંધી પરિવારના સભ્ય છે. મેનકા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી સાથે તેમના લગ્ન થયા હતા. જો કે ગાંધી પરિવારનો પક્ષ છોડીને તેમણે કયા કારણોસર ભાજપ જોઈન કર્યું તે વાત રસપ્રદ છે. જુઓ કેવી રહી છે મેનકા ગાંધીની સફર (તસવીર સૌજન્યઃમિડ ડે આર્કાઈવ્ઝ, AFP, મેનકા ગાંધી ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK