મહારાષ્ટ્ર કૉંગ્રેસે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોનું સમર્થન કરવા પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જણાવવાનું કે દિલ્હીની સીમા પર ખેડૂતોના આંદોલનનો આજે સાતમો દિવસ છે. આ આંદોલન માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસે એક પત્ર પણ જાહેર કર્યો હતો, આ પત્રમાં દિલ્હીની સીમા પર ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં ખેડૂત આંદોલનને સમર્થન અને ખેડૂત કાયદાનો વિરોધ કરવા માટે રાજ્યમાં બધા તહેસીલની અંદર આંદોલન કરવાનો આદેશ રાજ્યના રાજસ્વ મંત્રી અને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે આપ્યો હતો. હવે બધા જિલ્લાના બ્લૉક મુખ્યાલયમાં આંદોલન થશે.