Lockdown Effect: ખાલીપામાં હવે ચીસ સંભળાય,દોસ્ત જો તો ક્યાંક કોઇ માણસ વર્તાય...

Updated: Apr 14, 2020, 09:54 IST | Chirantana Bhatt
  • મુંબઇનું ગેટવે ઑફ ઇન્ડિયા એ દેશનાં આર્થિક પાટનગરની ઓળખાણ છે. કબુતરાં, દરિયાની ઠહેરાવવાળી લહેરો અને માણસોનાં ટોળાં તેની ઓળખાણ છે પણ અત્યારે અહીં તડકો પણ એકલો પડી ગયો છે. તસવીર- સુરેશ કેકે

    મુંબઇનું ગેટવે ઑફ ઇન્ડિયા એ દેશનાં આર્થિક પાટનગરની ઓળખાણ છે. કબુતરાં, દરિયાની ઠહેરાવવાળી લહેરો અને માણસોનાં ટોળાં તેની ઓળખાણ છે પણ અત્યારે અહીં તડકો પણ એકલો પડી ગયો છે. તસવીર- સુરેશ કેકે

    1/17
  • દિલ્હીનો ઇન્ડિયા ગેટ આપણાં પાટનગરની વચ્ચોવચ્ચ છે, અનેક દેખાવો, વિરોધો, રાજકીય કાર્યક્રમોનો સાક્ષી એવો ગેટ આકાશમાં ઉડતાં પંખીડાઓની કંપની જ માણી રહ્યો છે.

    દિલ્હીનો ઇન્ડિયા ગેટ આપણાં પાટનગરની વચ્ચોવચ્ચ છે, અનેક દેખાવો, વિરોધો, રાજકીય કાર્યક્રમોનો સાક્ષી એવો ગેટ આકાશમાં ઉડતાં પંખીડાઓની કંપની જ માણી રહ્યો છે.

    2/17
  • ન્યુયોર્કનું સ્ટેચ્યુ ઑફ લિબર્ટી યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકાનું પ્રતિક છે. અહીં સહેલાણીઓની ભીડ ન હોય તેવું બનતું જ નથી. ન્યુયોર્ક શહેર જેનો ચાર્મ તેની ઓળખ છે તે અત્યારે મોતનાં સન્નાટાથી મુંગી ચીસો પાડી રહ્યું છે.

    ન્યુયોર્કનું સ્ટેચ્યુ ઑફ લિબર્ટી યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકાનું પ્રતિક છે. અહીં સહેલાણીઓની ભીડ ન હોય તેવું બનતું જ નથી. ન્યુયોર્ક શહેર જેનો ચાર્મ તેની ઓળખ છે તે અત્યારે મોતનાં સન્નાટાથી મુંગી ચીસો પાડી રહ્યું છે.

    3/17
  • એફિલ ટાવર, પેરિસ પ્રેમનું પ્રતિક, રોમેન્સનું રહેઠાણ પણ ફ્રાંસમાં બધું લોકો માટે બંધ કરી દેવાયું છે અને પેરિસ શહેર પણ આમાં સામેલ છે. અહીં બહાર નિકળે તો લોકોએ સાથે દસ્તાવેજ રાખવો પડે છે કે શા માટે બહાર છે.

    એફિલ ટાવર, પેરિસ પ્રેમનું પ્રતિક, રોમેન્સનું રહેઠાણ પણ ફ્રાંસમાં બધું લોકો માટે બંધ કરી દેવાયું છે અને પેરિસ શહેર પણ આમાં સામેલ છે. અહીં બહાર નિકળે તો લોકોએ સાથે દસ્તાવેજ રાખવો પડે છે કે શા માટે બહાર છે.

    4/17
  • દુબઇનું બુર્જ ખલિફા વિશ્વનું સૌથી ઉંચુ બિલ્ડિંગ છે. તેમાં અનેક હોટલ્સ અને મોલ્સ આવેલા છે. યુએઇમાં કોરોનાનાં 2000 કેસિઝ છે અને અહીં પણ બહાર નીકળવા માટે લોકોને પરવાનો રાખવો પડે છે.

    દુબઇનું બુર્જ ખલિફા વિશ્વનું સૌથી ઉંચુ બિલ્ડિંગ છે. તેમાં અનેક હોટલ્સ અને મોલ્સ આવેલા છે. યુએઇમાં કોરોનાનાં 2000 કેસિઝ છે અને અહીં પણ બહાર નીકળવા માટે લોકોને પરવાનો રાખવો પડે છે.

    5/17
  • લંડન બ્રિજ એક બહુ આઇકોનિક સ્ટ્રક્ચર છે. અહીંથી મોટાં જહાજ પસાર થાય ત્યારે આ બ્રિજ ખુલે અને બંધ થાય જેથી જહાજ પસાર થઇ શકે, આ જોવા માટે અહીં લોકોની ભીડ જમા થાય છે.  લંડન બ્રિજ માણસોની ચહેલપહેલ વગરનો છે.

    લંડન બ્રિજ એક બહુ આઇકોનિક સ્ટ્રક્ચર છે. અહીંથી મોટાં જહાજ પસાર થાય ત્યારે આ બ્રિજ ખુલે અને બંધ થાય જેથી જહાજ પસાર થઇ શકે, આ જોવા માટે અહીં લોકોની ભીડ જમા થાય છે.  લંડન બ્રિજ માણસોની ચહેલપહેલ વગરનો છે.

    6/17
  • સિડની ઓપેરા હાઉસ અને સિડનીનો હાર્બર બ્રિજ સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે ખાલીખમ છે. ઑસ્ટ્રેલિયામાં 6000 જેટલા કોરોનાવાઇરસ કેસિઝ છે.

    સિડની ઓપેરા હાઉસ અને સિડનીનો હાર્બર બ્રિજ સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે ખાલીખમ છે. ઑસ્ટ્રેલિયામાં 6000 જેટલા કોરોનાવાઇરસ કેસિઝ છે.

    7/17
  • રિઓ ડિ જનેરોમા ક્રાઇસ્ટ ધી રિડીમરની વિશાળ પ્રતિમા આશાનું પ્રતિક છે. બ્રાઝિલમાં મુલાકાતીઓની સંખ્યા નહીંવત્ થઇ ગઇ છે. આજાનબાહુ ક્રાઇસ્ટને નિહાળવા કોઇ નથી આવી રહ્યું. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 12000 કન્ફર્મ પૉઝિટીવ કેસિઝ છે.

    રિઓ ડિ જનેરોમા ક્રાઇસ્ટ ધી રિડીમરની વિશાળ પ્રતિમા આશાનું પ્રતિક છે. બ્રાઝિલમાં મુલાકાતીઓની સંખ્યા નહીંવત્ થઇ ગઇ છે. આજાનબાહુ ક્રાઇસ્ટને નિહાળવા કોઇ નથી આવી રહ્યું. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 12000 કન્ફર્મ પૉઝિટીવ કેસિઝ છે.

    8/17
  • બેઇજિંગનું ફોરબિડન સિટી લૉકડાઉનમાં બંધ કરી દેવાયું. ચીન માંડ માંડ કળ વળે તેવી સ્થિતિમાં આવ્યું ત્યા લૉકડાઉન ખુલતાં ત્યાં નવા કેસિઝ જોવા મળ્યા.

    બેઇજિંગનું ફોરબિડન સિટી લૉકડાઉનમાં બંધ કરી દેવાયું. ચીન માંડ માંડ કળ વળે તેવી સ્થિતિમાં આવ્યું ત્યા લૉકડાઉન ખુલતાં ત્યાં નવા કેસિઝ જોવા મળ્યા.

    9/17
  • ટોકિયો ટાવર જાપાનનાં પાટનગરની ઓળખ છે. શિન્ઝો અબેએ જાહેર કરેલા લૉકડાઉન પછી અહીં મુલાકાતીઓ વર્તાઇ નથી રહ્યા તે સ્વાભાવિક છે. અહીં વિશ્વનાં સૌથી વધુ વૃદ્ધો વસે છે માટે અહીં તો પ્રતિબંધ અનિવાર્ય જ હતો.

    ટોકિયો ટાવર જાપાનનાં પાટનગરની ઓળખ છે. શિન્ઝો અબેએ જાહેર કરેલા લૉકડાઉન પછી અહીં મુલાકાતીઓ વર્તાઇ નથી રહ્યા તે સ્વાભાવિક છે. અહીં વિશ્વનાં સૌથી વધુ વૃદ્ધો વસે છે માટે અહીં તો પ્રતિબંધ અનિવાર્ય જ હતો.

    10/17
  • બાર્સેલોનામાં આવેલો સગ્રાડા ફેમિલિયા બેસિલિકા હજી તો અંડરકન્સ્ટ્રક્શન છે પણ તેના મુલાકાતીઓની સંખ્યા કંઇ કમ નથી રહેતી જો કે અત્યારે કોરના વાઇરસને કારણે સ્પેઇનમાં 14.555 જણનાં મોત થઇ ચૂક્યાં છે અને 146,690 સંક્રમણનાં કેસિઝ છે.

    બાર્સેલોનામાં આવેલો સગ્રાડા ફેમિલિયા બેસિલિકા હજી તો અંડરકન્સ્ટ્રક્શન છે પણ તેના મુલાકાતીઓની સંખ્યા કંઇ કમ નથી રહેતી જો કે અત્યારે કોરના વાઇરસને કારણે સ્પેઇનમાં 14.555 જણનાં મોત થઇ ચૂક્યાં છે અને 146,690 સંક્રમણનાં કેસિઝ છે.

    11/17
  • રોમનું કોલોઝિયમ, ઇટાલીનાં ખાલી રસ્તાઓનું સાક્ષી બનીને ખડું છે. ઇતિહાસનાં અનેક પાનાંઓ વાંચનારા કોલઝિયમે હવે કોરોનાની હાજરી પણ જોઇ લીધી. ઇટાલીમાં રોગચાળાનો ભરડો ઇતિહાસને હંફાવી દે તેવો રહ્યો છે.

    રોમનું કોલોઝિયમ, ઇટાલીનાં ખાલી રસ્તાઓનું સાક્ષી બનીને ખડું છે. ઇતિહાસનાં અનેક પાનાંઓ વાંચનારા કોલઝિયમે હવે કોરોનાની હાજરી પણ જોઇ લીધી. ઇટાલીમાં રોગચાળાનો ભરડો ઇતિહાસને હંફાવી દે તેવો રહ્યો છે.

    12/17
  • ટોરેન્ટોમાં આવેલો સીએન ટાવર્સ જોવા પણ કોઇ ફરકી નથી રહ્યું, કેનેડામાં 18465 પૉઝિટીવ કેસિઝ થયા છે અને 402 જણનાં મોત થયા છે.

    ટોરેન્ટોમાં આવેલો સીએન ટાવર્સ જોવા પણ કોઇ ફરકી નથી રહ્યું, કેનેડામાં 18465 પૉઝિટીવ કેસિઝ થયા છે અને 402 જણનાં મોત થયા છે.

    13/17
  • હોંગકોંગનો વિક્ટોરિયા પાર્ક લૉકડાઉનને કારણે સુનો પડ્યો છે. હોંગકોંગમાં 961 કન્ફર્મ્ડ કેસિઝ છે અને તેમાંથી 264 દર્દી સાજા થયા છે અને 4નાં મોત થયા છે.

    હોંગકોંગનો વિક્ટોરિયા પાર્ક લૉકડાઉનને કારણે સુનો પડ્યો છે. હોંગકોંગમાં 961 કન્ફર્મ્ડ કેસિઝ છે અને તેમાંથી 264 દર્દી સાજા થયા છે અને 4નાં મોત થયા છે.

    14/17
  • ન્યુ યોર્કનાં ટાઇમ સ્ક્વેરમાં બ્રોડવે સ્ટ્રીટ છે, અહીં થિએટર્સ છે, ચેનલ્સની ઑફિસિઝ છે ટોય સ્ટોર્સ છે અને માણસોનાં ટોળાં તેની ઓળખ છે પણ આ શહેર ભેંકાર ભાસે છે. લોકો રોગચાળાની વિદાયની રાહ જોઇ રહ્યાં છે.

    ન્યુ યોર્કનાં ટાઇમ સ્ક્વેરમાં બ્રોડવે સ્ટ્રીટ છે, અહીં થિએટર્સ છે, ચેનલ્સની ઑફિસિઝ છે ટોય સ્ટોર્સ છે અને માણસોનાં ટોળાં તેની ઓળખ છે પણ આ શહેર ભેંકાર ભાસે છે. લોકો રોગચાળાની વિદાયની રાહ જોઇ રહ્યાં છે.

    15/17
  • ઇજીપ્તનો ગિઝાનો પિરામીડ કુતુહલથી ભરેલી નજરો વાળા લોકોની વચ્ચો વચ્ચ ઉત્તુંગ ખડો હોય છે. આ ઉત્તુંગ તો આજે પણ ખડો છે પણ આસાપાસ તેની આભાથી અચંબિત થનારું કોઇ નથી.

    ઇજીપ્તનો ગિઝાનો પિરામીડ કુતુહલથી ભરેલી નજરો વાળા લોકોની વચ્ચો વચ્ચ ઉત્તુંગ ખડો હોય છે. આ ઉત્તુંગ તો આજે પણ ખડો છે પણ આસાપાસ તેની આભાથી અચંબિત થનારું કોઇ નથી.

    16/17
  •  કંબોડિયામાં આવેલ આંગકોરવાટનું મંદિર ટુરિઝમને પડેલા ફટકાનું સાક્ષી બનીને જાણે કહી રહ્યું છે કે સમય સામે અડીખમ રહેવું એક માત્ર રસ્તો છે.

     કંબોડિયામાં આવેલ આંગકોરવાટનું મંદિર ટુરિઝમને પડેલા ફટકાનું સાક્ષી બનીને જાણે કહી રહ્યું છે કે સમય સામે અડીખમ રહેવું એક માત્ર રસ્તો છે.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

લૉકડાઉન મારા કે તમારા વિસ્તાર કે દેશની નહીં પણ દુનિયાની વાસ્તવિકતા બની ચુક્યું છે ત્યારે એવા સ્મારકો પર નજર કરીએ જેની ઓળખ સહેલાણીઓને કારણે ખડી થતી હોય છે. અત્યારે આ સ્મારકો સેલ્ફી લેતા માણસો, ચુંબન કરતા પ્રેમીઓ કે દોડાદોડી કરતાં બાળકો વગર સુનાં પડ્યાં છે અને એ સવારની રાહ જુએ છે જ્યારે વાઇરસે તેનાં કાવતરાં બંધ કરી દીધાં હશે. (તસવીરો એએફપી.)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK