'જય સોમનાથ'ના નાદથી ગુંજ્યું પ્રથમ જ્યોતિર્લિંગ, જુઓ તસવીરો

Updated: Mar 08, 2019, 10:52 IST | Falguni Lakhani
 • સોમનાથમાં ચાર પ્રહરની વિશેષ પૂજા, આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક આયોજન કરાયું છે જેમાં ઉપસ્થિતિ થઈ લાખો ભકતો શિવમય બની રહ્યા છે. મહાદેવના એક ઝાંખી મેળવી ભક્તો ધન્ય થઈ રહ્યા છે.

  સોમનાથમાં ચાર પ્રહરની વિશેષ પૂજા, આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક આયોજન કરાયું છે જેમાં ઉપસ્થિતિ થઈ લાખો ભકતો શિવમય બની રહ્યા છે. મહાદેવના એક ઝાંખી મેળવી ભક્તો ધન્ય થઈ રહ્યા છે.

  1/8
 • સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહાનુભાવોએ પણ મહાદેવની પૂજા-અર્ચના કરી.મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાએ જેટલું પુણ્ય મળ્યું હોય તેટલું માત્ર શિવરાત્રીએ સંક્ષિપ્ત શિવપૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. જેમને ધ્યાને રાખી મહાશિવરાત્રીએ મોટી સંખ્યામાં ભાવિકો જાતે તત્કાલ શિવપૂજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે.

  સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહાનુભાવોએ પણ મહાદેવની પૂજા-અર્ચના કરી.મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાએ જેટલું પુણ્ય મળ્યું હોય તેટલું માત્ર શિવરાત્રીએ સંક્ષિપ્ત શિવપૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. જેમને ધ્યાને રાખી મહાશિવરાત્રીએ મોટી સંખ્યામાં ભાવિકો જાતે તત્કાલ શિવપૂજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે.

  2/8
 • સોમનાથ મંદિરમાં ભાવિકો સતત મહાદેવના દર્શન કરી શકે તે માટે LED રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાવિકો ગઈકાલેથી જ સોમનાથ પહોંચી રહ્યા છે.

  સોમનાથ મંદિરમાં ભાવિકો સતત મહાદેવના દર્શન કરી શકે તે માટે LED રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાવિકો ગઈકાલેથી જ સોમનાથ પહોંચી રહ્યા છે.

  3/8
 • હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું છે. શ્રદ્ધાળુઓના મનમાં એક જ આશા છે, બસ મહાદેવના દર્શન થાય અને તેઓ ધન્ય થાય.

  હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું છે. શ્રદ્ધાળુઓના મનમાં એક જ આશા છે, બસ મહાદેવના દર્શન થાય અને તેઓ ધન્ય થાય.

  4/8
 • લાખો શ્રદ્ધાળુઓ સોમનાથમાં આવ્યા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટે તમામ વ્યવસ્થા કરી છે.

  લાખો શ્રદ્ધાળુઓ સોમનાથમાં આવ્યા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટે તમામ વ્યવસ્થા કરી છે.

  5/8
 • શિવરાત્રીના અવસર પર મહાદેવની પાલખી યાત્રા પણ યોજાય છે. આ દિવસે મહાદેવ નગરચર્યાએ નીકળે છે. અને નગરજનોને દર્શન આપે છે.

  શિવરાત્રીના અવસર પર મહાદેવની પાલખી યાત્રા પણ યોજાય છે. આ દિવસે મહાદેવ નગરચર્યાએ નીકળે છે. અને નગરજનોને દર્શન આપે છે.

  6/8
 • આજે સોમનાથ મંદિર જાણે ભક્તોનો સમુદ્ર જેવું લાગી રહ્યું છે. ઠેર-ઠેર માનવ મહેરામણ જ જોવા મળી રહ્યો છે.

  આજે સોમનાથ મંદિર જાણે ભક્તોનો સમુદ્ર જેવું લાગી રહ્યું છે. ઠેર-ઠેર માનવ મહેરામણ જ જોવા મળી રહ્યો છે.

  7/8
 • રાત્રિના પ્રકાશમાં તો સોમનાથ મંદિરની શોભા કાંઈક અલગ જ લાગી રહી હતી. કોઈ અલૌકિક અનુભવ થઈ રહ્યો હતો.

  રાત્રિના પ્રકાશમાં તો સોમનાથ મંદિરની શોભા કાંઈક અલગ જ લાગી રહી હતી. કોઈ અલૌકિક અનુભવ થઈ રહ્યો હતો.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દેશ-વિદેશથી ભક્તો સોમનાથમાં ઉમટી રહ્યા છે. કરો સોમનાથ મહાદેવના અલૌક્કિ દર્શન તસવીરોમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK