રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 06, 2019, 20:03 IST | Vikas Kalal
 •  મની લૉન્ડ્રિંગના મામલામાં ઈડીના અધિકારીઓ હજુ પણ વાડ્રાની પૂછપરછ કરી રહ્યા છે. દિલ્હીમાં ચાલી રહેલી આ પૂછપરછમાં વાડ્રાએ કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. વાડ્રાએ લંડનમાં તેની કોઈ સંપત્તિ હોવાથી ઈન્કાર કર્યો છે. સાથે તેણે સ્વીકાર કર્યો છે કે તે મનોજ અરોરાને ઓળખે છે.

   મની લૉન્ડ્રિંગના મામલામાં ઈડીના અધિકારીઓ હજુ પણ વાડ્રાની પૂછપરછ કરી રહ્યા છે. દિલ્હીમાં ચાલી રહેલી આ પૂછપરછમાં વાડ્રાએ કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. વાડ્રાએ લંડનમાં તેની કોઈ સંપત્તિ હોવાથી ઈન્કાર કર્યો છે. સાથે તેણે સ્વીકાર કર્યો છે કે તે મનોજ અરોરાને ઓળખે છે.

  1/10
 • કુંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ-લશ્કર સાથે આવી શકે છે. કુંભ મેળા પ્રશાસનને એના સંકેત આપ્યા છે. એની બધી તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. પૂર્વને પશ્ચિમથી જોડવા માટે પ્રયાગરાજથી મેરઠ સુધી ગંગા એક્સપ્રેસ-વે અને પ્રયાગરાજથી નોએડા રાષ્ટ્રીય જળમાર્ગની આધારશીલા પીએમ મોદી દ્વારા રાખવાની તૈયારી ચાલી રહી છે.

  કુંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ-લશ્કર સાથે આવી શકે છે. કુંભ મેળા પ્રશાસનને એના સંકેત આપ્યા છે. એની બધી તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. પૂર્વને પશ્ચિમથી જોડવા માટે પ્રયાગરાજથી મેરઠ સુધી ગંગા એક્સપ્રેસ-વે અને પ્રયાગરાજથી નોએડા રાષ્ટ્રીય જળમાર્ગની
  આધારશીલા પીએમ મોદી દ્વારા રાખવાની તૈયારી ચાલી રહી છે.

  2/10
 • લખનઉમાં હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી લડશે. હાર્દિક ક્યાંથી ચૂંટણી લડશે તેના પર તેણે કોઈ જવાબ નથી આપ્યો. કોંગ્રેસે હાર્દિક પટેલને ટિકિટ આપવાની તૈયારી બતાવી છે. 2019ની લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. અને તેમાં પણ હાર્દિકે ચૂંટણી લડવાની જાહેરાત કરતા માહોલ વધુ ગરમાયો છે. 

  લખનઉમાં હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી લડશે. હાર્દિક ક્યાંથી ચૂંટણી લડશે તેના પર તેણે કોઈ જવાબ નથી આપ્યો. કોંગ્રેસે હાર્દિક પટેલને ટિકિટ આપવાની તૈયારી બતાવી છે. 2019ની લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. અને તેમાં પણ હાર્દિકે ચૂંટણી લડવાની જાહેરાત કરતા માહોલ વધુ ગરમાયો છે. 

  3/10
 • ઇંડિગોના નિયો એન્જિનવાળા વિમાનમાં થઈ રહેલી ગરબડને જો ગંભીરતાથી લેવામાં ન આવે, તો કોઈ મોટો અકસ્માત થઈ શકે છે. તાજેતરમાં જ એકવાર ફરી ઇંડિગોના નિયો એન્જિનવાળા વિમાનમાં ખરાબી આવી ગઈ, જેનાથી લોકોનો જીવ આફતમાં આવી ગયો. એન્જિનમાં ખરાબી આવ્યા પછી કોઈક રીતે પાયલટે વિમાનને સુરક્ષિત રીતે લખનઉમાં ઉતાર્યું.

  ઇંડિગોના નિયો એન્જિનવાળા વિમાનમાં થઈ રહેલી ગરબડને જો ગંભીરતાથી લેવામાં ન આવે, તો કોઈ મોટો અકસ્માત થઈ શકે છે. તાજેતરમાં જ એકવાર ફરી ઇંડિગોના નિયો એન્જિનવાળા વિમાનમાં ખરાબી આવી ગઈ, જેનાથી લોકોનો જીવ આફતમાં આવી ગયો. એન્જિનમાં ખરાબી આવ્યા પછી કોઈક રીતે પાયલટે વિમાનને સુરક્ષિત રીતે લખનઉમાં ઉતાર્યું.

  4/10
 • રાજ્યમાં હવે રાત્રે પણ વ્યાપાર થઈ શકશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી છે. હાલ 12 વાગ્યા સુધી વેપાર-ધંધા કરી શકતા હતા. પરંતુ નવા સુધારાના કારણે 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે. સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દુકાનો 24 કલાક ખુલ્લી રહેવાના કારણે રોજગારીમાં વધારો થશે. આ નિર્ણયના કારણે શ્રમ અને રોજગારના કાયદામાં ફેરફાર થશે.

  રાજ્યમાં હવે રાત્રે પણ વ્યાપાર થઈ શકશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી છે. હાલ 12 વાગ્યા સુધી વેપાર-ધંધા કરી શકતા હતા. પરંતુ નવા સુધારાના કારણે 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે. સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દુકાનો 24 કલાક ખુલ્લી રહેવાના કારણે રોજગારીમાં વધારો થશે. આ નિર્ણયના કારણે શ્રમ અને રોજગારના કાયદામાં ફેરફાર થશે.

  5/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનનો શરૂઆતથી જ ગુજરાતના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે 3500 ખેડૂતોની જમીન જઇ રહી છે. આજે ફરીથી એકવાર ગુજરાતના નવસારીમાં ખેડૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોએ વિરોધમાં નારા ઉચ્ચાર્યા હતા અને જો તેમની માગ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનનો શરૂઆતથી જ ગુજરાતના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે 3500 ખેડૂતોની જમીન જઇ રહી છે. આજે ફરીથી એકવાર ગુજરાતના નવસારીમાં ખેડૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોએ વિરોધમાં નારા ઉચ્ચાર્યા હતા અને જો તેમની માગ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.

  6/10
 •  લોકસભાને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હાલ સૌથી વધુ વિવાદમાં ઘેરાયેલી છે. હાલમાં જ કોંગ્રેસના આશા પટેલે કોંગ્રેસથી નારાજ થઇને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે વધુ એક બેચરાજીના ધારાસભ્યની નારાજગી સામે આવી છે. જોકે હાલ ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે વિખવાદ ચાલી રહ્યો છે. લોકસભા નજીક છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી એક પછી એક વિકેટો પડતી હોવાથી પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.

   લોકસભાને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હાલ સૌથી વધુ વિવાદમાં ઘેરાયેલી છે. હાલમાં જ કોંગ્રેસના આશા પટેલે કોંગ્રેસથી નારાજ થઇને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે વધુ એક બેચરાજીના ધારાસભ્યની નારાજગી સામે આવી છે. જોકે હાલ ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે વિખવાદ ચાલી રહ્યો છે. લોકસભા નજીક છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી એક પછી એક વિકેટો પડતી હોવાથી પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.

  7/10
 • અમદાવાદને આ વર્ષના અંત સુધીમાં મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે. જેના ભાગ રૂપે આજે પણ મેટ્રોનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. અમરાઈવાડીના ન્યૂ કોટન એપરલ પાર્કથી સ્વસ્તિક ચાર રસ્તા સુધીના રૂટ પર મેટ્રોનું પરીક્ષણ કરવામાં આવ્યું. 

  અમદાવાદને આ વર્ષના અંત સુધીમાં મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે. જેના ભાગ રૂપે આજે પણ મેટ્રોનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. અમરાઈવાડીના ન્યૂ કોટન એપરલ પાર્કથી સ્વસ્તિક ચાર રસ્તા સુધીના રૂટ પર મેટ્રોનું પરીક્ષણ કરવામાં આવ્યું. 

  8/10
 • વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ T-20માં ભારતને 80 રને હારને સામનો કરવો પડ્યો છે. જીતવા માટે 220રનનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ભારતીય ટીમ 139 રન બનાવી ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી એક પણ પાર્ટનરશીપ થઈ શકી હતી નહી અને ટોપ ઓર્ડર પર ખાસ કરી શક્યું ન હતું.

  વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ T-20માં ભારતને 80 રને હારને સામનો કરવો પડ્યો છે. જીતવા માટે 220રનનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ભારતીય ટીમ 139 રન બનાવી ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી એક પણ પાર્ટનરશીપ થઈ શકી હતી નહી અને ટોપ ઓર્ડર પર ખાસ કરી શક્યું ન હતું.

  9/10
 • વિદર્ભના સ્ટાર સ્પિન બોલર આદિત્ય સરવટે ફરી એકવાર તેની ઘાતક બોલિંગથી સૌરાષ્ટ્રને મુશ્કેલીમાં મુક્યું છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટીમે 206 રનનો પીછા કરતા માત્ર 58 રનના સામાન્ય સ્કોરે 5 વિકેટ ગુમાવી છે. ડિફેન્ડીંગ ચેમ્પિયન વિદર્ભ આ જીત થી માત્ર 5 વિકેટ દૂર છે જ્યારે સૌરાષ્ટ્રને ફાઈનલ જીતવા માટે હજૂ 148 રન બાકી છે.

  વિદર્ભના સ્ટાર સ્પિન બોલર આદિત્ય સરવટે ફરી એકવાર તેની ઘાતક બોલિંગથી સૌરાષ્ટ્રને મુશ્કેલીમાં મુક્યું છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટીમે 206 રનનો પીછા કરતા માત્ર 58 રનના સામાન્ય સ્કોરે 5 વિકેટ ગુમાવી છે. ડિફેન્ડીંગ ચેમ્પિયન વિદર્ભ આ જીત થી માત્ર 5 વિકેટ દૂર છે જ્યારે સૌરાષ્ટ્રને ફાઈનલ જીતવા માટે હજૂ 148 રન બાકી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK